Wednesday, July 16, 2014

જોબ- શું તે સ્ત્રીની જરૂરિયાત /કેરિયર /ટાઈમપાસ ?

આપણો સમાજ નોકરી/વ્યવસાય કરતી સ્ત્રીને જુદી નજરોથી જ જોવે છે. કલ્પના ચાવલા જેવી વીરંગના અવકાશ સુધી પહોચી ગઈ છે પણ આપણા સમાજની વિચારસરણી ણ બદલી. સ્ત્રી નોકરી માટે ઇન્ટરવ્યું આપવા જાય ત્યારે સામાન્ય રીતે તેને સવાલ પૂછવામાં આવે છે what is the reason you want to do the job? ત્યારે તેને પણ સવાલ કરવાનું મન થાય છે કે આવો સવાલ શા માટે? શું પુરુષને આવો સવાલ કરવામાં આવે છે. જેમ તેની લાઈફ સાયકલમાં કમાવવું/જવાબદારીનું સ્ટેજ છે તેમ સ્ત્રીમાં કેમ નથી? શા માટે તેની લાઈફને મેરેજ પછી માત્ર ઘરની જવાબદારી સુધી જ મર્યાદિત ગણવામાં આવે છે. અમિતાબ બ્ચચન પાસે અઢળક સંપતિ છે, આવનારી અનેક પેઢી વગર મહેનત આરામથી જીવી શકે તેટલું ધન છે તેમ છતાં પણ ૭૦ વર્ષે કાર્યરત છે, એટલું જ નહિ પુત્ર અને પુત્રવધુ પણ નાના-મોટા ટી.વી. શો, ફિલ્મ, જાહેરાતમાં કામ કરે છે. તેને ત્યાં સંપતિનો અપાર ભંડાર છે જે ખૂટે એમ નથી તો પણ તે એક્ટીવ છે, કામ કરે છે અને પૈસા કમાય છે, શા માટે? તેને જરૂરિયાત છે? કેરિયર કે ટાઈમપાસ? કોઈને આવો સવાલ થાય છે?ના? કેમ?
૧) એક લેડીનો પતિ સરકારી પગારદાર છે અને ઊંચ હોદો ધરાવે છે અને તેણી સ્વ ખાનગી કંપનીમાં  સારા હોદા પર છે અને સારી આવક પણ છે.તે તેના કોઈ વ્યવહાર છેશરતચૂકથી પણ ભૂલતી નથી. ઘરમાં બાળકો અને કુટુંબ સાથે તાલમેળ રાખે છે, આ રીતે ઘરની અને બહારની બને જવાબદારી સારી રીતે નિભાવે ચેહ. ત્યારે સમાજના અવારનવાર લોકો બોલે છે શા માટે તું હેરાન થાય છે? શાંતિથી ઘરમાં રેહવામાં તને શું તકલીફ છે. ઘરમાં જ કોઈ એક્ટીવીટી કે આરામ કર. શું તે ૨૦/૨૧ ભણી છે તો તેના કોઈ aim નથી? જયારે કોઈ આવા શબ્દો બોલે છે ત્યારે મને ૧૭/૧૮મી સદી છે કે જ્યારે બાળકીને દ્દુધપીતી કરવામાં આવતી, ત્યારે બાળકને જીવતી મારવામાં આવતી અહી તેના વિચારને/કેરિયરને/મહત્વકાંક્ષાને મારવામાં આવે છે. શું તે દૂધપીતી બાળકી પર કરવામાં આવતા અત્યાચાર કરતા અલ્પ છે?
 
