Monday, February 17, 2014

ખોવાય ગયેલ રમતો/ખેલ



 વર્ષો પેહલા ગલી-ગલીમાં બાળકો રમત રમતા જોવા મળતા, ગલીમાં ભાગમ ભાગ કરતા, અનેક રમતો રમતા. કોઈ વાર તો ઘરના વડીલ કેહતા હવે તો ઘરમાં ચાલો, આખો દિવસ ધૂળમાં રમે રાખો છો! પણ આવી રમતોમાં બાળકોના હાથ-પગને કસરત મળી રેહતી, તે કાર્યરત રેહતા. ગલીમાં વાહનોની અવર-જવર હોય તો પણ બાળકો બહાર રમતા હોય માં-બાપ નીશચીંત રેહતા. પરંતુ આજે સમય બદલાય ગયો છે. ઘરની બહાર કોઈ રમત રમતું જોવા નથી મળતું. બાળકો હોમવર્ક,અધર એક્ટીવીટી, કે ટી.વી./મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. 

સ્કુલમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે તે ખુબ જ જટિલ હોય છે કે બાળકો એકલા કરી ન શકે એટલે માં-બાપ પણ તેમાં વ્યસ્ત રહે છે તેમજ પ્રોજેક્ટ કરવા માટે સૌ મગજ કસવાને બદલે તુરંત જ ઇન્ટરનેટનો સહારો લઇ લે છે જેમાં જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે. પરંતુ બાળક તેમાં વ્યસ્ત રહે છે અને મુખ્ય કામ ભૂલી તે ઇન્ટરનેટનો અન્ય ઉપયોગ કરતા તુરંત શીખી જાય છે, જેમ કે, સોસ્યલ સાઈટ, ઓનલાઈન ગેમ્સ, ઓનલાઈન મુવી ડાઉનલોડ કરવામાં કુશળ બની જાય છે. તેમજ  બાળકને મોબાઈલ બહુ સરળતાથી વાપરતા આવડી જાય છે, તેમાં ગેમ્સ તેમની ફેવરીટ હોય છે. આમ, તેઓ સામાન્ય રીતે આખો દિવસ આ રીતે જ પાસ કરે છે, કોઈ શારીરિક શ્રમ રેહ્તો નથી, બેઠાડુ જીવન થઇ ગયેલું છે જે સ્થૂળતા વધારે છે. આજના યુગમાં કુદરતને જોવાની કોઈ પાસે ફુરસત નથી, ઠંડી હવામાં બેસી તેને મેહસૂસ કરવની કોઈને ઈચ્છા નથી.રેસ્ટોરન્ટમાં ડીનર માટે ગયા હોય તો પણ ચેટિંગ પ્લેટફ્રોમમાં બીઝી જોવા મળે છે. માં-બાપ પણ બોલતા હોય છે કે ગલીમાં રમતા હોય તો ચિંતા રહે કે કઈ ભટકાઈ જશે તો?કઈ લાગી જશે તો? વગેરે વગેરે... અને પોતાના કામમાં ખલેલ ન પહોંચે એટલે બાળકને ટી.વી./મોબાઈલ વગેરે સોંપી દે પરંતુ આ રીતે બાળકને નાનપણથી જ એક વ્યસન થઇ જાય છે,આ બધા instrument વગર તે અધૂરા બની જાય છે. ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ, તેનો ઉપયોગ પણ થવો જોઈએ પણ યોગ્ય થવો જોઈએ. આખો દિવસ માં-બાપ અને સંતાનો પોતાના મોબાઈલમાં ચેટિંગ પ્લેટફ્રોમમાં વ્યસ્ત જોવા મળે છે, ઘરમાં પણ એકબીજાને તેમાં મેસેજ કરી વાત કરે છે ત્યારે સવાલ ઉદ્ભવે છે કે શું આપણે મોબાઈલ વગર અધૂરા છીએ?
અમુક શાળામાં જ હવે ખો-ખો, કબડી, લાંબી રેસ, ઉંચી કુદ જેવી રમતો શીખવવામા આવે છે. શાળાકીય ક્ષેત્રે આ બધી રમતોને યોગ્ય મહત્વ આપી આ રમતો અને રમતવીરને પ્રોત્સાહિત કરવા જોઈએ. આપણો ખોરાક, આપણો પોષક વગેરે આપણી આબોહવાને આધારે અપનાવેલ છે પરંતુ આજના યુગમાં સૌ અન્ય દેશના ખોરાક, પોષાક વધારે પસંદ કરીએ છીએ ત્યારે આપણે સૌએ યાદ્દ રાખવું જોઈએ કે વેસ્ટર્ન સ્ટાઈલથી આપણે ભલે વેસ્ટર્ન થઇ જઈએ પણ એ યાદ રાખવું જોઈએ કે સુર્ય પણ વેસ્ટમાં જ ડુબે છે.

No comments:

Post a Comment