Monday, May 16, 2011

બાળકોના ડાન્સ શો /રીયાલીટી શો


આજ-કાલ હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે દરેક માં-બાપ પોતાના સંતાનને કોઈને કોઈ ક્ષેત્રમા માહિર બનાવવા માંગે છે. પછી તેમાં બાળકનું બાળપણ છીનવાઈ જાય, તો પણ સ્કૂલ અને વિવિધ વર્ગો ફરજીયાત બની ગયા છે. જો બાળકનો નંબર આવે તો તેને આકરી સજા પણ આપવામાં આવે છે. ટી.વી ચેનલ પર  આવતા વિવિધ શોમાં આપને જોઈ શકી છી માત્ર - વર્ષના છોકરા ગીત ગાવા આવે છે, ડાન્સ કરવા આવે છે અને કેહતા હોય છે કે હું - વર્ષનો હતો/હતી ત્યારથી બધું શીખું છું. બાળકને ગીતનો મતલબ પૂછવામાં આવે તો શરમાય જાય અને કહે મને ખબર નથી, છતાં પણ સુંદર રીતે પરફોર્મ કરતા હોય છે. જો હરીફાઈમાંથી બાળક બહાર ફેકાંય જાય તો તેની સાથે આવેલા માં-બાપ ત્યારેને ત્યારે રડવા લાગે છે, બાળકને પ્રોત્સાહન આપવાને બદલે પોતે નીરસ થઇ જાય છે. બાળકને બે શબ્દો બોલવાના કહે તો બાળક બોલે છે મમી-પપ્પાI AM SORRY, હું તમારી ઈચ્છા પૂરી નથી કરી શક્યો, અને રડવા લાગે છે. માં-બાપ તેના પર નાનપણથી એટલું બધું દબાણ કરતા હોય છે કે સંતાનને કાયમી વસવસો રહી જાય છે, તે જીતી શકયા.મોટા થઇને પણ તે અમુક વસ્તુ ભૂલી શકતા નથીઆવું આપના જાણીતા ભારતીય સ્પોર્ટ્સમેંન સાથે પણ થયલું છે

એટલું નહિ બધા શો ખાસ કરીને ડાન્સ શો, જેમાં બાળકોને જે ગીત પર અને જે રીતે ડાન્સ કરાવવામાં આવે છે તે જોતા એમ થાય છે કે આપની જનરેસન આપના હાથમાં નહિ રહે. ફિલ્મમાં મોટા દ્વારા થતા દ્રેશિંગ (સેકસી કપડા ),  તેવો ડાન્સ કે તેનાથી વધારે જોરદાર ડાન્સ કરે છે. મુની બદનામ જેવા ગીત પર ડાન્સ કરે છે અને માં-બાપ તાલી પડતા હોય છે. આજ-કાલ ડાન્સ શોમાં ડાન્સ કરતા લીફટીંગ વધારે જોવા મળે છે. ૧૦-૧૨ વર્ષના છોકરા પણ તે વયની છોકરીને ઊંચકી ને ડાન્સ કરે છે, જાણે લીફટીંગ વગર ડાન્સ થઇ શકે એવી રીતે જજ પોતાના મંતવ્ય જણાવતા હોય છે. અમેં અમારા સબંધીને ત્યા ગયાત્યારે આવો એક શો ચાલુ હતો તેમાં બાળકની માં ડાન્સ પૂરો થયા પછી બોલતી હતી કે હું ખુબ ખુશ છૂ કે મારા દીકરાએ ખુબ સારું પરફોર્મ કર્યું અને તે છોકરીને લીફ્ટ કરી છતાં પણ તે સારું કરી શક્યો, મારી ઈચ્છા હતી કે એકવાર તે છોકરી સાથે રીતે ડાન્સ કરે, I proud of you my son . અને તાળીનો વરસાદ ચાલુ થઇ ગયો શું છે આપની પ્રોગ્રેસ્સ? રીતનું વાતાવરણ બાળકોની માસુમિયત છીનવે છે. અવાર-નવાર છાપામાં આવે છે કે ૧૫-૧૬ વર્ષના છોકરાનું છોકરી સાથે શારરિક સંબંધને લીધે છોકરી/છોકરાનો આપઘાત. ( વાર તો એવું પણ વાંચેલું કે સગા ભાઈ બહેન શો જોતા પોતાનો કંટ્રોલ ગુમાવી બેઠા અને તેની બહેન સાથે સબંધમાં એક દીકરાનો જન્મ થયો) નાની વયે ખોટા નીર્યનો લેવાય જાય છે અને ત્યારે માં-બાપને પસ્તાવો થતો હોય છે કે આપના સંતાન આપના હાથમાં નથી રહ્યા પણ આમાં વાંક કોનો?

ડાન્સ ગ્રૂપમાં કરે કે એકલા પણ આપની સંસ્કૃતિને શોભે તે રીતે કરવા જોઈ. આપને વેસ્ટર્ન કલ્ચરને અપનાવો જોય પણ આપની સંસ્કૃતિ, આપના સંસ્કાર કલંકિત થાય તેની કાળજી રાખવી જોઈ. આજની આપની ફિલ્મો/ટી.વી. શો, નેટ વગેરે પર આવતા દ્રશ્યો, માહિતી બાળકોને કરવાનું કરવા પર વધારે પ્રેરે તેવા હોય છે. બાળક એકલા પોતાના રૂમમાં સ્વતંત્રતા ધરાવે છે એટલે બધું જોવે છે અને કરવાનું પેહલા શીખે છે. આજની આધુનિકતા બાળકોની માં-બાપ સાથે નિકટતા ઓછી કરી નાખી છે. એક-બીજાની દેખાદેખીમાં આંધળું અનુકરણ આંધળા બનાવી દે તેનું ધ્યાન રાખવું જોઈ

No comments:

Post a Comment