Monday, October 24, 2011

કાળી ચૌદશ- અંધશ્રદ્ધા

આજે ઘણા લોકોની બોલતા સાંભળ્યા છે કે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા છતાં જાણે-અજાણે અમુક ક્રિયા-કાંડ કરે જ છે. આધુનિક જમાનામાં જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ દુનિયાને અનેક સંશોધન અને પ્રગતિ આપી છે છતાં માનવી અંધશ્રદ્ધામાં માને જ છે. જેમ કે ભગવાન,  ભુવા, જ્યોતિષમાં માને છે અને માનતા (ખરેખર માન્યતા શબ્દ છે ) માને છે, વિધિ કરાવે છે વગેરે..ખુશના દિવસો હોય કે દુખના, તહેવાર હોય કે સામાન્ય દિવસ પણ અંધશ્રદ્ધામાં માની  તે પ્રમાણે ક્રિયા કરે છે. દિવાળીના દિવસો નજીક આવે  છે ત્યારે માણસો પુષ્ય નક્ષત્રના દિવસે સોનું ખરીદે છે. આ દિવસે સોનીની દુકાનમાં લાઈન લાગે છે, મોંઘવારી પણ ઘણી છે છતાં આ દિવસે લાગશે કે મોંઘવારી જેવું કઈ છે જ નહિ. જેમ કરિયાણાની દુકાનમાં ભીડ હોય તેવી જ ભીડ સોને મહાજનની દુકાનમાં જોવા મળે છે. અરે.. સોનું લેવું છે ગમે ત્યારે લો સારું જ હોય કારણ કે તે એક પ્રકારનું રોકાણ છે, અને જરૂરિયાત, શક્તિ પ્રમાણે ગમે તે સમયે રોકાણ કરાય તેમાં ગ્રહ શા માટે? 
કાળી ચૌદશના દિવસે ગૃહણીઓ રાતના સમયે ઘરનો કકળાટ દુર કરવા ચાર રસ્તા પર પાણીનું કુંડાળું કરી ભજીયા મુકે છે. અરે! એમ ભજીયા મુકવાથી કકળાટ દુર થાય? તો એક વાર મુક્યા બાદ દર વર્ષે કેમ મુકવો પડે છે? અને આ દિવસે જ કેમ? અને ભજીયા જ શા માટે? આ કેવી અંધશ્રદ્ધા છે? અન્ન રસ્તા પર વેરો છે તે કેટ કેટલાના પગે અડશે, અને કેટલા વાહન તેના પરથી પસાર થશે. અહી કકળાટ દુર કરવા લોકો રસ્તા પર ભજીયા મુકે એટલે રસ્તા સૌ ટકા ખરાબ થવાના અને જો ભૂલથી પણ તેના પર પગ મુકાય ગયો તો પગ બગડશે અને કકળાટ કરવાના જ ને? ઉપરાંત બાળકો આ દિવસોમાં ફટાકડા પણ ફોડતા હોય તેનો કચરો વગેરે પણ અન્ન પર જમા થશે અને તે જ અન્ન ગાય આરોગશે. ગરીબ માણસોને બે ટંક પુરતું અન્ન મળતું નથી અને આ રીતે તેની નજર સામે ઘણા આવી વિધિ કરતા હોય છે ત્યારે આ ગરીબ બિન્દાસ ભજીયા લઇ ને ખાય છે. આપણે શા માટે આપના હાથે જ ગરીબના હાથમાં એક ડીશ ભજીયા ન મૂકી? આપણે જો આ માણસોને પ્રેમ ન કરી શકીએ, તો આપણે ઈશ્વર ને કેવી રીતે ચાહવાના જેને જોઈ પણ નથી શકતા ? અને તેહવારના દિવસોમાં તેમના આશીર્વાદ પણ મળશે. મોંઘવારીમાં મોંઘા તેલ બાળી નાખવાથી શું થશે? અને એવું પણ માનવામાં આવે છે કે જેટલું તેલ બાળો તેટલો કકળાટ તળે.

આ ઉપરાંત તે દિવસે રાતે ભૂત-પ્રેત સ્મશાનમાં અન્ન માટે આવે છે તેવી માન્યતા પણ છે અને તે દિવસે રાતે તાંત્રિક વિધિ પણ કરવામાં આવે છે. નાના-મોટા શેહરના લોકો પણ આવું માને છે. એક એવી પણ પરંપરા છે કે હનુમાનજીના મંદિરે તેમને તેલ ચઢાવવામાં આવે છે અને તેલના દીવાની મેશ પાડવામાં આવે છે જે આંખમાં આંજવાથી  આંખ સારી રહે છે તેમ પૂર્વજો માનતા પણ આધુનિક યુગમાં ડોક્ટર તેના વિરોધી છે અને મેશ ના આંજવી તેવી સલાહ આપે છે.

કકળાટ દુર કરવા એકબીજાને ઘરમાં જ આદર અને માન આપો, મીઠા શબ્દો બોલો, વાણીને કાબુમાં રાખવી, કડવા વેણ ન બોલી કકળાટ દુર કરવો જોઈએ. સામાન્ય રીતે વાણીને સંયમમાં રાખી એટલે કડવાશ ચાલી જશે. 

No comments:

Post a Comment