Sunday, September 25, 2011

શ્રાદ્ધ

શ્રદ્ધાથી કરવામાં આવે તેનું નામ શ્રાધ. આપના સ્વર્ગસ્થ વડીલના સન્માન અને ઓળખ માટે કરવામાં આવતી વિધિ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મથી આપના વડીલ કોણ હતા, તેઓ ક્યાં દિવસે અવસાન પામ્યા તેની ચર્ચા થાય છે. એટલે તેમનું  ગુણાનુવાદ  થવું જોઈએ અને તેમની યાદમાં કુટુંબ/બ્રાહ્મણ જમણ થાય છે. જૂની પેઢીના કુટુંબના બ્રાહ્મણ ગોર તેમના યજમાનોના કુટુંબની સારણી (આંબો) રાખતા તેથી યજમાને તેમની અગાઉની સાત પેઢીની માહિતી મળતી. આ પદ્ધતિ લુપ્ત થઇ જાય છે, પિતાનું નામ ટૂંકમાં લખવાની આદત પડી છે ત્યારે શ્રાદ્ધનો અર્થ રેહતો નથી. શ્રાદ્ધ અત્યારે નિયત દિવસે પિતૃ જેવું બનતું જાય છે. આ સમય મૃતકના નામ-કામ-પ્રગતિ-આબરુની ચર્ચા થતી, જે હવે જોવા નથી મળતું. જમવા આવેલ સૌ કોઈને મૃતકના પિતૃના નામની જાણ હોતી નથી, ફક્ત જમણવાર થાય છે ત્યારે બિચારો કાગડો તમારા પિતૃનું નામ યાદ રાખી છાપરા ઉપર ઉડાડેલ ખીર-દુધના લોન્દાને પિતૃ પાસે પહોચાડવાની કામગીરી કરશે. 

મૃતકને ૩ વર્ષ થાય ત્યારે પિતદાન-સરવણી કરીને તેને શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે અને ત્યારથી શ્રાદ્ધ કરવામાં આવે છે. પિંડદાન બનાવેલ દરેક પિંડ મૃતકના શરીરના ૧-૧ અંગના પ્રતિક સમાન  છે.યજુર્વેદ પ્રમાણે જીવાત્માનો પુનઃજનમ થાય છે તેના આધારે પિંડદાન થાય છે. આપનો સમાજ પુરુષ પ્રધાન હોયને પિતૃ એટલે પિતામહ તેવી ધારણા છે. પરંતુ સરવણી વખતે પિતાના પક્ષમાં પાંચ પિતામહ: અને માતૃપક્ષના પાંચ માતૃમાહને નામથી અંજલી આપવામાં આવે છે એટલું જ નહિ તે સમયે અવશાન પામેલ  પાડોશી તેમજ સ્વર્ગસ્થ મિત્રોને પણ અંજલી આપવામાં આવે છે. પિતામહ અને માતામાહના નામ યાદ ન હોય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ગંગા, જમના, સરસ્વતી બોલીને અંજલી આપવામાં આવે છે. શ્રાદ્ધમાં પિતૃને પાણી પીવડાવવાની પરંપરા છે તેની પાછળ  આ ક્રિયા ચાલુ કરનારનો ચોક્કસ હેતુ હશે જ. આ દિવસોમાં પીપળામાં પિતૃ આવીને આવી વસે તે તાર્કિક નથી. પરંતુ વર્ષ એકાદવાર પીપળાને પાણી પાયને વનસ્પતિ પ્રેમ જાળવવાના આશય માની શક્ય અને આ દિવસોમાં પીપળામાંથી નીકળતા કિરણો રજમાંથી આપના આરોગ્યનું રક્ષણ થાય છે. આપનો દેશ ખેતી પ્રધાન છે, ચોમાસાના દિવસોમાં ખેતી, વાવણી, નિંદામણ જેવી મજુરી કરીને શ્રમ થયો હોય છે અને તેની જે શારીરિક પોષણની ઉણપ ઉભી થાય છે તેની પુષ્ટિ માટે શ્રાદ્ધના દિવસોમાં પિતૃને યાદ કરીને સ્વાદિષ્ટ મીઠાઈ,લાડુ-ખીર, બાસુંદી જમાડવામાં આવે છે. જેથી મહેનત કરી માણસની પોષણની ખામી દુર થાય છે. આપને દરેકવાર તેહવાર કે ધાર્મિક પરંપરાગત ઉજવણીમાં આરોગ્યનો હેતુ પણ સમાયેલ  હોવાનું ગણી શકાય. પરંતુ અત્યારે આ બધું માત્ર એક ફોર્માલીટી જેવું થઇ ગયું છે. કોઈ પરાણે કરે છે તો કોઈ ડરથી...