૨) એક લેડીનો પતિ સમાન્ય દુકાનમાં સામાન્ય પગારથી કર્મ કરે છે અને પોતે પણ નાની એવી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે મેરેજ પેહલા પણ નોકરી કરતી અને મેરેજ પછી પણ નોકરી કરવા ઈચ્છતી જ હતી. પરંતુ સમાજ બોલે છે જરૂરિયાત છે તો બિચારી શું કરે? નોકરી કરવી જ પડે ને?  She can manage her home / child & many more then why social animal (people) speaking like this? તેને પણ બે ટંક રોટલાં રાંધવા સિવાય કઈ શીખવું છે, જાણવું છે, તો પછી શા માટે તેને આ રીતે જોવામાં આવે છે?
૩) એક કપલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને બનેના પગારધોરણ પણ સારા છે, ઊંચ હોદા પર સ્વમાનથી બને કામ કરે છે, નાનું પણ સુખી કુટુંબ છે, સંપૂર્ણ સાધન સંપતિ છે, નોકરો પણ છે. પત્નીની આવક તો માત્ર વધારની આવક જ છે ત્યારે સમાજ કહે છે અંતે તો time pass કરવા જ નોકરી કરે છે, ઘરમાં ઘરકામ ન કરવા પડે ને એટલે, ઘરમાં સાસુ સાથે રેહવું નહિ ને એટલે! શું સ્ત્રી નો કોઈ aim નથી. શું તેને હમેશા dependent જ રેહવાનું.
 
આપનણે  ત્યાં સારી ડીગ્રી ધરાવના સ્ત્રી પોતાની પ્રેક્ટીસ માટે સમય નથી ફાળવતી કારણ ઘરના કામમાંથી તેને સમય જ નથી મળતો. ડોક્ટર, વકીલ દીકરીઓ ઘર બેસી ઘરસંસાર ચલાવે છે પરંતુ  તેની અન્ય પણ ઈચ્છા હોય છે કે પ્રેક્ટીસ કરે પણ અનેક કારણોસર તે પોતાની ઓરીજીનલ ઓળખ ભૂલી ને નવી ઓળખ મેળવે છે પણ શું તે પોતાને ન્યાય કરે છે?
શું આપણો સમાજ એવું જ ઈચ્છે છે કે સ્ત્રી ભણે કે ના ભણે ૧૯-૨૦ વર્ષની થાય એટલે મેરેજ કરવાના, મેરેજ બાદ પતિ અને કુટુંબની નાનામાં નાની જરૂરિયાત ધ્યાનમાં રાખવાની., અને થોડા સમયમાં છોકરા પણ કરવાના. જો સંતાન ન કરે તો પણ અનેક સવાલ. કેમ કંઈ તકલીફ છે? શું વાર છે? વગેરે વગેરે...અરરર તે સવાલો પણ સ્ત્રીને જ થાય છે, પુરુષ ને નહિ. બાળક સ્ત્રીના ગર્ભમાંથી આવે છે પણ તે નિર્ણય બનેનો હોય છે તો આવા સવાલ શા માટે પુરુષને નથી પૂછતા? આજે ઘણા એવા કિસ્સા જોવા મળે  છે જેમાં લગ્નને ૧૫/૧૬ વર્ષ થઇ ગયા હોય, સંતાનો પણ ૧૧/૧૨ વર્ષના હોય ત્યારે પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે, બાળકોનું પણ વિચાર આવતો નથી, પતિ-પત્ની કોઈનો પણ વાંક હોય પણ આટલા વર્ષે પણ પત્નીને છોડી ડે ત્યારે તે સ્ત્રી દિકરી શું કરે? માં-બાપને ત્યાં જઈ તેમનું દુ:ખ વધારે? પરંતુ જો તે કઈ નોકરી-ધંધો કરતી હશે તો તેને કોઈના પર આધારીત રેહવું નહિ પડે. અને આવા ડરથી જ સ્વનિર્ભર રેહવાની જરૂર નથી, સ્વ માટે પણ કઈ ને કઈ કરવું જ જોઈએ એવા વિચાર સાથે, સમાજની પરવા કર્યા વગર કાર્યરત રેહવું જ જોઈએ.
 

No comments:

Post a Comment