Tuesday, October 4, 2011

જાહેરાત-મુર્ખ જાહેરાત કે મુર્ખ માણસો

જાહેરાત એક નશો છે, જે જનતાને પીવડાવવામાં આવે છે અને જનતાને ખરીદીનો નશો ચડે છે. વસ્તુ મહત્વની નથી પણ તે કેવી રીતે પીરસવામાં આવે છે તે મહત્વનું છે. સવારથી ઉઠીને રાતે સુઈ ત્યાં સુધી કોઈને કોઈ આપણને કઈ ને કઈ વેચવા પ્રયત્ન કરે છે, ઘરમાં હોઈ કે બહાર પણ ફેરિયા આવી જ જાય છે. અને ઘરમાં ટી.વી. તો શ્રેષ્ઠ માધ્યમ છે. કારણ કે સીરીયલ અને ક્રિકેટ મેચ ચાલુ જ રેહવાના અને સ્ત્રી-પુરુષ તે જોતા જ રેહવાના એટલે માર્કેટિંગવાળા કરોડો રૂપિયા દઈ ને લોકોને આકર્ષવા પ્રયત્ન કરે છે અને જોનાર વર્ગ તે વસ્તુ ખરીદવા પ્રેરાશે જ. જાહેરાત એટલી બધી લોભામણી હોય છે કે એક વાર તો ખરીદવાનું મન થાય જ અને જે ન ખરીદે તેના એવું લાગે કે લગ્ન નો લાડવો ખાવાનો રહી ગયો. એટલે મોટાભાગનો વર્ગ પોતાની જરૂરિયાત મુજબ, ફેશન મુજબ વસ્તુ ખરીદશે. બડા પેકેટ કે સાથ  છોટા પેકેટ ફરી, લેકિન બડે પેકેટકા વેઇટ કમ કર રખા હૈ, ૧ કે પર ૧ મુફ્ત લેકિન ઉસકી પ્રાઈઝ બઢા દી હોગી, ઔર ઐસે હી.....જાહેરાતમાં અને પ્રોડકટના પેકિંગમાં સુંદર સ્ત્રીનો ઉપયોગ થાય છે અને એટલે જ સુદર સ્ત્રીઓ વધારે ફસાય છે. કોઈ પણ વસ્તુના વેચાણ માટે સુંદર ફોટો મુકો અને જાહેરાતમાં પણ સુદર સ્ત્રી હોય એટલે વસ્તુ વેચાય ગઈ સમજવાની..વસ્તુની બનાવટમાં શું વાપરવામાં આવ્યું છે, તેના બદલે આપણે તે કેટલી આકર્ષક છે અને તેના વેચાણ જાહેરાતમાં કોણ છે તેને વધારે મહત્વ આપી છીએ. ઘણી વખત માણસોને પોતે કઈ કંપનીની વસ્તુ ખરીદી તેને બદલે તેની જાહેરાતમાં કોણ છે તે યાદ રહે છે એટલે કોઈ પૂછે તમે કયું ફ્રીઝ લીધું તો કેહ્શે જેમાં xyz હીરો/ હીરોહીન આવે છે ને તે, માં-દીકરીવળી જાહેરાતમાં દેખાડે છે ને તે જ ...ઉપરાંત ઘણી કંપનીઓ ઘર્મના નામે પણ માર્કેટિંગ કરવાનું મુકતા નથી.

