Sunday, May 15, 2011

બનાવટી માણસો

કાલે છાપામાં વાચવા મળ્યું કે ૫ દુકાનમાં બનાવટી ૧૦ કિલો ઘી મળી આવ્યું અને તેની પાસેથી દંડ લેવામાં આવ્યો. પણ બીજું શું કર્યું? કઈ નહિ... ૧ અઠવાડિયા પછી પાછુ વેચાણ ચાલુ થશે અને ૧ વર્ષ પછી પાછુ ચેકિંગ, 500/૧૦૦0 નો દંડ અને ફરી ધંધો સારું. પણ અહી તો વેપાર છે, વેપારમાં બનાવટી વસ્તુનો નિકાલ કરી શકાય છે, તેનો ઉપયોગ અટકાવી શકાય છે. પણ આજે માણસો બનાવટી બની ગયા છે તેનો શું? 

કોઈને ત્યાં લગ્ન હોય અનેક લોકોને આમંત્રણ આપવામાં આવે, લગભગ બધા આવે જ, કોઈ નાની-મોટી ગીફ્ટ નો  પણ વ્યવહાર થાય. ઘણી વખત પોતાને આવેલી ન ગમતી ગીફ્ટ આપી દે અને બોલતા હોય છે આપને તો ઘરમાં જગ્યા થઇ ને, આપને ક્યાં એવા સબંધ છે આ તો જવું પડે એટલે....અને હસતા હસતા, ખુબ સુંદર રીતે પ્રસંગમાં જાય જાણે પોતાને જ સૌથી વધારે ખુશી હોય તેવો દેખાવ કરતા હોય છે. કુટુંબમાં વર્ષોથી સબંધ પણ ન હોય પણ ભાઈ/બહેનની દીકરીની વિદાય થતી હોય, વહુના કંકુ પગલા થતા હોય ત્યારે સલાહ-શિખામન આપવા આગળ આવી જાય  પોતે સારા હોવાની બનાવટ કરે અને જે દુરના હોય તેમને તો લાગે કે પેલા 'એ' અને 'બી' કેટલા સારા છે, પણ એ તો ઘરનાને જ ખબર કે કોણ સારું ને કોણ ખરાબ. દીકરા-દીકરીવાળા ઘણી વખત પોતાની શક્તિ કરતા પણ વધારે ખર્ચ કરે, દેણા કરીને પણ બીજાને સારું લાગે તેવું કરે. 

કોઈનું મૃત્યુ થયું હોય છાપામાં અવસાન નોંધ આપવામાં આવે કે અમારા બા/બહેન/ભાઈ/દીકરાનું અવસાન થયુ  છે અને કાલે ઉઠમણું છે એટલે ક્યારેય જોયા ન હોય, આજુ-બાજુના, ધંધા-નોકરી સાથે જોડાયેલ (મરનાર વ્યક્તિના અને ઘરના અન્ય સભ્ય) મોટાભાગની વ્યક્તિ દુખ થયું છે તે બતાવવા આવી જાય છે. મનમાં બોલતા હોય કે આ તો જવું પડે એટલે, આપને શું એ મારી ગયા તો પણ. ઘણાને જોર-જોરથી બુમો પાડી દુખનો દેખાડો કરતા પણ જોયા છે. મરનાર વ્યક્તિના સગા પણ અન્યને કેહતા હોય કે 'અમને તેના વગર જરાય નહિ ગમે, ઘર ખાલી લાગશે, વગેરે...'પણ એકાંતમાં બોલતા હોય કે હાશ..હવે છુટ્યા. દુઃખમાં પણ બનાવટ.

શાળામાં પણ બાળકોને ભણતર ઉચકક્ષાનું મળે કે ન મળે પણ આજની શાળામ ભવ્યતા જરૂર જોવા મળે છે. બાળકોને ભણવા એ.સી. વર્ગો, એ.સી. બસ, વગેરે....અને ફી પણ વધારે. બાળકોને ભણવાની ફી કરતા બીજા દેખાડાની જ ફી હોય છે. અને માં-બાપ પણ રાજી થતા હોય છે કે મારો દીકરો/દીકરી સારામાં સારી શાળામાં ભણે છે. ભણે છે કે વૈભવશાળી જીવન જીવવા જાય છે. ડે સ્કુલમાં બાળકો આખો દિવસ રહે છે એટલે ઘરે માં-બાપ તેની રોજની પોતાની જવાબદારીમાંથી પણ મુક્ત બને છે કારણ કે ઘરે સ્કુલ બેગ તો લાવવાનું જ નથી હોતું. શિક્ષક દ્વારા ગોખણપટ્ટી શીખવવામાં આવે છે. પરીક્ષાલક્ષી સુત્ર બનાવી વાંચવાનું સહેલું બનાવે છે પણ મૂળ સિધાંત શીખવામાં આવતા નથી. પરીક્ષાલક્ષી જ પ્રશ્નો આપી દઈ એટલું જ ધ્યાન આપવાનું કેહવામાં આવે છે અને સારા માર્કથી પાસ પણ થઇ જવાય છે બાકી બીજું બધું ભગવાન જાણે. 

સાધુ-સંતો જાહેરમાં ભગવા કપડા ધારણ કરી, સાદગીના સંદેસા આપતા હોય છે. પરંતુ પાછલા બારણે પોતાની દુનિયા સામાન્ય માનસ કરતા પણ સારી રીતે ભોગવતા હોય છે અને એ પણ ભક્તોના પૈસે જ .થોડાસમય પેહલા જ પાડોશમાં એક પ્રસંગ દરમ્યાન જવાનું થયું, ત્યારે એક મહાન સંતને પણ આમત્રણ આપેલું હોય તે સંત પણ થોડી વારમાં પધાર્યા. લોકોને તેમનામાં ખુબ માન એટલે તેમન ચરણ સ્પર્શ માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા, અને ભેટ ધરી આગળ જતા હતા પરંતુ મેં જોયું કે તે સંત આશીર્વાદ દેવાને બદલે કોઈની સાથે ફોનમાં વ્યસ્ત હતા. આ તો મારા જેવાને જ દેખાય, ભક્તને નજર ન આવે તે પણ હકીકત છે. લોકોને ઉપદેશ આપનાર સંતના તેની પત્ની સાથે છૂટા-છેડા થઇ ગયેલા હોય, પુત્ર સાથે ન રહેતો હોય તો પણ જાહેરમાં ઘર-સંસારની આંખો ભીની થઇ જાય તેવી સુંદર વાતો કરતા હોય છે. ઉપદેશ આપતા હોય છે કે લગ્ન, કથા જેવા પ્રસંગ સાદગીથી કરી, તે પૈસા જરૂરિયાતવાળાને, કોઈ સેવાના કાર્યમાં વાપરવાનું જણાવે પણ પોતે ગૌરપદુના/ કથા વાંચવાના અનેકગણા પૈસા લે છે, આ ઉપરાંત તેને રેહવા-જમાડવાનો ખર્ચ તો જુદો જ હોય છે. તોપણ આપના જેવા લોકો આ બધું કરી છીએ. માનીએ કે ન માની, પણ સારા લાગવા, દેખાડો કરવાનું ચાલુ જ રાખી.

No comments:

Post a Comment