Thursday, July 5, 2012

ભૂલો ભલે બીજુ બધું..

આપના સમાજમાં દીકરીને પરાયી ગણવામાં આવે છે. દીકરીનું સગપણ થાય ત્યારથી જ તેના શબ્દે મારા ઘરે બોલ આવી જાય છે ત્યારે માં-બાપને ખુશી થાય છે પણ દીકરી દુર ચાલી જશે તેની વેદના પણ હોય છે. થોડા સમયમાં દીકરીના લગ્નની તારીખ આવી જાય છે, હસ્તમેળાપ અને કન્યાવિદાય સાથે કાલે જે દીકરી હતી તે વહુ બની જાય છે. વહુ બનતા જ લગભગ તેની પાસેથી અપેક્ષા રાખવાની શરુ થઇ જાય છે, સાસરે સાસુ-સસરા કે અન્ય કોઈ તેને નીતિ-નિયમોના બંધનમાં બાંધવાનું શરુ કરી દે છે. આ ઘરે શાક આ રીતે બનાવવાનું, ગરમ જોય-ઠંડુ જોય, કોને શું ગમે-શું નહિ વગેરે અને વહુ તે પ્રમાણે કરે રાખે. પોતાને શું ફાવે તે ભૂલી અન્યને અનુકુળ થવા લાગે અને આપની સંસ્કુતી/પરંપરા તેવી નારીને જ આદર્શ નારી માને છે જે કહ્યું કરે, ગમતું કરે. અને આવી સ્ત્રી આપના સમાજમાં આજે પણ છે અને રેહવાની જ છે. સામાન્ય રીતે વહુ ગમે તે કરે તો પણ આપને ત્યા વર્ષોથી ઘરના અન્ય સભ્ય દ્વારા કે સમાજમાંથી એક વાક્ય વારંવાર સંભાળવા મળે છે કે સાસરે ગયા પછી માં-બાપની માયા ઓછી કરવી જોઈએ તો જ સાસરે આકરું ન લાગે, જલ્દી સેટ થવાય અને આવું ઘણું બધું. ઉપરાંત વહુને માવતરે આવવા-જવામાં પણ રોકટોકને એ બધું હોય છે. ઘણી સ્ત્રી આ બધું ચલાવી લે છે તો કોઈ આંખે થઇ તેનો વિરોધ કરે છે. સાસરે પણ તેના સાસુ-સસરાને પોતાના જ માં-બાપ ગણીને રહે છે,, અન્ય સભ્યોમાં પણ ભેદ-ભાવ રાખતી નથી,તેમજ ઘરના સૌ કોઈને સાચવે જ છે, સેવા પણ કરે છે તો પણ સાસરે માં-બાપ//પિયરના નામે ઘણુ સંભાળવું પડે છે અને તે વર્ષોથી આપણી ભારતીય પરંપરામાં ચાલ્યું આવ્યું છે. દીકરો જો તરછોડે/વહુ આવતા તેના વ્યવહારમાં માં-બાપ પ્રતિ ભૂલથી પણ એક શબ્દ વિરોધમાં બોલાય જાય ત્યારે દીકરો તો વહુનો થઇ ગયો વગેરે.. અને બોલતા હોય છે કે માં-બાપ તરીકે અમે તારા માટે આ કરતા, તે કરતા અને તમે લોકો અમને આમ નથી સાચવતા ને તેમ નથી કરતા વગેરે.. ચાલુ થઇ જાય છે. વહુંને તેના માં-બાપને જરૂર પડ્યે તમે લોકોએ વહુના માં-બાપને અપેક્ષા ન રખાય તેમ કેહતા કારણ તે દીકરી છે, પણ એક સંતાનની માં-બાપ પ્રત્યે કે માં-બાપની સંતાન પ્રત્યે લાગણી સમજતા નથી અને દીકરો-વહુ રાખે/ન રાખે ત્યારે ઘણું સંભાળવા લાગે છે. દીકરાના માં-બાપ ભૂલી જાય છે કે વહુના માં-બાપ પણ છે, આપના સમાજમાં દીકરીના માં-બાપ દીકરી પાસે સાસરે ગયા પછી કોઈ અપેક્ષા રાખતા નથી પણ દીકરાના માં-બાપે તેમની લાગણી પણ સમજવી જોઇએ.

માવતરની માયા કયારેય ઓછી થતી નથી,સમય-સંજોગો પ્રમાણે દીકરી ત્યાં જઈ ન શકે ત્યારે તેને પણ દુ:ખ થતું હોય છે પણ તે પોતાના ઘરના વ્યવહારમાં ગુચવાય ગઈ હોય ત્યારે તેની હાલત કઠ્નીય હોય છે. તેમાં પણ સાસરેથી કોઈ ચાલાકી કરી તેને માવતરના વિરુધમાં કઈ કેહવામાં આવે, ત્યાં જવા માટે રોકવામાં આવે.આવા સંજોગોમાં એક સ્ત્રીના શબ્દો તેના માં-બાપ(સાસુ-સસરા)ને..... (માવતરની વિરુધ ન બોલવા ).વિનતીપત્ર. 



માન આપીશું, સેવા કરીશું,પણ માં-બાપને ભૂલવાનું કેહ્શો નહિ,
અગણિત છે ઉપકાર એના, વિસરશો નહિ.


લાખો લડાવ્યા લાડ અમને, કોડ સૌ પુરા કર્યા,
તો પણ કન્યાવિદાય કરી તમારા હસ્તે સોપ્યા.


કાઢી મુખેથી કોળિયા, મોહ્માં દઈ મોટા કર્યા,
અમૃતતણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ.

પથ્થર પૂજ્યા, પૃથ્વીતણાં, ત્યારે દીઠું અમ મુખડું,
પુનીતજનના કાળજા, મેણાં મારી દુભવશો નહિ.

લાખો કમાઈને, પોતે સુકાઈને પગભર અમને કર્યાં,
જરૂર પડ્યે સ્વાર્થી બની, તારા-મારાના ભેદભાવ કરશો નહિ.

માં-બાપ બની સેવા ચાહો તો, માં-બાપના ભેદ રાખશો નહિ,
સંતાનથી સેવા ચાહો, ત્યારે વહુ પાસેથી દીકરીના હક છીનવશો નહિ.


ભીને સુઈ પોતે અને,સુકે સુવડાવ્યા અમને,
અમીમય આંખને, ફરિયાદ કરી ભીંજવશો નહિ.


પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેને અમારા રાહ પર,
રાહબરના રાહ પર, જવાની ના પાડશો નહિ.

માન આપીશું, સેવા કરીશું, પણ માં-બાપને ભૂલવાનું કેહ્શો નહિ,
પળ પળ પુનીત ચરણની, ચાહના ભૂલવાનું કેહ્શો નહિ.

No comments:

Post a Comment