Monday, November 14, 2011

દિવાળી

દિવાળી... આવી અને ગઈ. કેલેન્ડરમાં જોઈ પણ લીધું કે આ વર્ષે દિવાળી ક્યારે છે અને તેની સાથે જ કેલેન્ડર, નવા કપડા, ટેબલક્લોથ, નવી ડીશ બધું ફરી તેની મૂળ જગા પર ગોઠવાઈ ગયું. હવે ફરી આવતા વર્ષે સાફ કરવાનું અને વાપરવાનું.કામવાળીની રજાનો અંત આવ્યો અને સ્ત્રીઓ પોતે થાક ઉતારે છે કારણ કે દિવાળીના દિવસોમાં એક તેમને જ રજા નથી હોતી. દિવાળીના ૧ મહિના પેહલા જ તેની શરૂઆત થવા લાગે છે. સ્ત્રીઓ ઘરની સફાઈમાં લાગી જાય છે, ઘરના દરેક ખૂણા અને કબાટ સાફ કરે છે અને ભંગાર વેચી પૈસા કમાય છે. ઘણા લોકો સફાઈ એ રીતે કરતા હોય છે જાણે આવનાર મેહમાન ઘરના ખૂણે-ખૂણા જોઇને તારીફ કરવાના હોય કે ખુબ સુંદર કામ કર્યું છે. કોઈ ને બોલતા હોય છે કે ૧૫ દિવસ અગાઉ જ સફાઈ પૂરી થઇ ગઈ છે પણ દિવાળીના ૨ દિવસ પેહલા ફરી ૧ વાર હાથ ફેરો કરી લઈશ. અરે! આ શું વળી? મેહમાન આવવાના છે એટલે? ન આવવાના હોય તો ન કરો એમ? તમે તમારા માટે નથી ઈચ્છતા કે ઘર સ્વચ્છ હોવું જોઈએ? કાયમ ઘર સાફ રાખતા શીખો ને. આજના જમાનામાં  ઘરે આવનાર મેહમાન આવે ત્યારે વધીને ૨૦ મિનીટ બેસે છે અને ત્યાં તે શું એ જોવાના છે કે આ લોકોએ સ્ટોરરૂમ સાફ કર્યો કે નહિ? રસોડું કેવું છે? ખરેખર તો દિવાળી પેહલા જ ચોમાસાના અંત આવ્યો હોય અને વરસાદને લીધે ઘરમાં રહેલ વસ્તુને ભેજ લાગ્યો હોય, ઘરની વસ્તુ ખરાબ ન થઇ જાય તે માટે સફાઈ કરવાની હોય છે પરંતુ આપને તેને દિવાળીની સફાઈ, એક નિયમ બનાવેલ હોય તેવું લાગે. માત્ર ઓપચારિકતા જાળવવા એકબીજાની ઘરે જતા હોય છે અને સામાન્ય રીતે અમુક વાક્યોની જ ચર્ચા થતી હોય. જેમ કે,ફટાકડા ફોડ્યા? ફરવા ગયા હતા? શું નવી ખરીદી કરી? કેટલા ઘર પતાવ્યા? વગેરે... અને વડીલોને બોલતા સાંભળ્યા છે કે અમારા જમાનામાં તો અમે આમ કરતા ને તેમ કરતા પણ હવે તો ઘરમાં બધું કામ કરવી લઇ છીએ, નાસ્તા પણ બહારથી લઇ આવી તો પણ નવરાશ નથી મળતી અને અમુક ઘરે તો આ છોકરાવ જતા નથી. 

