Thursday, April 21, 2011

પરીક્ષા સેન્ટર કે બગીચો

 
               

માર્ચ મહિનો એટલે બોંડની પરીક્ષાનો સમય, વિદ્યાર્થી અને માં-બાપ બધા ચિંતિંત હોય છે કે શું થશે, શું પરિણામ આવશે? આખું વર્ષ આટલી બધી મેહનત કરી છે(સાચું તો તેમના સંતાનો જાણે) કઈ વાંધો આવે તો સારું. છોકરાની સાથે માં-બાપ પણ દિવસ-રાતના ઉજાગરા કરે છે. અને રાહ જોવે છે કે પરીક્ષા પૂરી થયે કઈ જગ્યાએ રોકવા જવું, કઈ જગ્યાએ ફરવા જવું વગેરે વગેરે

અમારા એક સંબંધીને ૧૦મા ધોરણની પરીક્ષા હતી, બોર્ડની પરીક્ષા હોય એટલે લગભગ બધા માં-બાપ સંતાનને પરીક્ષા સેન્ટર મુકવા જાય છે, એકલા નથી જવા દેતા. કારણ કે ચિંતા થતી હોય છે કે બાળક નર્વસ થઇ જશે તો, રસ્તામાં વાંચવું હોઈ તો વાંચી શકે, ત્યાં કોઈ તકલીફ પડે તો...આવા ઘણા વિચારથી કોઈ ને કોઈ વિદ્યાર્થીને મુકવા જતા હોય છે અને રીતે હું પણ અમારા એક સંબંધીની સાથે ગઈ હતી. સમય કરતા લગભગ અમે ૪૫ મિનટ પેહલા પહોંચ્યા હતા, ઘણા વિદ્યાર્થી અને માં-બાપ ભેગા થતા ખુબ શોર-બકોર થતો હતો. આજુ-બાજુમાં પણ શાક માર્કેટ હોય દેકારો હતો, કોઈ જગ્યાએ શાંતિ હતી. મને મારી પરીક્ષાનો સમય યાદ આવી ગયો. તે સમયમાં અને વખતે જોયેલા માહોલમાં ઘણો ફેર હતો. હું જયારે ૧૦/૧૨ ધોરણમાં હતી ત્યારે લગભગ બધા રેગુલર જેમ કપડા, વાળ રાખતા હોય તે રીતે આવતા. પોતાની પરીક્ષાની ચિંતા ચહેરા પરે દેખાતી.(જરૂરી નથી કે કોઈને ચિંતા દેખાય પણ સિર્યસનેસ નો ખ્યાલ આવી જાય છે)પણ અહી તો માં-બાપના ચહેરા પર વધારે ચિંતા હતી અને વિદ્યાર્થી બિન્દાસ દેખાતા હતા અને હું તો - મિનટ બધાને જોતી રહી અને મનમાં સવાલ થયો કે હું ક્યાં આવી છુ?  કોઈ ફેશન શો માં કે પછી પરીક્ષા સેન્ટર પર

છોકરીઓ કોઈ પ્રસંગમાં જતી હોય તે રીતે Hairstyle,Western કપડા અને અમુક લોકોના ગ્રૂપ હતા જે એક સરખા કલરના કપડા અને હેર Style કરીને આવ્યા હતા. કોઈ પરીક્ષામાં આવ્યા હોય એવું તેમના ચહેરા પર લાગતું હતું. હસી-મજાક, હાથમાં મોબઈલ અને સમસ વાંચવા/મોકલવાનું ચાલુ. એવું નથી કે છોકરીઓ ફેશન કરતા હતા- વાળને કલર, મોંઘા મોબઈલ લઈને આંટા-મારવા છોકરીને જોય ઈશારા કરવા વગેરે.......અને .મને તો લાગતું હતું કે લોકો કોઈ જગ્યાએ ફરવા આવ્યા છે. શું તેમના ઘરમાં કોઈ તેને કેહતા નહિ હોય કે તું ફરવા નથી જતી/જતો. આવું કરાય, ભણવામાં ધ્યાન આપ, કે પછી તેઓ કોઈનું માનતા નહિ હોય. આમ છતાં પણ  માં-બાપ ચિંતા કરે રાખે, મારા સંતાનને હુંC.A.બનાવવા ઈચ્છે છે, MBA થાય તેમ ઈચ્છે છે પણ સંતાનો બે ફિકર પોતાની દુનિયામાં  મસ્ત હતા. અને જયારે પરિણામ આવવાનું હશે ત્યારે ભગવાન પાસે બધા ભીખ માંગતા હોય કે મને પાસ કરાવી દે, આટલા માર્ક અપાવી દે. પણ તેનો શું ફાયદો. Suicide કરવા જાય અને પછી ઈચ્છતા હોય કે કોઈ આવીને રોકી લે શું તે શક્ય છે? આપની સરકાર શિક્ષણ માટે હંમેશા પ્રોત્શાહન આપે છે પણ શું ખરેખર શિક્ષણથી શિક્ષિત થવાય છે? શું આપના દેશનું ભાવી શુરક્ષિત છે? ઘણી વાર તો લાગે છે કે બધા કોચિંગ ક્લાસ ને સ્કૂલના નામે ઘરની બહાર નીકળવાનો મોકો ગોતે છે.આજનું ભણતર મોંઘુ બન્યું છે, ભણતરની સાથે ગણતરનો અભાવ છે ત્યારે શું થશે આપના ભાવી નો દરેક જાગ્રુત માં-બાપની પરેશાની છે.










No comments:

Post a Comment