Friday, August 26, 2016

વિચારબિંદુ-૨૦


આજ કાલના છોકરાવની ચર્ચા બહુ ચર્ચિત છે. માતા-પિતા, દાદા-દાદી એક વાત કરતા હોય કે બસ આજકાલના છોકરાવ બહુ તોફાની છે, એક ને પણ સાચવી શકાય, થોડી વાર સ્કૂલ/ટ્યુશન જાય તો શાંતિ લાગે. તેમને તો બસ મોબાઈલ અને ઈન્ટરનેટ હાથમાં આવે એટલે કઈ જવાબ આપે. પેહલાના છોકરાવ તો ક્યારે મોટા થઇ જતા ખબર ના પડતી, તોફાન પણ કરતા અને કહ્યું કરતાં પરંતુ ક્યારેય વિચાર્યું છે આજકાલના વડીલ વિષે? વગેરે, વગેરે. ના ને?

આજકાલના વડિલ પણ પેહલા જેવા વડિલ જેવા રહ્યા છે? વડિલની વિરુદ્ધ કેહવાની મારી હિમત નથી પરંતુ કોઈ એવી વાત છે જેની સામે આજકાલના છોકરાવ દલીલ કરી શકે....

વડિલને પણ બાળકોને વાર્તા કેહવી કે બાળગીતો બોલવા નથી ગમતા, મોબાઈલમાં કે ટી.વી. માં ઓડિયો/વીડિઓ ચાલુ કરી દે છે. વડિલ પણ બહારથી ઘરે આવે એટલે તુરંત ટી.વી. ચાલુ કરે છે અને ભગવાનનાપણ ભજન કે સત્સંગ જોવાનું ભાગ્યે પસંદ કરે છે તેમને પણ રિયાલીટી શો, કોમેડી તેમજ સાસુ-વહુની સીરીયલ જોવામાં વધારે રસ હોય છે.
બાળકોને હેલ્થી ફૂડ ભાવે કે ન ભાવે પણ વડિલને  પિત્ઝા, બર્ગર પસંદ આવવા લાગ્યા છે અને બાળકોની જેમ ખીચડી તેમની અપ્રિય બની ગઈ છે. વડિલને પણ ટી.વી. જોતા જોતા જમવું છે તો બાળકો પણ તેમને લાઈક કરશે અને ફોલો પણ કરશે જ.બાળકો મોબાઈલમાં વાત કરવા એકાંત જગ્યા પસંદ કરે છે, તેમને કોઈની ખલેલ પસંદ નથી પછી એ વાત સગા-સબંધી કે મિત્ર કોઈની પણ સાથે હોય શકે તેવી જ રીતે મોટેરા પણ સમુહમાં બેઠા હોય ત્યારે મોબાઈલમાં કોઈ નો ફોન આવે તો વાત કરવાનું ટાલે છે, જેમ કે, પછી ફોન કરું કામમાં છું, નેટવર્ક નથી મળતું વગેરે વગેરે/ બહાર નીકળી વાત કરવા લાગે છે. બાળકો મોટેરા પાસેથી જ બધું શીખે છે. વડિલ પણ સમય મળ્યે મોબાઈલમાં ગેઈમ કે ચેટીંગ કરવા બેસી જાય છે અને કલાકો સુધી તેમાં જ રચ્યા પચ્યા રહે છે. થોડા દિવસ પેહલા એક મંદિરમાં દર્શનાથે ગયા  હતા ત્યારે બહારના ભાગ તરફ ખુબ જ ખુશનુંમાન જગ્યા હતી ત્યાં ૧ કાકા-કાકી બેઠા હતા, જોઈને લાગતું હતું કે તેમના પૌત્ર-પોત્રી હશે, બને લોકો આજુ-બાજુનું વાતાવરણ જોવાને બદલે, ભગવાનના મંદિરમાં તેમનું સ્મરણ કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતા!!!! હા, કાકા ચેટીંગ કરતા હતા અને કાકી ગેમ્સ રમતા હતા.તેમને પણ આનદ કરવાનો, જિંદગી જીવવાનો શોખ છે પરંતુ જો વડિલ જ ધાર્મિક જગ્યાએ મોબાઈલમાં વ્યસ્ત હોય તો આજકાલના છોકરાવ ને શું કેહવું? અગાઉના જમાનામાં વડિલ સમય મળ્યે ભગવાનનું નામ લેવા માળા કરતા પરંતુ આજકાલના વડીલને માળા કરવી નથી ગમતી. તેમને પણ ઈન્ટરનેટમાં જ ભગવાનના દર્શન કરી વીડિયો જોવા ગમે છે. વડિલ વિષે ઘણું બધું કહ્યું-સૌ વડિલ માફ કર જો પણ જે જોયું તે લખ્યું. 


No comments:

Post a Comment