મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
Monday, August 29, 2016
Joy Of Giving
હું તો ગઈ તો
મેળે..મેળે...લોક મેળો એટલે બાળકોની પ્રિય જગ્યા. ફજ્જર, ટોરાટોરા, રમકડાંના
સ્ટોલ, આઇસ્ક્રીમ અને નાસ્તાના સ્ટોલ અને ઘણું બધું. જ્યાં નજર પડે ત્યાં બાળકનું
મન લલચાય. હું નાની હતી ત્યારે પણ મેળે જતી, પાપા, બહેન સૌ સાથે જતા અને ખુબ જ આનદ
કરતા, અનેક ચકરડીમાં બેસવાનું,હસવાનું અને નાસ્તો કરવાનો. રમકડા તો પાપા કોઈ મોટી
દુકાનમાંથી જ લઇ દેતા, ના પડી તો પણ લઇ આવતા. પરંતુ મેળામાં મળતી દડી, સ્ટીમર,
નાનો પંખો, કિચન સેટ વગેરે હજુ નજરકેદ હોય એવું લાગે છે. આ વર્ષે પણ અમે મેળામાં
ગઈ પરંતુ ન ચકરડીમાં બેઠા ન કઈ વસ્તુ ખરીદી કે નાસ્તો કર્યો તો ગયા શા માટે સવાલ
થાય. હું અને મારી ફેન્ડસ દુર દુરથી મેળામાં ધંધો કરવા આવેલા, મેહનત કરીને કમાવા
ઈચ્છતા, ગરીબ લોકોને કઈક મદદ કરવાના ઈરાદાથી ગયેલ. અમે બાળકોને ચોકલેટ, કપડા,
નાસ્તો, મોટેરાને પણ કપડા, નાસ્તો આપેલ. આપણા બાળકોને ચોકલેટ રોજ આપી શકીએ પણ રોજ
ચોકલેટ ન ખવાય એટલે ખાવાની ના પડી તો પણ રડવું આવે છે, ચોકલેટ તેમની ખુબ જ પ્રિય
વસ્તુ છે અને જયારે કોઈ સબંધી કે પાડોશી દ્વારા તેમને ચોકલેટ મળે તો પણ તે ખુશ થઇ
જાય છે જયારે અહી તો બાળકોને ચોકલેટ એટલે શું એ પણ શાયદ નહિ ખબર હોય પણ તે જોઇને
અતિ ખુશ થયા હતા. એટલું જ નહિ સંતોષી લોકો હતા કોઈ અમને વધારે આપો, આ આપો એવું
કરતા નહિ ખરેખર માસુમિયત તો ત્યાં પણ છલકાતી હતી . આવી જ કઈ યાદો.....
No comments:
Post a Comment