ટી.વી. પર કોઈ પોગ્રામ જોતી વખતે એવું લાગે છે કે જાહેરાત જોવા બેઠા છીએને તેમાં બ્રેક પડે એટલે પ્રોગ્રામ આવે છે. દરેક ચેનલ પર જાહેરાત જોવા મળે છે પછી તે ન્યુઝ ચેનલ હોય કે મુઝીક ચેનલ. ૩૦ મીનીટના પ્રોગ્રામમાં ૧૫-૧૬ મીનીટ તો માત્ર જાહેરાતમાં જ જાય છે. આજકાલ લોકોનો જાહેરાત જોવામાં પણ રસ પડ્યો છે, તેમાં પણ જો કોઈ ફિલ્મી હીરો કે ક્રિકેટર હોય તો પાગલ બને છે એટલું જ નથી તે જ બ્રાન્ડની વસ્તુ ખરીદવા અને વાપરવાનો આગ્રહ રાખે છે. જાહેરાત ટૂંકી પણ ખુબ જ એટ્રેક્ટીવ હોય છે કે નાના-મોટા બધા આકર્ષાય અને તેનો હેતુ પણ એ જ હોય છે. નાના બાળકોના ડાય્પરથી લઈને વૃધો માટે જરૂરી વસ્તુની પણ  જાહેરાત આવતી હોય છે. પણ જાહેરાતમાં જે-તે પ્રોડકટ્ને બદલે તેની થીમ પર જોવામાં આવે તો વિચાર આવે છે કે આ જાહેરાત બનાવનાર મુર્ખ છે કે તેમાં તેના દ્વારા રજુ કરેલી થીમમાં મૂર્ખતા છે? આવી ઘણી જાહેરાતો જોવા મળે છે જેમ કે-
  • કોઈ પણ કંપનીની પેસ્ટની જાહેરાતમાં જોવા મળે છે કે છોકરો-છોકરી દાંત પીળા હોય એટલે દુર ભાગે અને તેના દાંત સફેદ જોઈ, તેની તાજગી મેહસૂસ કરવા તેની નજદીક આવે, અને છેલ્લા પોઝમાં જોવામાં આવે કે બને એકબીજાના હાથમાં હાથ નાખી ફરતા હોય, એકબીજાને કિસ કરતા હોય તેવું બતાવે. શું આ રીતે કોઈ એકબીજાને પસંદ કરતા હશે?જે  તે  કંપનીની પેસ્ટ વાપરે છે એટલે તે સારો/સારી અને પોતાના પાર્ટનર બનાવી દે!શું જાહેરાતવાળા એવું મને છે કે છોકરા/છોકરી આ રીતે એકબીજા પર ફિદા થતા હોય છે કે પછી આવું હોય છે?
  • એક બોડી સ્પ્રેની જાહેરાતમાં જોવામાં આવે છે કે એક છોકરાએ જે te કંપનીનું સ્પ્રે કરેલું છે અને તેની સુગંધથી તેની ગાડીમાં એક સાથે ૫-૬ છોકરી તેને આજુબાજુ ઘેરાય જાય છે એટલું જ નથી એટલામાં તેની ગર્લ ફ્રેન્ડ આવે અને તે આ દ્રશ્ય જોયા બાદ ગુસ્સે થવાને બદલે તે પણ આ સુગંધથી આકર્ષાય જાયને તેને કિસ કરવા લાગે. સામાન્ય રીતે કોઈ લેડી પોતાના બોય ફ્રેન્ડ કે પતિને જોઈ અન્ય લેડી સાથે ફોનમાં વાત કરતા સાંભળે તો પણ ઘણી પૂછપરચ કરે, ગુસે થાય, જેલસ થાય વગેરે પણ અહી તો એક સ્પ્રેની સુગંધથી તે ૫-૬ છોકરી જેની સાથે છે તે છોકરાને પોતે પણ પસંદ કરવા લાગે છે. ક્યારેક એવું લાગે છે કે અહી જાહેરાત કંપનીવાળા આડકતરી રીતે લેડીની વિચારશક્તિ પર મજાક કરે છે.
