Wednesday, August 10, 2011

વ્રત શ્રદ્ધા-અંધશ્રદ્ધા


આપને આમ તો આપની જાતને આદુનિક માનીએ, પરંતુ આપને આપના જુના રીત-રીવાજો, પરંપરા પકડીને જ બેસી છીએ. ગુજરાતમાં ને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં હજુ ઘણા પરંપરાને જડ રીતે માને છે. તેઓ બીમાર પડે એટલે ડોક્ટરને બદલે ભુવા પાસે પેહલા જાય છે, દેશી દવાને બદલે દોરા-ધાગામાં વધારે માને છે. ઘણી વખત વિચાર આવે કે શું આપને ૨૧મી સદીમાં જ જીવી છીએને? સ્ત્રીઓ વ્રત પણ કરે રાખે છે, તેનું મહત્વ સમજે કે ન સમજે વ્રત કરે અને કરાવડાવે. અસાઢ-શ્રાવણ મહિનો એટલે  એટલે સ્ત્રી માટે વ્રતનો મહિનો. ૧૮-૧૯ વયની છોકરી થાય એટલે તે જયા પાર્વતીનું વ્રત કરે, તે પણ ૧/૨ વર્ષ નહિ પણ ૫ વર્ષ કે તેનાથી પણ વધુ કરી શકે અને આ વ્રત સાસરે ગયા પછી જ ઉજવી શકાય!!!!!! એટલે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી વ્રત કરે રાખવાના. કોઈએ આ વ્રત લીધું હોય અને તેના લગ્ન મોડા લખાયા હોય તો એટલે કે ૩૦/૩૧ વયે તેના લગ્ન થાય તો ત્યાં સુધી તેને આ વ્રત કરવાનું. કેહવાય છે કે આ વ્રત સારો પતિ મળે તેના માટે કરાય છે, જેને નથી કર્યા તેને શું સારો પતિ નથી મળતો? અને કરે છે તે બધાને શું સારો પતિ મળે છે? તો પછી શા માટે આ વ્રત? અને વ્રત કેમ છોકરા નથી કરતા?શું તે આવું નથી માનતા? છોકરીઓ સારી જ હોય એટલે પુરુષને માટે આ વ્રત નથી? છોકરા સારા મળવા બહુ મુસ્કેલ છે એટલા માટે આ વ્રત સ્ત્રી કરે છે? અરે! જે છોકરી લગ્ન પેહલા આ વ્રત નથી કરતી તેને ઘણા સસરાવાળા આ વ્રત લગ્ન પછી લેવડાવે છે. છોકરો સારો મળે પણ કુટૂબ સારું મળે તેના માટે શું કરવું? એવા ઘણા કિસ્સા છે જેમાં સ્ત્રીએ જયા પ્રવાતીનું વ્રત કરેલું હોય અને તેને સારો પતિ ન મળ્યો હોય (કમાતો ન હોય, દારૂડિયો હોય વગેરે) અને ઘણી સ્ત્રી એવી છે જેમને આવા વ્રત નથી કર્યાં પણ સારો પતિ મળ્યો છે જે તેને સમજે છે, ચાહે છે.૮-૧૦ વયની છોકરીઓ મોરાવ્રત કરે, મોરૂખાયને જ પાંચ દિવસ રેહવાનું. પૂજા કરવા જાય ને જાગરણ કરે. જાગરણમાં જાગરણ કરવાવાળા કરતા ઉજાગરા કરવાવાળાની સંખ્યા વધારે હોય. 

