Tuesday, October 18, 2011

માણસ/પંખી- મુક્તિ બંધન


કુદરતના ખોળામાં રમતા-વિહરતા પક્ષીને જોવાની મજા/તેનો અનુભવ જ કઇક અલગ હોય છે. ક્યારેક ઝાડ પર તો ક્યારેક પાણી પર બેસે છે, બિલકુલ નિર્દોષ હોય છે. કોઈ વાર ઝાડ પર તો કોઈ વાર ખુલા મેદાનમાં, કોઈ વાર તળાવ પર તો કોઈ વાર માળીયામાં પણ હમેશા ખુશ-મિજાજ જોવા મળે છે. કોઈના પર ગુસ્સો કરવાની, હુકમ કરવાની, બડાઈ કરવાની ભાવના તેમનામાં હોતી નથી. તેમને જોઈને જ તેમના પર પ્રેમ આવે તેવા હોય છે. મન મુકીને આકાશમા દૂર દૂર વિહરે છે, અને સાંજ પડે ફરી પાછા તેમના ઘરે આવી જાય છે. તેમનું ઘર પણ કેવડું? આપના ઘરમાં પાણીનું માટલું હોય તેનાથી પણ નાનું એમનું ઘર

અને તેમાં પણ પોતાના ૪-૫ બચ્ચા સાથે રહે છે, વધારે પૈસા કમાઈને મોટા બંગલા બનાવવાની ઈર્ષા નથી. તેમને પોતાનું ઘર બીજા કરતા નાનું છે કે મોટું તેની ઈર્ષા નથી, તેને કમાવાની કોઈ ઘેલછા નથી, બીજા કરતા પેહલા પહોચાવની રેસ નથી, બીજા કરતા પોતાના બચ્ચાને વધારે સારું ભણતર મળે-વધારે હોશિયાર બનવાની કોમ્પીટીશન નથી. કાશ આપણી માનવ જાત પણ આવી હોત!જેટલું છે તેટલામાં જ જીવે છે અને રમે છે. કોને ખરાબ લાગશે,કોને સારું તેની ચિંતા નથી હોતી. આજે શહેરમાં ઉંચા બિલ્ડીંગની સંખ્યા વધતી ગઈ છે, ઝાડ કપાતા જાય છે અને આવા વાતાવરણમા આ મૂંગા પંખી ખુબ ઓછા જોવા મળે છે. તે જ રીતે  પૈસા કમાવાની રેસમાં ભાગેલા યુવાનોના શહેરમાં સંયુક્ત કુટુંબ ઓછા જોવા મળે છે.ક્યારેક કોઈ નાના ગામમાં કે નદીની આસપાસ જયારે એક સાથે ઘણા પક્ષીને તેમના ઝુંડમાં ફરતા, રમતા કલરવ કરતા જોય ત્યારે ઈર્ષા આવે છે કે કાશ આપને પણ ઉડી શકતા હોત તો? આપણે આવી નિર્દોષતા કેમ નથી કેળવી શકતા? આપણે માનવજાત ઈર્ષા થતા બીજાનો ભોગ લેતા થોડું પણ વિચારતી નથી અને એટલે જ આવા સુંદર આઝાદ પંખીને પણ પાંજરામાં પૂરીને પોતાના ઘર-ઓફીસમાં રાખે છે.પોતાના શોખ માટે, ખુશ થવા માટે તે આ પંખીનો જીવ લે છે. પોતાને આઝાદીથી જીવવા નથી મળતું એટલે? આ પશુ-પંખીને મારી મારીને, ભૂખ્યા રાખીને મીઠું-મીઠું બોલતા, નાચતા, બેટ-બોલ રમતા શીખડાવે છે અને તેને તેમ કરતા જોઈ રાજી થાય છે. કોઈ માણસ બસ-સ્ટોપ પર ઉભો હોય કે જાહેર બાકડા પર બેઠો હોય તેની બાજુમાં કોઈ બીજો માણસ આવે એટલે પોતે થોડો સ્વસ્થ થવા લાગે છે, ૨ ડગલા આગળ ચાલ્યો જાય છે પણ આઝાદ પંખી પોતાની નાતના આવે એટલે પોતે છે તેમને તેમ જ રહે છે, પોતે આગળ પાછળ નથી થતા, તેની સામે જોય તેની મનોમન કમેન્ટ્સ નથી કરતા, તેનાથી વધારે રૂપાળા કે કાળા, પૈસાવાળા કે ગરીબની સરખામણી નથી કરતા 

પણ કોઈ માણસ તેની પાસે આવે કે તુરંત જ ઉડી જાય છે કારણ કે તેને ડર છે અમને પકડી લેશે તો? અમને પાંજરામાં પૂરી દેશે તો? તેના બચ્ચા થોડા મોટા થાય એટલે તેની રીતે છૂટા મૂકી દે છે છતાં સાંજ પડ્યે તે તેના ઘરે જ આવે છે પરંતુ આપણે  મા-બાપ તેમના સંતાનને છૂટા મુક્તા જ નથી એટલે સંતાનો વધારે ચિડાય છે અને પછી ફરી ઘરે જવા હિચકિચાટ અનુભવે છે. શા માટે આવું? તેમને પણ પ્રેમ છે અને આપણને પણ પ્રેમ છે છતાં આવું શા માટે થાય છે?આપણે  ત્યાં માં-બાપ ઈચ્છે છે કે પોતાના બાળકો આગળ વધે, પોતાનો વિશ્વાસ કેળવે અને પ્રગતિ કરે. પરંતુ તેમાં ડર હોય છે કે આપનું બાળક આપણા થી દુર નહિ ચાલ્યું જાય ને? અને આવા જ ડરથી હમેશા બાળકને પકડી પકડી ને જ ઉભા થતા શીખવે છે, તેને હમેશા આમ ન કરવું અને આમ કરવું ની સલાહ આપવામાં આવે છે. અને આવા જ કારણોથી બાળક મોટું થતા આક્રોશી બને છે. માતા-પિતાથી દુર ચાલ્યો જાય છે અને પછી એ જ કહાની કે સંતાનો માં-બાપને ભૂલી જાય છે.