  • ૩-૪ કોલેજીયન છોકરીઓને એક પાર્ટીમાં જવાનું હોય પણ એક છોકરીના ચેહરા પર નાનો એવો ખીલનો અને તેનું નિશાન હોય તે જવા માટે તૈયાર નથી અને તેવામાં તેની સખી તેની કોઈ ક્રીમ આપે છે જેનાથી તે નિશાન દુર થઇ જાય અને પછી જ તે છોકરી પાર્ટીમાં જાય અને ત્યાં કોઈ છોકરો તેના પર ફિદા થઇ જાય એટલે તે તેની સખીનો આભાર માને. શું ચેહરા પરના આવા કોઈ નાના એવા ખીલ કે તેના નિશાનથી કોઈ છોકરો-છોકરી એજ્બીજાને રીજેકટ કરે?આવી ઘણી જાહેરાત છે જેમાં કોઈ છોકરો/છોકરી જે તે કંપનીના પાવડર/  બ્યુટી ક્રીમ/ સ્પ્રે/ શેમ્પૂ વાપરે અને તેની ખુબસુરતી/ સુગધથી એકબીજાના મિત્રો બને. શું કોઈ વ્યક્તિના ગુણને બદલે આવી કોઈ પ્રોડક્ટ વાપરે છે, તેનાથી સુદંર લાગે એટલે તેની પસંદગી કરે?
  • બોયઝની અન્ડર્વેરની જાહેરાતમાં દેખાડવામાં આવે કે  જે તે કંપનીના અન્ડરવેર પહેરે છે એટલે જ તે સૌથી આગળ છે, શું આગળ આવવા માટે તે કંપનીના જ અન્ડરવેર પેહરવા પડે? અને તેની સાબિતી માટે કઈ કંપનીના અન્ડરવેર પેહર્યા છે તે દેખાડવું પડે? બોયઝની પણ અમુક જાહેરાત જેમ કે, લેઝર/ બાઈકમાં જે થીમ વાપરવામાં આવે છે તે જોઇને વિચાર આવે કે જો બુદ્ધિઆંક માપવાનું સાધન હોય તો નિમ્નસ્તર પર સૌથી ઉંચો ગ્રાફ જોવા મળે.
  • એક વોશિંગ પાવડરની જાહેરાતમાં જોવામાં આવે છે કે એમ્બુલન્સ રસ્તામાં બંધ પડે છે અને ત્યાં કાદવ છે, ત્યારે ૩-૪ લેડી ભેગી થઈને ગાડીને ધક્કો મારે છે અને ગાડી ચાલવા લાગે છે અને ત્યારબાદના સીનમાં દેખાડવામાં આવે છે કે ત્યાં  ઉભેલા ડોક્ટર નીચું જોઈ જાય છે. આ જાહેરાત પેહલી વખતે જોય ત્યારે વિચાર આવે કે આ કોઈ  નારી હિમત, તેની હમદર્દીની કઈ વાત હશે પણ અંતમાં ખ્યાલ આવે કે તેને સફેદ કપડા પેહર્યા હતા, તે કાદવમાં ગંદા થાય તેની ચિંતા કર્યા વગર તેને મદદ કરી! એટલે શું ડોકટરે પોતાના કપડા ખરાબ થઇ જાય તેટલે કાદવમાં ગાડીને ધક્કો મારવા ન ગયા? અહી ૨-3 વાત જોવા મળે કે ડોક્ટર્સને દર્દી માટે હમદર્દી પણ નથી, કપડાની ચિંતા વધારે છે અને સ્ત્રી મદદ કરવા જાય છે છતાં પોતે આગળ નથી આવતા! સ્ત્રી પણ પોતાની પાસે એવો વોશિગ પાવડર છે જેનાથી ગમે તે ડાઘ દુર થાય છે એટલે તેને તેવી કોઈ ચિંતા નથી અને તે કાદવમાં ઉભેલી ગાડીને ધક્કો મારવા જાય છે, હમદર્દી નથી. અને જો આવો પાવડરનો હોત તો? મદદ કરવા ન જાત? 
આવી તો ઘણી જાહેરાત છે જે જોતા એવું લાગે અહી તે માણસોની મજાક જ ઉડાવે છે. છતાં આપણે જે-તે વસ્તુ વાપરવા આકર્ષાય અને બકરો બનીએ છીએ. અને વસ્તુનું વેચાણ કરતી કંપનીને આ જ જોઈએ છીએ. 


No comments:

Post a Comment