Wednesday, April 11, 2012

સાસુ-વહુ અને નણંદ

સાસુ-વહુ અને નણંદના ઝગડા ૧૭મી  સદીમાં પણ હતા અને ૨૧મી સદીમાં પણ ચાલુ જ છે. આજે, ભણતર બદલ્યું છે, ટેકનોલોજીમાં પ્રગતિ છે, આધુનિકતામાં વધારો થતો જાય છે તેમાં સ્ત્રીના ઝગડા/વાદ-વિવાદ પણ વધતા જ જાય છે. જ્યાં ઘટાડો થવો જોય તે થતો નથી અને તે માટે ઘણા કારણ જવાબદાર છે. એક સ્ત્રી જ જ્યાં સુધી સ્ત્રીને ન સમજે ત્યાં સુધી આ પ્રશ્ન ચાલુ જ રેહ્વાના. અને આ વિષે ઘણા લેખક મિત્રોએ પોતાના વિચારો રજુ કર્યા છે પણ સ્ત્રી લોકો એ જાણે 'હમ નહિ સુધરેંગે'ની કસમ લીધી હોય પોતાના સ્વભાવમાં બદલાવ સ્વીકારતા નથી. આપને ત્યાં સામાન્ય રીતે દીકરી/દીકરા ૨૨-૨૩ વર્ષના થાય એટલે માં-બાપને લગ્ન માટે આતુરતા થાય છે અને તેમના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ચાલુ કરી દે છે. યોગ્ય પાત્ર મળતા વિવાહ કરવામાં આવે છે અને ઘરસંસાર ચાલુ થાય છે. આજના જમાનામાં જોવા મળે છે કે પતિ-પત્ની એકબીજાને સમજી સાથ આપે છે પરંતુ સાસુ-નણંદ-વહુ વચે ઘરકામ અને અન્ય નાની નાની વાતો માટે કંકાસ થતો જ હોય છે અને ઘરસંસાર સાથે ઘરકંકાસ પણ કસોટી લે છે.માતા-પિતા દ્વારા પસંદ કરેલા કુટુંબમાં પણ નાના નાના પ્રશ્નો મોટા સ્વરૂપ લેતા હોય છે ત્યારે કલ્પી શકાય કે લવ મેરેજમાં કેટલા પ્રશ્નો થતા હશે.એવી જ એક સત્ય હકીકત પર આધારિત મિલી અને મિલનની...


