Tuesday, April 10, 2012

ફોટાની કરામત

યાદે, યાદે યાદ આતી હૈ, બાતે ભૂલ જતી હૈ...જીંદગીમાં અનેક સોનેરી દિવસો, સમય આવે છે અને તેને હમેશા કેદ કરી રાખવાનું મન થાય છે પણ તે શક્ય નથી. અને એટલે જ માનવી પોતાની નાની-નાની ખુશીને તસ્વીરમાં કેદ કરી લે છે. અમુક સમય બાદ જુના ફોટા હાથમાં આવી જાય તો ગજબ મજા આવતી હોય છે, અને મનમાં વિચારતા હોય અરે,,,હું ત્યારે કેવી લગતી/લાગતો,વગેરે. આજના જમાનામાં તો ફોટા નાના બાળકો પણ આસાનીથી પડે છે. મોબાઈલમાં ખુબ સારા કેમેરા હોય છે તેમજ તેનું રીઝલ્ટ પણ સારું આવતું હોય અને ફોટાની પ્રિન્ટને બદલે આજકાલ માનવી ફોન કે કોમ્પુટરમાં જ ફોટા સેવ કરીને રાખે છે, ગમે ત્યારે આસાનીથી જોય શકાય છે. થોડા વર્ષો પેહલા નેગેટીવની સીસ્ટમ હતી અને તેના દ્વારા અન્ય કોપી મેળવવી હોય તો મેળવી શકાય.ઉપરાંત ત્યારે પ્રસંગોપાત ફોટા પડવાના હોય ત્યારે કુટુંબી વ્યક્તિ ફોટોગ્રાફારને આંખના ઈશારે કે અન્ય રીતે કેહતી કે આ વ્યક્તિના ફોટા પાડવા કે ન પાડવા કારણ ત્યારે ૧ પ્રિન્ટ પણ ઘણી મોંઘી હતી, અને ખાસ લાગતા-વળગતા ન હોય તો તેમનાં ફોટા ન લઇ ખર્ચમાં કરકસર કરતા.  જયારે આજના યુગમાં કોમ્પુટરની મદદથી વગર નેગેટીવ જોઈએ તેટલી કોપી આસાનીથી મેળવી શકાય છે. અને અમુક સોફ્ટવેરની મદદથી ફોટામાં  જોઈએ તે મુજબ ફેરફાર કરી શકાય છે.ડીજીટલ કેમરા આવી ગયા છે, મન ફાવે તેટલા ફોટા પડવાના અને ત્યારબાદ જેના ફોટા રાખવા હોય તેના જ રાખવાના અને તેથી પ્રસંગમાં આવનાર દરેકના ફોટા અચૂક પાડે. એક જ મુવમેન્ટના અલગ અલગ રીતે ફોટા પાડવામાં આવે અને પછી જે વધારે સારો લાગે તે જ રાખવામાં આવે અને અન્ય ડીલીટ કરી શકાય જયારે પેહલાના જમાનામાં તે શક્ય ન હતું, જયારે ફોટા આવે ત્યારે ખબર પડે કે બહેનની આંખતો બંધ થઇ ગઈ હતી, ભાઈ તો હજુ સ્માઈલ આપવા જતા હતા તે પહેલા જ ફોટો લેવાય ગયો.પરંતુ આજે ફોટામાં જે ફેરફાર કરવા હોય તે કરી શકાય, જેમ કે, કપડાનો કલર બદલવો હોય તો બદલી શકાય છે, વાળનો કલર બદલવી શકાય છે, મતલબ કઈ પણ એડીટીંગ કરવું શક્ય છે.
આપને ત્યાં તેહવાર, પ્રસંગમાં ખાસ ફોટોગ્રાફર બોલવી ફોટા પડાવવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે ફોટાની જ્ન્જ્ટમાં ખરેખર માનવાની      મુવમેન્ટ ખોવાય જાય છે. જેમ કે, લગ્ન સમયે હસ્તમેળાપ હોય કે અન્ય વિધિ ફોટોગ્રાફર કેહતો હોય છે આ બાજુ જોવો તો જ ચહેરો દેખાશે, આમ કરો, આમ રહો વગેરે, અરે!આજકાલ તો ફોટોસેશન માટે અલગ કલાક લગ્ન દિવસે નિશ્ચિત જ રાખવી પડે છે.દુલ્હા-દુલ્હનને વિશ કરવાનું રહી જાય પરંતુ ફોટો પડી જાય અને ઘણી વખત તો ગ્રુપ ફોટો લેવા માટે ચહલ-પહલ સ્ટેજ પર થવા લાગે છે. ઉપરાંત ફોટોગ્રાફર અને વિડીઓગ્રાફર દ્વારા એટલી જગા રોકી લેવામાં આવે છે કે અન્ય લોકોને તો કઈ વિધિ ચાલે છે તે જોવાનો મોકો જ નથી મળતો. અને આવેલ લોકો જુદા જુદા ગ્રુપમાં બેસી વાતોના વળા કરતા હોય છે, શું વિધિ થાય, તેનું મહત્વ વગેરે ભાગ્યે જ કોઈ જંતુ હોય છે. જ્યારે આલ્બમ આવે ત્યારે જ ફોટા જોઈ ખ્યાલ આવે કે ત્યારે કઈ વિધિમાં શું થયું. પરંતુ કોઈવાર નેચરલ ફોટા પાડવાની અને જોવાની મજા કૈક અલગ હોય છે. કેમ બેસવું, હસવું ધ્યાનમાં ન લેતા ફોટા લેવામાં આવે છે. 

નાના બાળકો રમતા હોય, નાચતા હોય તેવા અમુક ફોટા ખુબ આનંદ આપે છે, તેમજ ક્યારેક કોઈ સ્થળની મુલાકાત વખતે પાડેલા ફોટા મેમોરેબલ મુવમેન્ટ તરીકે હમેશા કેદ કરી શકાય છે. અમુક સમયે આવા ફોટા જોવાથી જુના દિવસો યાદ કરવાની મજા જ કૈક ઔર હોય છે અને તે શબ્દો વ્યક્ત કરવું ઘણું મુશ્કેલ હોય છે. કોઈ વખત જયારે પતી-પત્ની કોઈ કારણસર એકબીજાતને સમય ન આપી શકતા હોય ત્યારે આવા જુના ફોટા દ્વારા ફરી નજીક આવી શકે છે, બાળકો પણ મોટા થયા બાદ પોતાનું બાળપણ પાછુ જોઈ શકે છે. કોઈ વ્યક્તિ દુનિયામાં ન હોય ત્યારે ફોટા તેમની વધારે યાદ અપાવે છે પરંતુ સાથે પોતાની પાસે હોય તેવો અહેસાસ પણ કરાવે છે. ઉપરાંત આજે તો કોમ્યુનીકેશન એટલું ફાસ્ટ બન્યું છે કે દુનિયમાં કોઈ પણ ખૂણે રેહતી વ્યક્તિને તુરંત જ ઇમૈલ, એમેમેસ દ્વારા તુરંત દેખાડી શકાય છે. કુટુંબી,મિત્રો દુર રેહતા હોય ત્યારે તેમની સાથે દરેક ખાસ દિવસો, સમયને યાદગાર બનાવી શકાય છે. આજકાલ તો સોસ્યલ વેબસાયટ પર માણસો પોતાનાં અનેક ફોટા મૂકી મિત્રો/સબંધીના વ્યુ મેળવે છે. આ ફોટા જોતા ગાવાનું મન થાય..ઝરા તસ્વીર સે, નીકલ કે તું સામને આ......

No comments:

Post a Comment