ભારતમાં અનેક પર્વિત્ર સ્થળ છે જ્યાં લોકો અવાર-નવાર આવા ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હોય છે, દર વર્ષે અમુક તેહવાર પર-અમુક તિથી હોય ત્યારે ઘણા માણસો અમુક સ્થળે જવાનું ભૂલતા જ નથી, અને જવાનું એટલે જવાનું જ. આવા દિવસે મંદિરમાં એટલી બધી ભીડ હોય છે કે ભગવાનના દર્શન તો થતા જ નથી. ત્યાં એટલી બધી ધક્કા-મૂકી અને ભીડ હોય છે કે કોણ ક્યારે બીજાના ધક્કાથી પડી જાય ખબર જ ન રહે અને પછી હાથ-પગ, કમરમાં દુખાવો અને હજુ પણ સંતોષ ન થયો હોય એટલે ત્યારે ને ત્યારે માનતા રાખે છે કે દુખાવો મટી જશે એટલે ફરી આવીશ.આ છે આપનો ભગવાન પર નો વિશ્વાસ/અંધ શ્રદ્ધા? મારા મત મુજબ આવા દિવસે મંદિરમાં જવા કરતા ઈંટરનેટ ઉપર કે ટી.વી. માં કોઈ સમાચારની ચેનલ પર આવતા લાઈવ દર્શન કરવાથી વધારે સારી રીતે દર્શન થાય છે. ત્યાં જવું એટલે સમયનો બગાડ, ૧/૨ દિવસ આવવા-જવાના, ખાવા-પીવાનો ખર્ચો વગેરે, અને દર્શન થાય જ નહિ છતા લોકો આનદ માણે છે. અને આવા પવિત્ર સ્થળો પર મંદિરની આસપાસ એટલી બધી ગંદકી હોય છે કે ડર લાગે કે કઈ માંદા ના પડી જાય. પવિત્ર નદીમાં માણસો પગ ધોવા જાય પણ બહાર નીકળે ત્યારે પગ ખરાબ થઇ ગયા હોય એ જ છે આપની પવિત્ર સ્થળની વિશિષ્ટતા. પાપ કદાચ ધોવાય જતા હશે એટલે લોકો જતા હશે. અમુક મંદિરમાં દૂધ ચડાવવા ભક્તો સવારથી આવી જાય છે અને પછી આખો દિવસ ત્યાંથી એટલી વાંસ આવતી હોય છે કે શ્વાસ પણ લેવામાં તકલીફ પડે. આટલું બધો બગાડ કરવાને બદલે કોઈ ગરીબને એટલા લિટર દૂધ આપવામાં આવે તો તેની ખુશીથી જે આશીર્વાદ મળે તે ભગવાનના જ આશીર્વાદ સમાન હોય છે અને ભગવાન પણ ખુશ થાય.
આ ઉપરાંત આવી પવિત્ર જગ્યામાં દર્શનના નામે દૂધ ને ફૂલહાર ચડાવવાના નામે ,મનોરથ/પલનાના નામે,મોબાઈલ-પર્સના નામે ,બુટ-ચપલના નામે કોણ જાણે કેટ-કેટલા પૈસા વેરાય જાય છે. અમુક મંદિરોની બહાર પ્રસાદીના નામે રૂપિયા પડાવવાનો વ્યહાર થાય છે. ભક્તો દ્વારા અનેકગણું દાન આપવામાં આવે છે, તો શું પ્રસાદ વિના મુલ્યે ના મળવો જોઈએ. આપના મંદિરો અને ધાર્મિક સ્થળોએ પૈસા બનાવવાના કારખાના બની ગયા છે. ભક્તો દુનિયાભરના ખોટા કામ કર્યા પછી ભગવાનને અથવા તો એમના એજન્ટોને એમનો હિસ્સો આપી પોતાના પાપ ધોવાય જાય છે એવું માનતા હોય છે. એટલું જ નહિ મંદિરની અંદર પણ સન્મુખ દર્શન માટે પણ ૨૦/૨૫/100 કે તેનાથી પણ વધુ પૈસા લેવામાં આવે છે. અને ધાર્મિક સ્થળે ગયા પછી ભક્તો દ્વારા આવા ખર્ચને ગણકારવામાં પણ નથી આવતા.