શ્રાદ્ધપક્ષમાં પોતાના પૂર્વજોની તિથી પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ મા-બાપને, પિતૃને શા માટે શ્રાદ્ધના દિવસોમાં જ યાદ કરવા?તેમને સાચા દિલથી જ યાદ કરવા  હોય તો ગમે તે દિવસે શ્રાદ્ધ કરી શકાય. તે ઉપરાંત દર ૨-૩ મહિને, અમુક તિથી-વાર પ્રમાણે પણ ભેગા થઇ તેમની સ્તુતી કરી શકાય. આપણે ત્યાં શ્રાદ્ધની વિધીને બદલે ભોજનને જ મહત્વ આપવામાં આવે છે અને આજકાલ તો ફેશન છે કે શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ અને સબંધીને રેસ્ટોરન્ટમા જ જમાડી દેવાના! સમયની મારા મારી છે, ઘરે કંકાશ અને કામની ચિંતા છે એટલે આ બધું ચાલે. (બ્રાહ્મણને પણ હવે લાડવા ને બદલે બીજી મીઠાઈ ભાવે છે). જેમ બર્થડેમા બહાર જમવા ભેગા થાય એમ જ બધા અહી ભેગા થાય અને છૂટા પડે, પિતૃને ભૂલથી યાદ કરે. અરે હા, આ શ્રાદ્ધમા પણ સગવડીયો ધરમ છે, પિતૃની તિથી યાદ ન હોય તો અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ કરી શકાય. આ તે કેવું? શ્રાદ્ધ છે પણ તિથી યાદ નથી! કોઈ કુટુંબ/વ્યક્તિ હમેશા મુશ્કેલીમાં જ રેહતો હોય, દુખ અવારનવાર આવતા હોય ત્યારે કહે પિતૃ નડતા હશે, એટલે વિધિ કરાવી લો,ઘણા આવી વિધિ કરાવે છે અને બોલતા હોય છે કે જો પિતૃ નડતા હશે તો હમણાં આવશે, તો કોઈ કેહતા હોય છે કે પિતૃ નડતા હતાને એટલે વિધિ કરાવી. જીવતા સાચવ્યા નહિ, ત્યારે નડતર ને કળતર ગણાતા અને હવે સુખી નથી, પ્રગતિ નથી થતી ત્યારે તેમાં પણ દોષ પિતૃનો?અરે પિતૃ એટલે આપના વડીલ અને કોઈ દિવસ મા-બાપ અહિત ઈચ્છે?માં-બાપને તેમની હયાતીમાં સુખ-ચેન આપીએ નહિ અને તેમના અવશાન બાદ પિતૃ નડે છે તેમ કેહવું એટલે અવશાન પામ્યા બાદ પણ માતા-પિતા, વડીલો સામે ફરિયાદ જ કેહવાય.જીવતા જ તેમને સાચવ્યા હોય તો આવો પ્રશ્ન ન આવે. એ તો જે સંતાને તેમને તરછોડ્યા હોય તેમને આશીર્વાદ આપે છે કે તારા સંતાન તને સાચવે, અમારા જેવું ના થાય. પોત્ર/પોત્રીની સુખ-સમૃધી માટે પણ પ્રાથના કરતા હોય છે. ફરિયાદ એ કર્મકાંડીની વ્યવસાયિક આવડત છે. અને પેહલા ભૂલ કરો અને પછી માફી માંગવાની આ કેવી પ્રથા? જીવતી મા ને તરછોડે છે અને તેની જ હાજરીમાં બાપનું શ્રાદ્ધ કરે છે કે તમે કઈ હેરાન થતા હોય તો કહો, અમે વિધિ કરી તમને મુક્ત કરી, તમારી ઈચ્છા પૂરી કરી અને જો બાપ કહે કે તારી મા ને સારી રીતે સાચવજે તો શાયદ કેહશે અમે તેની પાછળ પણ આ શ્રાદ્ધની વિધિ કરી મુક્ત કરી દેશું અને અમે પણ મુક્ત થશું તમે તેની ચિંતા ન કરો. સામાન્ય રીતે જો કોઈના ભાઈ-બહેન, દીકરો-દીકરી કે અન્ય કોઈ પોતાનાથી કોઈ કારણસર એટલે કે લગ્ન થવાથી, ભણવા માટે, નોકરી માટે વગેરે,, તો તેમની ગેરહાજરીમાં સામાન્ય રીતે તેમને ભાવતી જમવાની વસ્તુ બનવાનું ટાળવામાં આવે, મા-બાપ કહે તેના વગર ગળે પણ ઉતરતું નથી, તેને બહુ જ ભાવે, અત્યારે ત્યાં શું ખાતા હશે? અહી જેવું તો ન જ થાય ને વગેરે...અને શ્રાદ્ધમાં ને મરણ પાછળ થતા જમાનમાં તેમની ભાવતી વસ્તુ બનાવવામાં આવે અને ગામ જમણ પણ થાય! આ દિવસે કાગવાસ કરવામાં આવે છે એટલે કે કાગડાને વાસ નાખવામાં આવે છે, કહે છે પિતૃ આવીને લઇ જાય છે. પિતૃ કાગના સ્વરૂપમાં આવે છે વગેરે.. સૌ પ્રથમ જો તે આપના પિતૃ હોય તો તે ચોરી છુપીથી કેમ આવે? અને આપણે તેને અગાસી પર કે મેદાનમાં વાસ નાખી દઈ? અરે કાગડો તો ગમે ત્યારે આવે ત્યાં સુધી વાસ-ખોરાક ખુલ્લો રહે,મતલબ પિતૃને ધૂળ-ધૂપથી ચડેલો પ્રસાદ આપવાનો! અને શબ્દો પણ સાંભળો..કાગને વાસ આપવાનો છે/આપવાનો બાકી છે તેને બદલે કાગને વાસ નાખવાનો છે/નાખવાનો બાકી છે/નખાઈ ગયો. અરરરર. આવા શબ્દો પિતૃ માટે!!!!!  સામાન્ય જનતા એવું માને કે સારા કામ આ દિવસોમા ન કરાય. શા માટે? કોઈને મકાનનો દસ્તાવેજ કરવો હોય, વાહન/સોનું લેવું હોય, સંતાનના સગાઇ-સગપણ કરવા હોય તો આ દિવસો ટાલે ળે છે; પરંતુ આ પિતૃના દિવસો ગણાય અને આ દિવસોમા જયારે તેમને યાદ કરતા હોય ત્યારે કોઈ સારું કામ કરી તો તે ખુશ થાય, તેમના આશીર્વાદ મળે તો પછી આ દિવસોને ખરાબ કેમ ગણવામાં આવે છે? 