મિલન ઉચ્ચ ડિગ્રી મેળવવાના શયથી મોટા શહેરમાં ભણવા ગયો હતો, તેના કુટુંબમાં  માતા-પિતા, ભાઈ-ભાભી-ભાણેજ અને એક વિવાહિત બહેન હતી. આર્થિક રીતે સદ્ધાર કુટુંબ હતું અને સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. મિલનના પિતા સામાજિક સેવા પણ કરતા  હતા અને પોતાની જ્ઞાતિમાં ઉચ્ચ હોદા પર વર્ચસ્વ ધરાવતા હતા. સંયુક્ત વેપાર હતો જે મોટા ભાઈએ સારી રીતે સાચવેલ હતો. મિલન ભણવામાં હમેશા ટોપ ૫ માં જ પોતાનું સ્થાન ટકાવી રાખતો. તેની સાથે જ અભ્યાસ કરી મિલી પણ તેની કોમ્પીટીટર હતી, કોલેજમાં ભણવાની બુક્સ આપ-લે કરતા કરતા બને ક્યારે એકબીજાને લવ લેટર આપ-લે કરવા લાગ્યા તે તેમને પણ ખ્યાલ ન આવ્યો પણ તેમને તેમની કોઈ મર્યાદા ઓળંગી ન હતી.  મિલી નું કુટુંબ પણ ઈજજતદાર કુટુંબ હતું, મિલન કોઈક કોઈક વાર મિલીના ઘરે પુસ્તક લેવા તો કોઈ વાર એમ જ બેસવા આવતો અને તેમના કુટુંબમાં છોકરા-છોકરીની મિત્રતા પર અંકુશ કે જોહુકમી ન હતી. થોડા સમયમાં મિલી દ્વારા તેના વડીલને પોતાના અને મિલનના પ્રેમ વિષે વાત કરી ત્યારે તેના માં-બાપે તેનો સ્વીકાર કર્યો. તેમને કહ્યું બેટા મિલન સાથે વાતો કરતા અમને ખ્યાલ આવ્યો છે કે તે સંસ્કારી છે અને તે સારી રીતે તારું ધ્યાન રાખશે, અમે એવું નથી વિચારતા કે આપની જ્ઞાતિમાં જ લગ્ન થવા જોઈ અને અમારે જ તારા માટે યોગ્ય પાત્ર પસંદ કરવો જોઈએ.  માં-બાપ લગ્નની  વાત ત્યારે જ કરે છે જયારે સંતાનો પર વિશ્વાસ હોય કે લગ્ન કરવાથી તેમના પર જવાબદારી આવવાની છે અને તે તેના માટે તૈયાર છે/સમજુ છે અને આવા સમજુ સંતાનો પોતાની રીતે પાત્ર પસંદ કરે મતલબ તે પોતાની પસંદ-નાપસંદ વગેરે જાણીને જ હાથ લંબાવતા હોય છે, અમને તારા પર વિશ્વાસ છે કે તે  યોગ્ય પાત્ર પસંદ કરેલ છે. અને લગ્ન પછી પતિ-પત્ની/કુટુંબમાં નાના-મોટા ઝગડા/મન દુ:ખ થતા જ હોય છે તે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ, આ સમસ્યાનો કેવી રીતે સામનો કરવો તેના પગથીયા તમે આપોઆપ ચડતા જશો અને અમારી જરૂર પડશે ત્યારે સાચો રસ્તો દેખાડવામાં મદદ કરીશું. આમ, મિલીના કુટુંબે તો સંમતી આપી દીધી પરંતુ મિલનના કુટુંબના લોકો આંતરજ્ઞાતિય લગ્ન માટે તૈયાર ન હતા, તે કેહતા આપના ઘરકામ-સમાજમાં તે જોડાય ન શકે, તેના રીત-રીવાજો આપના કરતા જુદા છે, છોકરી વધારે ભણેલ હોય સ્વતંત્ર વિચારની હોય અને આપના ઘરમાં એક વહુ છે તેને પણ ધ્યાનમાં રાખી અમે તે છોકરી સાથે તારા વિવાહ માટે અમારી સમંતિ નથી.  

