Sunday, July 7, 2013

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય- શું તે હમેશા સત્ય છે?


આપને ત્યાં અનેક ઘરડા ઘર છે અને તેમાં રેહતા વડીલની સંખ્યામાં વધારો થતો જ જાય છે. જે માં-બાપ ૨૫-૩૦ વર્ષ દીકરાને મોટા કરે છે તેને જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને તેમને ઘરડા ઘરનો આશરો લેવો પડે છે.જયારે આવી વાત જાણવામાં આવે ત્યારે એમ થાય કે એવું શું થાય હશે કે તેમને ઘર છોડવું પડ્યું? શું તેઓ અને દીકરા-વહુ એકબીજા સાથે થોડું ઘણું પણ એડજષ્ટ ન કરી શકે કે માં-બાપ ચાલ્યા ગયાઆવા સંજોગોમાં પાડોશી તેમજ કુટુંબી દ્વારા હમેશા દીકરા-વહુને જ ગુનેગાર ગણવામાં આવે છે કે વહુને ગમતું ન હતું, તેને હરવા-ફરવા જોય, ફરવું ગમે પણ કામ કરવું ન ગમે વગેરે..દીકરો પણ હવે વહુનો થઇ ગયો છે. વહુ જેમ કહે તેમ કહે અને ઘણા બોલે હવે તો  કેહવાય કે ' દીકરો તો વહુ દોરે તેમ જાય, દીકરો પારકી થાપણ કેહવાય'. સમાજમાં હમેશા દીકરા-વહુ ખોટા અને ખરાબ હોય છે પણ શું આ સાચું હોય છે? દીકરા-વહુ જ જવાબદાર?

 માં-બાપે પણ જમાના પ્રમાણે થોડો ઘણો પોતાના રીત-રીવાજો, નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. સાસુ હમેશા વહુને કેહતી હોય કે અમે તો આમ કરતા, આટલું બધું કરતા અને તમારે તો હવે મશીન આવી ગયા છે, સ્વીચ પાડો ને કામ થયું અને ઘણી સાસુ આ જમાનામાં પણ એવો જ આગ્રહ રાખતી હોય છે કે મારી વહુ પણ આમ જ કરે. વહુ નોકરી કરતી હોય, આર્થિક સ્થિતિ સારી હોય છતાં પણ નવી જીવન શૈલી મુજબની ચીજ વસ્તુ ન ખરીદવા દે, પોતાનું જ વર્ચસ્વ ચલાવે ત્યારે વહુને દુ:ખ થાય સ્વાભાવીક છે છતાં પોતે ચલાવે રાખે છતાં સમાજમાં વહુને સંભાળવું પડે કે પેહલા તો બધું કામ જાતે જ કરતા પણ હવે કામવાળા રાખવા પડે છે અને તેના નખરા તો હાથ જોડાવે છે, પરંતુ વહુ 10-11 કલાકની નોકરી કરે છે સારો પગાર છે, તેની આગવી પ્રતિસ્થા છે અને સમય નથી રેહતો એટલે કામવાળા રાખવાનું કહે છે પણ તે ગૌણ બને છે . પણ શું દીકરાનો બાપ તેને કદી  સંભળાવે છે કે હું તારી ઉમરનો હતો ત્યારે જ ઘરની જવાબદારી મારી બની ગઈ હતી, નાના-મોટા બધા કામ હું જ કરતો, તારે તો માત્ર નોકરી/ વ્યાપાર  કરવાની છે અને ઘરમાં પૈસા આપવાના છે. તને છે ચિંતા બીલ ભરવાની કે વેરા ભરવાની? પ્રાઈવેટમાં ૧૨-૧૩ કલાકની નોકરી હોય ત્યારે દીકરા માટે આ બધું ખુબ મુશ્કેલ બની જાય છે. પરંતુ પિતા દ્વારા કદી આવું દીકરાને કેહવાતું નથી પરંતુ સાસુ દ્વારા હમેશા વહુને મેણા જ મળે. અને આવા સંજોગોમાં જો દીકરો વહુનો પક્ષ લે તો... નાના-મોટા ઝગડા. દીકરો વહુ બને સમજુ હતા અને સમજી ગયા કે આપને જ તેમની ઈચ્છા મુજબ ચાલવું પડશે, આ ઉમરે કઈ તેમને એકલા મુકાય નહિ, આપની ફરજ છે અને તેમ કરવું પણ યોગ્ય નથી. ગઢપણે  સ્વભાવ ન બદલે અને આપને જ બદલવું પડશે  અને ત્યારબાદ જયારે દીકરો-વહુ માફી માંગે, વાત પૂરી કરવા ઈચ્છતા હોય ત્યારે વડીલ બોલ્યા હશે..' છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય'. કોઈ જીદી અને ઘમંડી માં-બાપે જ આ કેહવત પડી હશે. કેહવાય છે ને - BOSS IS ALWAYS RIGHT . 

2 comments:

  1. સાચે જ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.....પણ હમેશા દીકરા-વહુ ખોટા અને ખરાબ હોય છે પણ શું આ સાચું હોય છે દીકરા-વહુ ને જ શું કામ જવાબદાર. અમુક કિસ્સામાં માબાપ પણ જવાબદાર હોય છે
    સુંદર માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ.

    ReplyDelete