Wednesday, July 16, 2014

ગરીબી- દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે


દીકરો મારો લાડકવાયો  ......
 
મોટા મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટસ, થીયેટરમાં જો નજર ફેરવીએ તો સૌ સુખી-સમ્પન લાગે, કોઈ ગરીબી ન દેખાય. અમીર માં-બાપના સંતાનો એ.સી. શાળામાં ભણે છે, એ.સી. બસમાં શાળાએ જાય છે, ઘરમાં પણ એ. સી. છે છતાં બીમાર પડી જાય છે, માં-બાપ પોતાની દિન-ચર્યામાં વ્યસ્ત હોય અને ઘરમાં નોકરો તેમને બાળકનું ધ્યાન રાખતા હોય છે. બાળક જીદી, તોફાની હોય છે તેમને ગરીબી એટલે શું તેનો અંદાજ નથી.જયારે નાના ઝુપડા, મોટા લગ્નના હોલ, શહેરની ફૂટપાથ પર ગરીબી સામે લડાઈ લડતા લોકો જોવા મળે છે જે એક એક કોળિયા માટે મેહનત કરે છે. છોકરું રડતું હોય કે હસતું હોય, તડકા-છાયાંમાં ભટકતું હોય પણ તે સ્વસ્થ જોવા મળે છે. ઉપરોક્ત દ્રશ્યમાં માં-બાપ બાળકને કચરાપેટી સાથે ઘોડિયું બનાવી તેને જુલા જુલાવતા ધંધો કરે છે.શું ગંદકી, શું બદબૂ તેમને કઈ અસર જ નથી કરતુ। માં-બાપ કામ કરતા જાય છે અને બાળકને રમાડતા જાય છે.જાણે માં-બાપ કામ કરતા કરતા ગાતા હોય ‘દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે.....’ તમેના માટે પણ તેમનો દીકરો/દિકરીલાખોમાં એક જ છે. આવા દ્રશ્ય જોઈને સાચે જ આંખમાં આંસુ આવ્યા વગર ન રહે.

No comments:

Post a Comment