પોપટ પાંજરામાં મીઠું મીઠ બોલે 
માણસ પોતે મુક્તિ અનુભવી નથી શકતા ને તેથી બીજાને પણ અનુભવવા દેતા નથી... પોતાના શોખ માટે તે આ પક્ષીને 
પાંજરામાં પૂરી પોતાના ઘરમાં રાખે છે આપણે બોલી તેમ બોલાવે, મારીને-ડરાવીને તેને એક્સન કરતા, નાચતા શીખવી. માણસ પોતાના સંતાનને પણ આ જ રીતે ઉછેરે છે.     
         
૧ દિવસ મિત્રને ત્યાં જવાનું થયું અંતે ત્યાં પહોચતા જ તેની માં એ કહ્યું બેટા તને પોપટ-પંખી બહુ ગમે ને? અમે કાલે જ ઘરમાં બે પોપટ લીધા છે, આવ જો, કેવું સુંદર બોલે છે. તેમની સાથે પોપટને જોવા ગયો અને તુરંત જ તે પોપટ ને કેહવા લાગ્યા અંકલ બોલ, હેલ્લો બોલ વગેરે, પણ પોપટને બે જ દિવસ થયા હોય બધું બોલતો  ન હતો. તેને પોતાના ઘરથી, મિત્રોથી દુર થવાનું દુખ હતું, મુક્તિ-બંધનનો અહેસાસ થતો હતો. માણસ શું છે તેને સમજવાની કોશિશ કરતો હતો. ૨-૫ મિનીટ પછી હું ત્યાંથી ચાલ્યો ગયો અને ફરી ૧ દિવસ મિત્રને ત્યાં જવાનું થયું ત્યારે તે પોપટ અંકલ, હેલ્લો, વેલકમ વગેરે બોલતા શીખી ગયું હતું પણ તેને બોલતા જોય હું વિચારમાં પડી જતા મિત્રની માં બોલી શું થયું? ક્યાં ખોવાઈ  ગયો? અને સાચું બોલ્યા વગર ચાલે નહિ એટલે કહ્યું આમ તો તમારા ઘરમાં બે પંખી ૩-૪ વર્ષથી છે ને! પછી આને લાવવાની શું જરૂર હતી. તમારા બને પુત્રોની વહુને પણ તમે પાંજરામાં પૂરીને રાખી છે, તમે બોલાવો તેમ બોલે, કહો તેમ કરે. કોઈ મેહમાન આવે ત્યારે આવો, કેમ છો, શું લેશો? બોલતા શીખ્વ્યું  છે, તમારા કેહવા મુજબ આખો દિવસ ઘરનું કામ કરે છે પણ મેહમાન સાથે વાતો કરવાની છુટ ક્યાં છે? પોતાની મરજી મુજબ ક્યાં તે મહેમાન આવે ત્યારે  ચા-નાસ્તો કરી શકે છે તમે કેહ્શો એટલું કરશે અને જો તેમ નહી  કરે તો તમારી સોટી દેખાડ્સો.  અને તમારી વાણી  સોટી કરતા પણ ભારે જ છે તે સૌ જાણે છે.
વહુ પણ મીઠું મીઠું જ બોલે છે, તેને ક્યાં તમે બહાર આવવા-જવાની છુટ આપી છે?અને કુટુંબી/ સગા-સબંધી પણ તેના વખાણ જ કરે છે ને? બને વહુ કેવી સારી છે કેટલું સારી રીતે રહે છે, બોલે છે. પોપટ અને વહુ બને તમારા જ છે અને તમારા રીમોટથી જ ચાલે છે ને?  ૧ વાર આ ખુલ્લા વાતાવરણમાં રેહતા પોપટને જોવો, તે કેટલો ખુશ છે, છુટો રાખશોને તો પણ મીઠું જ બોલશે અને તે સાંજ પડે પોતાના ઘરે જ આવે છે. પણ આ પાંજરામાં કેદ પંખીને તમે તેનું ભાવતું ભોજન આપશો છતાં  તે તમારાથી ભાગવા કોશિશ કરે છે. અને તમે પણ તમારો શોખ પૂરો થતા ૨/૩  મહિના પછી  તેને આઝાદ કરશો  તો પણ તે ફરી તમારે ત્યાં નહિ આવે. વહુને પણ તમે મુક્ત બની રેહવા દો, તેમને તેમની ઈચ્છા મુજબ હરવા-ફરવા, પોતાની રીતે ઘરમાં કામ કરવાની  છૂટ... જેમ તેને છુટ આપશો તેમ તમે વધારે પ્રેમ પામશો, તે તમને છોડી ને નહિ જાય  અને એ ગમે તે રીતે હરશે-ફરશે પણ અંતે તમારી પાસે જ આવશે અને સાચવશે  અને પછી વહુ પણ ગાશે....

 પંખી બનું, ઉડતી ફિરું ઇસ મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું...."



No comments:

Post a Comment