Tuesday, August 9, 2011

ભણતર અંગે ૧ દીકરીની વ્યથા

૧ દીકરીના કોલેજનો આખરી દિવસ હોય છે અને ત્યાં એક ફંકશન રાખેલું હોય છે, નાના-નાના કાર્યક્રમ પછી જે કોઈને કઈ બોલવું હોય તે પોતાના વિચારો રજુ કરે. સામાન્ય રીતે સૌ પોતાના કોલેજ દિવસો ત્યાં કેવા રહ્યા, પરીક્ષા અને શિક્ષક વિષે જ બોલે પણ એક વિદ્યાર્થીને વર્ષોથી જે પ્રશ્ન મુંઝવતો હતો તે તેને પોતાના સાથી મિત્રો સમક્ષ રજુ કર્યો. તેના શબ્દો...
આજે દુનિયાના દરેક ક્ષેત્રમા નારીએ પોતાની ઓળખ મેળવેલી છે, પછી તે લશ્કરમા હોય કે પાયલોટ તરીકે, શિક્ષક હોય કે વકીલ. પરંતુ આપને ત્યાં મોટાભાગના લોકો સ્ત્રી શીક્ષણને યોગ્ય ન્યાય નથી આપી શક્યા. મા-બાપ તેની દીકરીને ભણાવતા થયા છે, એટલું જ નહિ સારામાં સારું ભણતર મળે તે માટે સારી શાળા-કોલેજમાં એડમિશન લે છે અને તેના માટે પૂરતા પૈસા પણ વાપરે છે. અમુક મા-બાપ પોતાના શહેરમાં અમુક અભ્યાસક્રમની સગવડતા ન હોય તો બહારગામ પણ ભણવા મુકે છે અને સારી ડિગ્રી અપાવે છે પણ જયારે તેનું ભણતર પૂરું થાય અને દીકરી નોકરી માટે વાત કરે ત્યારે શરુ થતી જુદી-જુદી વાસ્તવિકતા.
* કહે બેટા ‘ના’. તે કહે બેટા આપને કયા એવી જરૂર છે. શાંતિ ઘરમાં રહે, તારી મા ને ઘરમાં મદદ કર, ઘરના કામકાજ શીખ હવે તો થોડા સમયમાં તારા લગ્ન થશે તો થોડા દિવસ અહી આરામથી રહે. સાસરિયા હોય કે  માવતર તેમના માટે સ્ત્રી એટલે પતિની અર્ધાગીની, તે કહે/ચાહે તે કરવાનું, પેહરવાનું,પોતાની ઈચ્છા/શોખનો ત્યાગ કરવાનો. સસરાના નીતિ-નિયમો અપનાવવાના અને તેના ઘરમાં જ સુખી થતા શીખવાનું, હા-ના નહિ કરવાનું(પોતાનું દિમાગ બંધ કરીને રેહવાનું).
* હા બેટા તારે નોકરી કરવી હોય તો કર ને, તારા મા નું શરીર સારું ચાલે છે અને તે ઘરનું બધું કામ કરી શકે છે. ઘરમાં બેસીને પણ તું આખો દિવસ શું કરીશ અને નવરા બેઠા તને કંટાળો આવશે તેના કરતા નોકરી કરતો તારો સમય પણ જાય અને બે પૈસા પણ મળે એમાં કઈ ખોટું નથી. અને તારા લગ્ન પછી જો તારા ઘરના હા પાડે તો કરવાની અન્યથા ઘરમાં મદદરૂપ થવાનું.
* ૧ દીકરી ગ્રેજુએટ થઇ ગઈ હતી તેને આગળ ભણવાની અને નોકરી કરવાની ઈચ્છા હતી પણ મા-બાપે ના પાડી. આપની જ્ઞાતિમાં દીકરી બહુ વધારે ભણે તો સારો છોકરો જલ્દી ન મળે, હવે નથી ભણવાનું. ઘરમાં જ રેહવાનું અને ઘરકામ શીખવાના. જ્ઞાતિમાં બધા ધંધાવાળા જ છે અને જો દીકરી નોકરી કરે તે ખબર પડે તો એમ થાય કે આ લોકો મુક્ત વિચાર ધરાવે છે, છોકરી વધારે છુટછાટવાળી હશે અને ઘરનું કામ નહિ કરે. લગ્નમા પણ મોડું થાય એટલે હવે તારે એ કઈ નથી કરવાનું.
