Monday, July 2, 2012

ઘર-ઘર (ઘર ગોખલા) વાસ્તવમાં અને ખેલ જગતમાં


ઢીગલી મારી ખાતી નથી પીતી નથી રે, આવા બાળગીતો થોડા વર્ષો પેહલા સંભાળવામાં મળતા. આજે, તો ઢીંગલી જોવા નથી મળતી ત્યાં ગીત ક્યાંથી સંભાળવા મળે. આજે, છોકરીઓ પણ નાનપણમાં કોમ્પુટર અને આઈપેડમાં રમવાનું પસંદ કરે છે, જેમ મોટીવયની છોકરીઓ નોકરી કરવાનું પસંદ કરે છે તેમ નાની છોકરીઓના વિચારમાં પણ પરિવર્તન આવ્યા છે. આજે નાની છોકરીઓ પણ તેના માં-બાપ પાસે કિચન સેટને બદલે તેના પાપાને કેહતી હોય છે મને કોમ્પુટર જોય છે, ઈન્ટરનેટ અને પેન ડ્રાઈવ તો જોય જ ને!, ઉપરાંત અન્ય ઘણું..



થોડા વર્ષો પેહલા છોકરીઓ રજા પડે એટલે તેની માં ની જેમ રોટલી વણવા ઉત્સાહિત થતી, રસોડામાં માં ને કેહતી માં મને આપને રોટી વણવી છે. માં તેને સાથે સાથે વણવા માટે રમકડાનો કિચન સેટ લઇ દેતી. દીકરી માં ની સાથે નાના પાટલા પર રોટી બનાવતી, બનાવટી દાળ-ભાત વગેરે બનાવતી. પોતાની બહેનપણીને બોલાવી તેની સાથે પણ આવી રમતો રમતી અને રાજી થતી. નાના નાના કુકર, ગેસના ચુલા, કપ-રકાબી વગેરે આબેહુબ માં જેમ રસોડામાં ગોઢવે તે રીતે ગોઠવવા કોશિશ કરતી અને અનેક ગણી ખુશ થતી. પાપા આવે એટલે તેને નાની રમકડાની ડીશમાં પોતે બનાવેલી ખોટી રસોઈ પીરસવાની, દાદા-દાદીને પણ રીતે અને સૌ કોઈ રસોઈના વખાણ કરે. પાપા કહે બેટા મને તો તારા હાથની રસોઈ બહુ ભાવી, તારી માં બનાવે તેના કરતા પણ સરસ બનાવ્યું છે, જા મારા માટે હજુ કંઈક લઇ આવ. અને દીકરી હોશે હોશે ફરીથી ડીશમાં કંઈક લઇ આવે. આવી ઘણી દીકરીઓ આજે તેના સાસરે સાચે રસોઈ બનાવે છે અને ઘરના સૌ કોઈને ખુશ કરે છે. પરંતુ નાનપણમાં જે ખુશી થઇ તેવી ખુશી વાસ્તવમાં નથી થતી.નાના હોય ત્યારે માત્ર રમવાનું હોય છે, નિર્દોષતા હોય છે પરંતુ  સમય સંજોગો પ્રમાણે જવાબદારીમાં વધારો થાય છે, ઉમર વધતી જાય છે. દીકરીમાંથી માં, સાસુ, દાદી-નાની અનેક પદવી મળતી જાય છે ત્યારે એક જિંદગીથી કંટાળી ગયેલ છે,પોતાની ઓળખ-જિંદગી ભૂલી બીજાના માટે જીવે છે છતા એવું બોલતા હોય છે. અને એટલે પોતાના સંતાનો મોટા થઇને પણ માત્ર હાઉસવાઈફ બનીને રહે તે ઈચ્છતા નથી, દીકરી પોતાની ઓળખ મેળવે, સમાજમાં પોતાની અગલા ઓળખ ઉભી કરે એવું ઈચ્છે છે  અને એટલે   કિચન સેટ લઇ દેવાને બદલે દીકરીને પણ અન્ય રમકડા લઇ દે છે અથવા તો જુદા-જુદા એક્ટીવીટી ક્લાસમાં મુકે છે.

એટલું નહિ આજકાલની દીકરીઓ પણ ઘરના નાના-મોટા કામમાંથી છટકવા પ્રયત્ન કરતી હોય છે, ચા/સરબત પણ  બનાવવા નથી ગમતા એટલે તો હવે રેડીમેડ કોલ્ડ્રીનક્સ, રેડીમેડ ચા વગેરે મળવા લાગ્યું છે એટલે મેહમાન આવે તો આપી દેવાનું. પણ હકીકત છે કે સ્ત્રી માત્ર હાઉસવાઈફ હોય કે વર્કિંગ લેડી અમુક બાબત સાથે તે હમેશા સંકળાયેલ રહે છે, અને એટલે જ  હવે તેને ઘરકામમાં સગવડતા અને સરળતા મળે તેવી અત્યંત આધુનિક વસ્તુઓ આવી ગઈ છે. એટલે તે ઘરના અને બહારના બને કામ કરી શકે છે, ઓછા સમયે ઘરના કામ  થઇ શકે છે જેનો તે અન્ય રીતે ઉપયોગ કરી શકે છે. જેમ કે, હવે રોટલી બનાવવનાં મશીન, લોટ બાંધવાના મશીન, ઓવેન વગેરે ઉપલબ્ધ છે એટલે કામ સરળતાથી અને ઝડપથી થઇ શકે. જેમ, બાળકોને બેગ, કમ્પાસ, વગેરેમાં વેરાયટી મળે છે, પુરુષોને તેની બાઈક, કારમાં અનેક સગવડતા મળે છે તે રીતે સ્ત્રી પણ હવે પોતાના રસોડામાં આધુનિકતા/સગવડતા ઈચ્છે છે. ટૂંકમાં જયારે નાના હતા ત્યારે જે વાસ્તવમાં કામ કરવાનું છે તે ખેલ ખેલતી વખતે ખુબ ગમતું, મજા આવતી પરંતુ વાસ્તવમાં જયારે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે તેને ખેલ ગણી સ્વીકારવો પડે છે, મોટા થતા બાળકો, ઘરના વડીલો, કુટુંબના વ્યવહારો વગેરેની સાથે તાલ મિલાવી બાળપણમાં જે  ઘર ગોખલા રમતા તે દિવસો યાદ આવી જાય પણ તેવી મજા/ખુશી આવે તે સત્ય હકીકત છે. 

1 comment:

  1. સાચી વાત છે, પણ આજે પણ ઘણી બધી છોકરીઓ છે જેમકે હું જે ઘરકામ સાથે સાથે બહારનું કામ પણ કરે છે.

    ReplyDelete