મિલને પોતાના કુટુંબને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા ને ૧ વર્ષ પછી તે લોકો એ લગ્ન માટે સમંતિ આપી પણ રાજી ન હતા. મિલન ઘર છોડીને મિલી સાથે લગ્ન કરી શકતો હતો પણ તેને તેમ ન કર્યું તેમજ મિલીના પિતા દ્વારા પુરતો સહકાર હતો. મિલી અને તેના કુટુંબી જાણતા  હતા  કે લગ્ન બાદ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે કારણ લગ્ન માટે સમંતિ મળી છે કોઈ રાજી નથી. બને કુટુંબ સાથે બેસી લગ્ન તારીખ નક્કી કરે છે અને નિર્ધારિત દિવસે બને રીત-રીવાજો પ્રમાણે એકબીજાથી જોડાય છે. મિલનના કુટુંબમાંથી માર્યાદિત લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા કારણ તે લોકો સમાજ ટીકા કરે છે તેવું જ સમજતા હતા. લગ્ન હોય નણંદ પણ રોકવા આવ્યા હતા અને પોતાને મળેલ હોદા મુજબ  તુરંત જ નવી ભાભી પર બોલવાની ચાલુ કરી દીધી. મિલી તો હોઢ સીવીને જ રેહતી હતી. ૫-૬ દિવસમાં જ જેઠાણી-સાસુ વગેરે દ્વારા આંતરજ્ઞાતિના અનેક મહેનાં માર્યા, મિલીના કુટુંબને નીચા બતાવ્યા અને કેટલું કર્યું પણ મિલી મર્યાદામાં રેહતી. પોતે પણ મિલનની જેમ સી.એ. હોય તેને ઓફીસ જવાની પરવાનગી ન હતી. ધીમે-ધીમે મિલી ઘરના તમામ કામ તે ઘર મુજબ શીખી ગઈ, કુટુંબમાં પણ વ્યવહાર સાચવવા લાગી અને મિલનની ઈચ્છાથી તેની ઓફિસે પણ ઘરમાં કામ પુરૂ  કર્યાબાદ જવા લાગી. આ માટે તેને ઘરમાં અનેક શબ્દો સંભાળવા પડ્યા પરંત ચુપ જ રેહતી અને મિલન તેને હમેશા સાથ આપતો. પ્રોફેસનલી પણ મિલીને ઘણી સફળતા મળી તો પણ ઘરના તો કેહતા જ કે ઘરકામમાં ધ્યાન નથી આપતી, આપણાઘરમાં વહુ બહાર ન જાય વગેરે.. પરંતુ પાડોશી/મિલીના સસરા  અને અન્ય લોકો બોલતા કે મિલી ઘરકામ અને કેરિયર બને સાથે પુરતો તાલ મેળવે છે, તે તારીફે કબીલ છે પરંત આ પણ જેઠાણી ને આકરું લાગતું કારણ પોતે માત્ર ઘરમાં જ રેહતી હોય તેનો સ્ત્રી ઈગો સાથ છોડતો ન હતો. જેઠાણીના કહ્યા મુજબ ભાઈઓના ઘર  જુદા થયા , જેઠાણી એ બાજુમાં જ બીજું ઘર ખરીદી કરાવડાવ્યું અને માં-બાપને પણ સાથે ન રાખ્યા તેમ છતાં પણ તેમના સાસુ જેઠાણીનો જ પક્ષ લેતા, તેમના સંતાનને જ વધારે સાચવે, સાથે લઇ જાય. સસરા હમેશા બને વહુ-દીકરા વચે સમતોલ રાખતા, નાની વહુ બીજી જ્ઞાતિની છે પરંતુ સમજુ છે તેનો તેને ખ્યાલ હતો, ઘરમાં તેને થતા અન્યાય તે સમજી શકતા અને આ માટે તે મિલન ને કેહતા કે બેટા મને તમારા પર ગર્વ છે. મને પણ શરૂમાં રંજ હતો પરંતુ મને સમજાય ગયું છે કે જ્ઞાતિને મહત્વ આપવાને બદલે પાત્ર કેવું છે તે જોવું જોઈએ. મોટી વહુ તો આપની જ્ઞાતિમાંથી જ આવી છે છતાં પોતાની જવાબદારીનો ટોપલો બીજા પર નાખી દે છે અને નાની વહુ..