* દીકરી બી.કોમ, એમ.કોમ, એમ પાંચ ડિગ્રી મેળવી. કારણ?..દીકરીનું વેવિશાળ થતું ન હતું, કોઈ સારી વાત આવે પણ નકી ન થાય અને દીકરી એકને એક વાતથી કંટાળી ગઈ હતી, ઘરમાં ભાભી અને મા અને પોતે ૩ હતા એટલે ઘરનું બધું કામ જાતે કરતા પણ સમય વધતો એટલે શું કરવું? પૈસાવાળા હતા એટલે પિતાની ઈચ્છા ન હતી કે દીકરી નોકરી કરે, કોઈ વિચારે કે આને શું જરૂર છે તો દીકરીને નોકરી કરાવે? અને ૩/૪ હજારની નોકરીમાં શું હેરાન થવું. એટલે દીકરીને ભણાવે રાખી. શું ઘરની બહાર નીકળવા માટે ભણતર છે? આપની સરકાર કહે છે ને દીકરીને ભણાવી જ જોઇએ. આ છે આપની સરકારને સાબિત કરવાવાળા. દીકરીના ઘણા વર્ષે લગ્ન થયા પણ તે અત્યારે માત્ર હાઉસવાઇફ જ છે. ભણતર જરૂરી છે પણ આવું ભણતર? ટાયમપાસ માટે ભણતર? વાહ વાહ...
મા-બાપ શા માટે ભણાવે છે? તેની દીકરીને વકીલ, ડોક્ટર, સી.એ.ભણાવે કરાવે છે, તેની પાછળ ખુબ મેહનત કરે, ઘણા ખર્ચા કરે. પોતે જાગીને પણ ભણાવે પણ અંતે શું? તેને માત્ર હાઉસવાઇફ તરીકે જ રેહવાનું? આજે એવી ઘણી સ્ત્રી છે જે ઉંચી ડીગ્રી ધરાવે છે છતાં ઘરમાં રહી બે સમયની રસોઈ અને સંતાનને સાચવે અને બોલતી હોય કે મગજ તો સાવ કટાય જ ગયો છે, છોકરાને પણ  કઈ  શીખવી નથી શકતી તો કોઈ કહે ઘરના કામ અને વ્યવહારમાંથી સમય જ નથી મળતો તો છોકરાવને કેવી રીતે ભણાવવા એટલે ટયુશનમાં મોકલી આપે. મા-બાપ ઈચ્છે કે પોતાની દીકરી સારી જગ્યાએ નોકરી કરે પણ છોકરાવાળાના વિચારો શું હોય.
* એક છોકરો જે કોર્પોરેટમા નોકરી કરતો હતો,ઉંચો હોદો હતા, સારો પગાર હતો. કંપની તરફથી બંગલો અને ગાડી આપવામાં આવ્યા હતા. તેની પસંદ એવી છોકરીમાં હતી જે સારું ભણેલી હોય, તેની સાથે બેસેતો સુંદર લાગવી જોય, પણ માત્ર ઘર ચલાવે તેવી ઈચ્છા. અને તેને તેવી છોકરી પણ મળી ગઈ! હા છોકરી સી.એ. છે પણ તે માત્ર હાઉસવાઈફ બનીને રેહવા તૈયાર છે, તેને પણ હરવું-ફરવું ગમે એટલે તેનો પતિ ગામમાં ન હોય, ઓફિસમાં મોડું થાય તેમ હોય ત્યારે તે પોતાની રીતે હરે ફરે, શોપિગ કરે.... આ જે આપને ત્યા ભણેલા સ્ત્રીના વિચાર...
* છોકરી ડોક્ટર હતી અને તેને ભણતી વખતે જ તેને સાથી મિત્રના મિત્ર સાથે પ્રેમ થયો. છોકરી અને છોકરા બનેના માતા-પિતા તેના લગ્ન માટે રાજી હતાપણ છોકરાવાળાની શરત હતી કે છોકરી અહી આવી પોતાની પ્રેક્ટીસ કે નોકરી કઈ નહિ કરે કારણ કે અમારે પૈસાની કોઈ જરૂર નથી, જો એ નોકરી કે પ્રેક્ટીસ કરે તો સમાજ કેહ્સે કે તેના પૈસાની જરૂર નથી છતાં વહુ પાસે આ કરાવે છે. અને છોકરી તેમજ તેના પરિવારે કોઈ આનાકાની વગર હા પણ પાડી દીધી. વાહ ડોક્ટર મેડમ... તમારી ડોકટરી.
*મધ્યમવગીય કુટુંબ હતું, દીકરો ૧૦ પાસ હતો અને ઘરના ધંધો જ ચલાવતો હતો. દીકરાના લગ્ન કર્યા, વહુ લગ્ન પેહલા એક લેબોરેટરીમા કામ કરતી હતી પરંતુ તેને લગ્ન પછી બહાર આ રીતે કામ કરવાની ના હતી અને તે લોકો એ રાજી-ખુશીથી હા પણ પાડી હતી. પરંતુ લગ્નને ૧ વર્ષ બાદ ધંધામાં આર્થિક મંદી આવી અને ઓછી આવકમાં ઘર ચલાવવું મુશ્કેલ પડતું ત્યારે વહુએ કહ્યું કે હું પછી નોકરી ચાલુ કરું તો કહે ના. અમારા એટલા નબળા નથી કે વહુ પાસે કામ કરાવી અને રોટલાખાય એવા અમારા દિવસો નથી. શું છે આપનું આ ભણતર. દીકરીને ભણાવી-કેળવી પણ શુ ઘરમાં જરૂર પડે ત્યારે પણ મદદરૂપ ન થઇ શકે?
