Wednesday, August 3, 2016

વિચારબિંદુ-૧૮ ફોરવર્ડ માણસો

ફોરવર્ડ- લોકો તો ફોરવર્ડ છે. ઘરમાં પણ વેસ્ટર્ન આઊટફીટ પેહરે છે અને પ્રસંગમાં પણ ફેન્સી ડ્રેસ અને સાડી. અરે જમવામાં ચાયનીસ, મેક્સીસન પણ જમી લે. ઘરની સ્ત્રીઓ તો સ્વીમીંગમાં જાય, જીમમાં પણ જાય. એમ, તો તો બહુ સારું કેહવાય ફોરવર્ડ છે તો દીકરી દેવામાં વિચારી શકાય. યુગમાં તો છોકરીઓ ને થોડી છૂટ-છાટ તો જોઈએ અને છોકરાવને પણ આવી છોકરીઓ ગમે.
 પરંતુ શું માત્ર પેહરવેશથી ફોરવર્ડ થવાથી કે કેહવાથી માણસ સ્વભાવથી પણ ફોરવર્ડ થાય છે? ના, નથી થતો. મનથી જે માણસ આધુનિકતા સ્વીકારે તેને ફોરવર્ડ કેહવાય. બેહરૂપિયા તો ઘણા હોય છે, દ્વિમુખી પણ ઘણાં હોય છે પરંતુ અસલી ચહેરો વ્યક્તિત્વ નીખારે છે. આજ કાલની સાસુ પણ વેસ્ટર્ન આઉટફીટ પેહરે છે પણ સ્વભાવે તો હજુ જુનવાણી સાસુ છે- વહુને કેમ હેરાન કરવી, તેને સાથે રકજક કરવી, તેની અવગણના કરવી. સ્વીમીંગ/જીમ કે અન્ય કોઈ જગ્યાએ જઈને પણ વહુની ખટપટ કરે છે, આધુનીક સાસુ મંદિર/ધાર્મિક સ્થળે જવાને બદલે વિવિધ એક્ટીવીટી કલાસમાં જવાનું પસંદ કરે છે.  ફોરવર્ડ બાહ્ય પહેરવેશથી નહિ પરંતુ મનથી થવાય છે.

No comments:

Post a Comment