પણ જે બદલાયું છે એ બદલાયું છે અને હવે તેને બદલી ન શકાય. અને આનંદથી તે સ્વીકારવું જ પડે અને તે પ્રસંગ પણ બગાડે. અને ખાસ કરીને સ્ત્રીને આ પદ્ધતી બદલાય તો જ સારું લાગે કારણ કે ઘરની બધી જ જવાબદારી સામાન્ય રીતે તેની પર જ હોય છે.પુરુષને તો માત્ર બોલવાનું જ હોય છે, તેને કોઈ બોજ જ ન હોઈ.અને એટલે જ તેહ્વારના દિવસોમાં ઘર કરતા બહારગામ જવાનું પસંદ કરે છે. નોકરીમાં પણ ૨ દિવસની રજા હોય અને જ્યાં સ્ત્રી-પુરુષ બને નોકરી કરતા હોય ત્યારે તે આવી માયાજાળમાં પડવાને બદલે ૨ દિવસ શાંતિથી રેહવાનું પસંદ કરે છે. સ્ત્રી હવે પોતાના વિચારો વ્યક્ત કરી થઇ છે ત્યારે વિચારે છે કે પુરુષ તો તેના સમયે જ ઉઠશે, જમશે શા માટે રજાના દિવસોમાં અમે જ મજુરી કરી, અમને પણ આરામ જોઈએ, ઊંઘ જોઈએ અને રજાને સજા બનાવવા ઈચ્છતા નથી માટે જ તેહ્વારના દિવસોમાં ઘર છોડી ફરવા ચાલ્યા જાય છે.
સ્ત્રીને  દિવાળી  દી-વાળી દે તે પસંદ નથી. આપને ત્યાં ટીકાકાર તો તેની ફરજ નિભાવવામાં કયારે પણ  પીછેહઠ નથી કરતા. જેમ કે, સામાન્ય ચર્ચા કરી તો... કોઈ સાદગીથી રેહતું હોય, ઘરમાં પણ હજુ પુરાની રેહણી-કરણી હોય તો કહે આ ભાઈ તો પણ હજુ ૧૮મી  સદીમાં રહે છે અને કોઈ દંપતી જો સુખી-સમૃદ્ધ હોઈ અને વૈભવ રીતે તેહવાર ઉજવે તો પણ બોલે કેટલો ખર્ચો કરે છે તેના કરતા કોઈ સંસ્થામાં/ગરીબને મદદ કરી હોત તો? કુટુંબમાં ક્યાય જવું ન પડે એટલે જ ફરવા જતા રહ્યા છે વગેરે...હવે પેહલા જેવું ક્યાં રહ્યું છે.

આજના યુગમાં લોકો વિચારતા થયા છે, માત્ર પરંપરાના નામે વ્યવહારમાં રેહવું તેમને બંધ નથી બેસતું. પ્રેક્ટિકલ બન્યા છે, જેમ કે આપને ત્યાં રીવાજ છે કે નવા વર્ષને દિવસે અને ત્યારબાદ અમુક દિવસો એકબીજાના ઘરે જવાનું અને નવા વર્ષની શુભેચ્છા આપવાની, વડીલના આશીર્વાદ લેવાના. પરંતુ અહી એવું લાગે કે આશીર્વાદ લેવા કરતા એકમેકને ઘરે જવાનું મહત્વ વધારે છે કારણ કે કોઈ પરિવારજન આપને ત્યાં આવી ગયા, બીજા સગાને ત્યાં ગયા ત્યારે પણ ભેગા થઇ ગયા છતાં તેના ઘરે તો જવાનું જ, અને ન જાય ત્યાં સુધી ગણવાનું કે કેટલા ઘર બાકી અને ઘણા આવા સંજોગોમાં ફ્લાઈંગ વિઝીટ કરે છે..૫-૭ મીનીટમાં ઉભા થઇ જાય અને કહે અરે હજુ તો અમારે ૫-૬ ઘર પતાવવાના છે. અને જો કોઈ ના ઘરે ન જાય તો આખું વર્ષ જયારે જયારે મળે ત્યારે સાંભળવા મળે કે તમે તો આ વર્ષે દિવાળી પર આવ્યા જ નહિ. અને એકમેકના ઘરે જાય ત્યારે નાસ્તા અને ચા-ઠંડાનો આગ્રહ ને માંન આપતા તે દિવસોમાં પેટ હોક્ળો બની જાય છે. તીખું-મોરું, ખાટુ-મીઠું અને વિવિધ જાતના સ્વાદ લેવા પડે અને ઠંડુ તો પીવું જ પડે. ગાય-ભેંશની જેમ આફરો ચડે/પછી વાગોળવા બેસવું પડે તેવી હાલત પેટની થાય પણ ચલાવવું પડે. બીજાને દુખના લાગે, ખરાબ ન લાગે તે જોવાનું પણ પોતાને ખરાબ લાગે તો નહિ ધ્યાનમાં લેવાનું. આવી 
પરંપરા આ બધા કારણોથી ન નિભાવવા ઈચ્છે છે. દિવાળી સૌને ગમે છે અને એટલે જ જુવાનીયાઓ  નવા વર્ષની શુભકામનાની શરૂઆત  શુભ દિવસથી જ થાય માટે પરંપરાની સાંકળ ખેંચી રાખવાને બદલે પોતાની રીતે રેહવાનું પસંદ કરે છે. સમય-સંજોગ પ્રમાણે પરિવર્તન સ્વીકારવું જ પડે અન્યથા દિવાળીના ફટાકડા આખું વર્ષ ફૂટતા રહે.

No comments:

Post a Comment