આ ઉપરાંત એવરત-જીવરત નું વ્રત, નાગપાંચમ, બોળચોથ, સીતલા સાતમ વગેરે, વગેરે, કોઈ વ્રતમાં મોરું ખાવાનું તો કોઈ માં ઠંડુ ખાવાનું, કોઈમાં ફરાર જ કરવાનું તો કોઈમાં ચપ્પુથી સુધારેલું નહિ ખાવાનું. આ બધા વ્રતનો મહત્વ જે હોય તે પણ શા માટે સ્ત્રીને જ કરવાના?આપને ત્યાં વીરપસલી કરવામાં આવે છે તેમાં ભાઈ તેની બહેનને જમવા બોલાવે છે અને કોઈ ભેટ-સોગાદ આપે છે, અને ભાભી તેની  નનદને હળદરમાં બોલી સાત ગાઢવાળો દોરો બાંધે. પણ જ્યાં સુધી આ દોરો ન જમાડાય ત્યાં સુધી ભાભીએ ભૂખ્યું રેહવાનું(અલબત હવે ઘણા લોકો ફરારી નાસ્તો કરે છે). ભાઈ-બહેનનો પ્રસંગ, નામ ભાઈનું અને કરવાનું સ્ત્રીએ? શા માટે પુરુષ પણ આ રીતે વ્રત ના કરે? સાતમને દિવસે કહે ઘરમાં તવા પર લોઢી-તાવડી ન મુકાય એટલે આગલે દિવસે જ રસોઈ બનાવી લે, પેલા ફરસાણનો ધંધો છે તે શું કર? તે તો મુકવાના જ છે, ઉપરાંત ઘરના પુરુષ પણ બહાર ને ઘરમાં ગરમ ખાઈ શકે, માત્ર સ્ત્રી નહિ?શા માટે આવું? કોઈ આવા રિવાજને શ્રધાથી માને  છે તો કોઈ આને અંધ્શ્રાધા કહે છે. કોઈ આ વ્રત પરાણે કરે છે, પણ પરાણે પ્રીત બંધાય? ઘણી સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે બોલતી હોય છે કે હવે મારાથી આ વ્રત નથી થતા હો,એટલે મારી વહુ જ કરે છે. હવે ન કરો તો ચાલે અને પેહલા ન કરો તો ન ચાલે? આ તો સગવડીયો ધરમ થયો.વહુને આ કરવું નથી ગમતું, તેનાથી પણ ભૂખ્યું નથી રેહ્વવાતું, છતાં તેને કરવાનું. શું આને રીવાજ કેહવાય? માન્યતા કેહવાય? શ્રદ્ધા કેહવાય? કોઈ સ્ત્રી દસામાંના વ્રત કરે, એટલે દસ દિવસ આ વ્રત કરવાનું અને ૫ વર્ષ થાય એટલે બેવડાવવાનું, એટલે કે ૧૦ વર્ષ કરવાના! બોળચોથની વાર્તામાં કઈ એવું છે કે કોઈ વહુએ વાછરદાને પીસી નાખ્યો, તેની સાસુએ કીધું કઈ ને તેને સંભાળ્યો કૈક અને પછી સાસુ ઘરે આવતા વાત  ખુલી થઈ, સાસુ-વહુ અફસોસ કરે અને થોડીવારમાં ગાય જીવિત થાય એટલે આ દિવસે બધી સ્ત્રીઓ ધારવાળી વસ્તુથી શાક ન કાપે., તે દિવસે ગાયની પૂજા કરે અને તેને થાળી ભરીને અન્ન આપે. ૩૬૪ દિવસ ગાયને એઠવાડ આપે અને એક દિવસ ગાયની પૂજા કરી અન્ન આપે. આ કેટલું વાજબી છે?નાગપાચમમાં એકદિવસ અગાઉ સ્ત્રી કઠોળ પલાળી દે ને બીજે દિવસે નાગદેવતાની પૂજા કરવા જાય, દૂધ ચડાવે, ચુનડી ચડાવે વગેરે... પણ એક ઘરમાં આ દિવસે નાગદેવતાની પૂજા કરવા નથી જવાતું પણ આ કઠોળ ઘરમાં ચારે ખૂણે છાટવાનું. અરે અન્નને વેરાય?આમ તો આપના વડીલો કહેતા હોય છે કે અન્નનું અપમાન ન કરાય, નીચે ન નખાય અને આ તે કેવું કે તે દિવસે છુટ? ઘરમાં માં-બાપ સંતાનને હમેશા ભણવા-વાંચવા બેસવા માટે સતત સમજાવતા હોય છે, તોફાન કરે તો ગુસ્સે થાય પણ તેના જન્મદિવસે તેને અમુક છુટ આપે કે આજે તેના પર ગુસે નથી થવું, તેવું જ આપના વ્રતનું છે. આજે અન્ન વેરો કઈ પાપ નહિ લાગે, કઈ ખોટું નથી.

બાળક નાના હોય ત્યારે તેના વડીલને ઘણી વખત તેમને ટોકતા સાંભળ્યા છે કે તું શું કરે છે? કઈ કરતા પેહલા જરા વિચાર તો ખરી કે તું શું કરે છે? સ્ત્રીઓ જાગો, વિચારો.....તમે શું કરો છો? તમે જે કરો છો તેનો મહિમા સમજો છો? જે કરો છો તેમાં માનો છો? કે પછી આગે સે ચાલી આયી રીત વહી હમારી જીત?આ બધા વ્રત કે વર્ષો પેહલા જ શરુ થયા? હવેના યુગમાં કેમ કઈ વ્રતની શોધ નથી થતી? બોળચોથમાં વહુથી જ ભૂલ થઇ તેવી ભૂલ જો આ જમાનામાં થઇ હોય તો સાસુ-વહુ બને આમને સામને આવી જાય, ઘરના ભાગલા પડી જાય, અને આજ-કાલ ખૂનના ગુન્હા રોજ થતા હોય તેવામાં સાસુ-વહુ બેમાંથી કોઈ એકને ખૂનની ધમકી આપે તો કઈ નવાઈ ન લાગે. આ દિવસ ગામના બધા ભૂલી ન શકે પણ કોઈ વ્રત ન જ કરે. 
 

No comments:

Post a Comment