 *૧ કપલ કોર્પોરેટમાં નોકરી કરે છે. પતિની નોકરીમાં ઉંચા હોદા પર છે અને આવક પણ સારી છે. ઘરમાં છોકરાના પિતાની પણ આવક છે. આર્થિક રીતે કોઈ તકલીફ નથી. વહુ પણ કોર્પોરેટમાં નોકરી કરે છે અને સારી આવક છે પરંતુ કુટુંબમાં ને બહાર લોકોને સંભાળતા બોલે છે આમ તો તમારે પૈસાની/આર્થિક જરૂર તો નથી. આ તો તમે ટાયમપાસ માટે કરો છો ને? ન કરો તો પણ કયાં તકલીફ છે. શું છોકરીના કે તેના માવતરના કોઈ સપના ન હોય? તેને કોઈ પોતાની ઓળખ મળે તેવી ઈચ્છા ન હોય? અને આવું બોલનાર પણ એક શિક્ષિતવર્ગ જ છે.
આજે ઘણા લોકો વહુને લગ્ન પછી ભણવા દે છે જે આપના સમાજ માટે એક સારી વાત છે. પણ અગાઉ મુજબ માત્ર ભણતરથી શું ફાયદો? ડીગ્રીનું મહત્વ તો જ છે જો તેનું વળતર મલે, તેનો સદુપયોગ થાય. આ વહુને કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુંમા સારી કંપનીમાં તક મળે છે પણ તેના પતિ સહીત ઘરના બધા ના પાડે છે. અરે.. આ શું? એક રીતે એવું લાગે કે તમે સમજુ છો પરંતુ તમે પણ બીજા જેવા જ! આપણને લાગે કે શિક્ષિત વર્ગના વિચાર ઓછુ ભણેલા કે અભણ લોકો કરતા જુદા હોય, તે સમજુ હોય પણ આપને જોયું કે સી.એ. થયેલી છોકરી પણ ૧૦ પાસ છોકરાને પસંદ કરે છે, શું કોઈ વિચારમાં તફાવત નહિ પડતો હોય? શું આ વાજબી છે?
આજના યુગમાં સમાજમાં ભણતર, દીકરી અને વહુ અંગે સાચું મહત્વ સમજનાર એક કુટુંબ જોયું. દીકરો ડોક્ટર છે, વહુ પણ ડોક્ટર છે. બનેના લગ્ન થયા અને ૨ મહિનામાં જ બને માસ્ટર ડિગ્રી મેળવવા જુદા-જુદા રાજ્યમાં ભણવા ગયા. અને બને એ સારી રીતે પાસ થયા એટલું જ નહિ, ત્યારબાદ પણ ભારતમાં માત્ર ૬-૭ ડોક્ટર પાસે જે ડિગ્રી છે તેવી ડિગ્રી મેળવી અને અત્યારે બને એક જ હોસ્પિટલમાં સારા પગારથી નોકરી કરે છે. ૫-૬ વર્ષ બને જુદા રહીને ભણ્યા અને ભણ્યાબાદ પણ તેનું વળતર મેળવે છે. જે પૈસા ભણતર પાછળ ખર્ચ્યા અને જે સમય ભણતરને આપ્યો તેનું સાચું પરિણામ મેળવે છે. વહુના સાસુ-સસરા એ પણ પુરતો સહયોગ આપ્યો કહે ના બેટા તું પણ આગલા ભણ ને તારી કારકીરદી બનાવ. આપના સમાજને આવા જ  માણસોની શોધ છે એજ સાચા અર્થમા વહુ-દીકરી વચે ભેદ ન રાખે. પતિ પણ વહુની ઈચ્છા-મહત્વાકાંક્ષા સમજી તેને હાસિલ કરવા મદદરૂપ થાય અને સ્ત્રી પણ પોતાની જવાબદારી સાથે પોતાની ઓળખ મેળવવામાં કામયાબ થાય. આવા લોકો જ પોતાનું, કુટુંબનું અને દેશનું નામ કરે છે અને વાસ્તવમાં ભણતરનો મહિમા સમજાવે છે. આર્થિક જરૂરિયાત હોય કે ન હોય દરેક સ્ત્રીએ પોતાની આવક બનાવી જોઇએ.
આ વિદ્યાર્થીની વાત સાંભળી ઘણી છોકરી નકી કરે છે કે ના આપને આપના પગભર બનીશું, કુછ કર કે દિખાના હૈ. ખેર પછી શું થાય છે તે હવે ખ્યાલ આવશે.અને આ માટે શાળા ને કોલેજના શિક્ષકો દ્વારા તેને સાચું માર્ગદર્શન આપવું જોઇએ માત્ર IMP પ્રશ્નોના સવાલ -જવાબ શીખવવાને બદલે, બે પૂઠાની બહારનું જ્ઞાન પણ આપવું જોઈ.

No comments:

Post a Comment