પણ કાગડા ખરેખર ખુશ થતા હશે કે આ ગોલમાલ જમાનામાં પણ ક્યારેક તો ક્યારેક લોકો આપણને યાદ કરે છે, એકબીજાને જોઈને બોલવા લાગે આ લોકો આપણને  ખીર-રોટલી/પૂરી ખવડાવે છે. બધા કાગડા ભેગા થઈને કેહતા હશે કે થોડા દિવસ તો આપણને સારું સારું જમણ મળશે, so let’s party. કાયમી દિવસોમાં તો આપણને બોલતા સાંભળી જાય અને તેમાં પણ વહેલી સવારે તો ક્રોધ કરે, બોલે સવાર-સવારમાં આ કાગડો કાં-કાં કરવા લાગ્યો છે જરૂર આજે મહેમાન આવશે, અત્યારથી ટેન્શન આવી ગયું (આ જમાનામાં મહેમાન કોઈને ગમતા નથી ને) અથવા સવારથી જ બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લે જેને લીધે મહેમાનને પાછુ જવું પડે. & at the end of party might be they will say- Many many happy returns of the day. (બાર બાર એ દિન આયે,બાર બાર દિલ એ ગયે તુમ મરો હજારો બાર.. એ મેરી આરુઝુ – Happy Death To you, Happy Death to You…) & & & Happy bhadarvi ekam/bij/trij. Amas. See you next year. Miss u. 

સમાપનમાં એટલું જ કહી શકાય કે શ્રાદ્ધમાં શ્રદ્ધા છે.

No comments:

Post a Comment