મિલી માં-બાપનું ધ્યાન રાખતી, તેમના જમવાના-બહાર જવાના સમય સંજોગો સાચવી લેતી. નણંદ બા પણ વેકેશનમાં આવે ત્યારે મોટા ભાભીને જ વધારે બોલાવે. આ રીતે ઘણા વર્ષો ચાલ્યા ગયા. નણંદના ઘરમાં પણ થોડા પ્રશ્નો હતો પણ તે મોટા ભાઈ-ભાભી અને માતા-પિતા જ દ્વારા પ્રશ્નો નિવારતા હતા.કોઈ વાર મિલનને વાત કરવામાં આવતી અને તે પણ સમજાવવાની કોશિશ કરતો. પરંતુ એક વાર નણદોઈ એ મિલનના માતા- પિતાને ફોન કરી જણાવી દીધું કે તમારી દીકરીથી હું થાકી ગયો છુ તેને રાખવા હું તૈયાર નથી. મિલીના સાસુ તો સુનમુન થઇ ગયા, તાત્કાલિક ડોકટર બોલાવી સારવાર કરાવી પડી ત્યારે થોડી તબિયત સારી થઇ અને આવા સંજોગોમાં મોટી વહુ પણ પોતાને પણ મજા નથી, પુત્રને પરીક્ષાના બહાને પોતાના ઘરે ચાલી ગઈ.મિલીને  આ વાતની જાણ થઇ ત્યારે તે ચુપ રેહવા તૈયાર ના હતી, તેને તુરંત જ નણદોઈને  ફોન કર્યો, તેને કહ્યું દીદીનો જ શા માટે વાંક કહે રાખો છો તમારો શું કશો વાંક નથી? તમે કોઈ મિત્રની સાથે ફરે રાખો, મન ફાવે ત્યારે ઘરે આવો ત્યારે દીદી જમવાનું ગરમ કરી આપે, તે ઘરના કામ કરીએ થાકી હોય તો પણ તમારું સાચવે, કુટુંબને સાચવે, માત્ર પૈસા આપવાથી પત્ની ખુશ ન થાય, તેને માંન આપતા શીખો. તમારે પણ બે દીકરી છે, તમારા જમાય દ્વારા આ રીતે દીકરી વિષે અપશબ્દો કેહ્વાશે તો તમને શું થશે? જેમ તમને તમારી ૫-૭ વર્ષની દીકરી વહાલી છે તેને થયેલ એક ખરોંચ પણ તમે સહન નથી કરી શકતા તો ૨૨-૨૩ વર્ષ સુધી મોટી કરેલ દીકરીના પિતાને તમે ફોન કરીને કહી દો કે તમારી દીકરીને હું રાખવા તૈયાર નથી તો તેમની શી હાલત થઇ છે તે તમને ખયાલ છે. સ્કુલમાં તમે કહી આવ્યા છો કે મારી કોઈ દીકરી પર કોઈએ ગુસ્સો કરવો નહિ, અને ત્યાંથી ફરિયાદ આવે તો તમે પાણી પણ ગળે ઉતારી નથી શકતા તો પછી પત્ની માટે કેમ નથી વિચારતા કે તે પણ કોઈકની  દીકરી છે. શું દીકરી મોટી થાય એટલે તેને સાસરિયાની ગુલામી જ કરવાની અને માં-બાપ પણ દીકરી મોટી થયે ત્યાગની મૂર્તિ થયે વર્તવાનું શીખવે? તમે જે દીદી સાથે કરો છો તે માટે દીદીની જગા પર તમારી દીકરી ને અને તમને સાસરિ દીકરીના પિતા તરીકે અને તમારા જમાય તમારી દીકરીના અપશબ્દો કહે તો તમે શું કરશો તે વિચારજો અને આ સાથે જ મિલીએ ફોન રાખી દીધો.માત્ર થોડા જ કલાકમાં નણદોઈ નો ફોન સસરાના ફોન પર આવ્યો અને તેને કહ્યું પપ્પા હું કાલે તમારી માફી માંગવા આવું છે, મને માફ કરી દો, આજે ભાભીએ મને જે કહ્યું તેનાથી મને મારી ભૂલ સમજાય ગઈ છે અને વિશ્વાસ આપું છે કે ફરી આવું ક્યારેય પણ નહિ થાય. ઘરના સૌ ખુશ થાય છે અને નણંદની ખુશીનો તો કોઈ સીમા જ ન રહી તેને પણ તુરંત જ ભાભી પાસે આવે માફી માંગી અને પોતાના દ્વારા થયેલ અપમાનની માફી માંગી, સાસુ પણ કેહવા લાગ્યા બેટા અમે માત્ર જ્ઞાતિને જ મહત્વ આપ્યું, એક સ્ત્રીને ન સમજી. તે દિવસથી મિલીને તેની કેરિયરમાં પણ ઘરના સૌ કોઈ તરફથી સાથ મળવા લાગ્યો, ઘરમાં પણ સાસુ મદદ કરવા લાગ્યા અને તેના સંતાનને પ્રિય દાદી મળી ગયા. મિલનને પોતાની પસંદગી પર ગર્વ થતો હતો, મેં તે સ્ત્રીને પસંદ કરી છે જે પોતાના સ્ત્રી અધિકાર માટે તો લડી છે પણ અન્યને પણ સહકાર આપે છે, કુટુંબને પ્રથમ મહત્વ આપે છે.અને આ રીતે એક ભાભી નણંદની દોસ્ત/બહેન બની, સાસુ માં બની અને જ્ઞાતિને બદલે યોગ્ય પાત્રની મહત્વતા સમજાય.

No comments:

Post a Comment