જે-તે મંદિરમાં તેના ભક્તો તેના ધર્મનું સીમાચિહ્ન સાથે રાખે/પેહ્રીને જાય તો વળી તેમાં તેને માટે અલાયદા સર્વિસ આપવામાં આવે છે. જેમ કે ચાંદલો/તિલક, ગલામાં કંઠી વગેરે.... સાબિત કરવા કે અમે તેના અનુયાયી છીએ. આ ઉપરાંત કોઈ નામાંકિત વ્યક્તિ આવે તો તેના માટે નિયમમાં ફેરફાર કરવામાં આવે છે. કલાકોની લાઇનમાં ઉભા રેહતા લોકો, તડકો-વરસાદ જોયા વગર ભક્તિભાવે દર્શન કરવા લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ૨ મિનીટના દર્શન થાય તો પણ ખુબ ખુશી અનુભવે છે, પોતાને ધન્ય માને છે. અને આપના દેશના starવગર શ્રદ્ધા-ભક્તિ ખુબ સારી રીતે દર્શન કરી શકે છેઅને આ starને જોવા માટે પણ મંદિરમાં લાઇન લાગે છે, અને તેમાંથી ઘણા ભગવાનના દર્શન પણ કરતા નથી. આ છે આપની ભગવાન પરની શ્રદ્ધા.ઘણાનાના-મોટા રોજ મંદિરે જતા હોય છે અને એમ કહે કે ત્યાં થોડી વાર બેસવું જોઈ, ત્યાં ભજનના નામે બેસે છે પણ ખરેખર ભજન તો ૧૦/૧૫ મિનટ જ ચાલતા હોય છે બાકી તો શું એ સૌને ખબર છે, હા એ જ પંચાત અને કુથલી.
અમુક ધર્મમાં સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે, તેને મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે ત્યાં અંદર જવાની મનાઈ હોય છે, તે ભગવાનની ભક્ત હોય, ચુસ્ત હોય તો પણ સ્ત્રી છે એટલે ન જઈ શકે. કોઈ પુરુષ ગમે તેટલા ખરાબ કર્યો કરતો હોય, શરાબી હોય, ખુન-ગુના કરતો હોય પણ તે જઈ શકે છે. આ તે કેવો ન્યાય. પવિત્રતા/ચોખાઈ મનની હોવી જોઈએ જાતિની નહિ. પુજારી દ્વારા એવું કેહવામાં આવે છે કે સ્ત્રીનું મોઢું પણ જોતા નથી.(કદાચ જાહેરમાં સાચું પણ હોય)તેને સ્પર્શતા પણ નથી, શા માટે આવું? પોતે સ્ત્રી થકી જ આ દુનિયામાં આવ્યા છે એ ભૂલવું ન જોઈએ. અને તેનો પણ સંસાર હોય એવા અનેકના નામ સંભાળ્યા છે, ભગવાનનું કામ કરવું અને પાપ કરવું તો પણ તે ભગવાનનો પુજારી. આમ તો અમારા ઘરમાં બધા ભગવાનને સમાન માનવામાં આવે છે, પછી તેમાં મતભેદ નથી રાખતા અને ઘણી વાર મંદિર પણ જાય છે. મંદિર નો વિરોધ નથી પણ મંદિરના નામે થતા ગેરવ્યવહાર સહન નથી થતા. ભક્તોની લાઈન ઓછી લાગતી હોય માટે મંદિરની બહાર ભિખારીની પણ માંગવાની લાઈન લાગી હોય છે, આવતા જતા ભગવાનના આશીર્વાદ મળે કે ના મળે, પણ ભિખારી(તેમના મધ્યસ્થી) જરૂર કેહ્શે ભગવાન તમારું ભલું કરશે કઈ ખાવાનું/પૈસા આપો ને.
ભગવાન તમારું ભલું કરે |
અરે.... મને પૂછવાનું મન થાય કે ભગવાન તમારથી કેમ શરૂઆત નથી કરતા. આપને ત્યાં દરેક ભગવાનના વાર મુજબ તેને પૂજવામાં આવે છે, જેમ કે હનુમાનદાદાનો શનિવાર, આશાપુરમનો મંગળવાર, વગેરે...... અને ભિખારીને પણ આની ખબર હોય છે એટલે તે દિવસે સવારથી જ લાંબી લાઇન લાગી જાય છે. સોમવારે એક મંદિરે તો મંગળવારે બીજા મંદિરે આવી જ જાય છે. અને ભક્તો દ્વારે તેમને નાનું-મોટું દાન પણ કરવામાં આવે છે. આ છે આપના લોકોની ભકિત.
No comments:
Post a Comment