Wednesday, April 27, 2011

પુણ્યશાળી બનવાના પ્રયોગો


દુનિયમાં માણસો પેહલા પાપ કરે છે અને પછી પાપને ધોવા માટે જુદા જુદા તુર્ક લગાવે છે અને પોતે પાપમાંથી મુક્ત થયાનો આનંદ મેળવે છે. આજે આપને અનેક ક્ષેત્રે પ્રગતિ મેળવી છે તો પણ આજના દિવસે  ઉચ ડીગ્રી ધરાવનાર, ગરીબ-ઓછુ ભણેલ વ્યક્તિ શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માને છે. પોતાના દુખ, જિંદગીની કસોટી, માંદગી વગેરેથી બચવા, અનેક પુણ્ય મેળવવાના અખતરા કરે છે. પણ શું એમ પુણ્ય મળે? તો સૌ પેહલા ખૂન,ગુના વગેરે કરે અને પછી પાપ ધોવા માટે માનતા રાખે.

આજનો માણસ એવું માને છે કે ગાય ને ઘાસ આપવાથી, કુતરાને દૂધ આપવાથી, માછલાને લોટ આપવાથી, પંખી ને ચણ આપવાથી પુણ્ય મળે છે. શું ખરેખર પુણ્ય મળે? તો પછી આપના દેશના પશુ-પ્રાણી કોઈ દિવસ ભૂખે નહિ મરે, તેમનું સ્વાસ્થ્ય પણ સારું રેહશે, સાચી વાત ને? અરે મેં તો ઘણા એવા જોયા છે કે જે રોજ બે વાર કુતરાને દૂધ આપે છે, બિસ્કીટ આપે છે પણ ઘરમાં વડીલને પાણી પણ આપતા નથી. ઘરમાં વડીલ કહે બેટા પાણી/જમવાનું આપજો ને તો કેહ્શે જાતે એટલું પણ કરી શકતા નથી, આખો દિવસ લાવો અને તે લાવોમાં થકવી દે છે. વડીલને પાણી આપતા પેહલા કેહ્શે બા-બાપુજી હમણાં પાંચ મીનીટમાં આવું, કુતરાને દૂધ આપવા જઈને આવું, મંદિરે જઈને આવું. અરે.... પુણ્ય મેળવવા વડીલને ભૂલી જવાના!!!! કયા ભગવાન એમ કહે છે કે તમે મારી સેવા કરો, મારી પાછળ / કલાક બગાડો. માનવા સેવા સાચી સેવા છે. ઘરમાં ભાઈ-બહેન, વડીલની દેખરેખ, એક બીજાનું માન-સન્માન પુણ્યશાળી બનાવે છે. જેમ આજની જનરેશનને ઘર કરતા રેકડી અને હોટેલમાં મળતા ફૂડ વધારે ભાવે છે, જેમાં ખાવાની વસ્તુમાં પણ કલર અને ચટપટા મસાલાવાળા હોય તે ફૂડ વધારે પસંદ છે, બ્રાન્ડેડ વસ્તુ વધારે પસંદ છે  તેમ જનાવરને પણ રોટલી ભાવતી નથી. થોડા સમય પેહલા નજરે જોયેલું કે એક વડીલે એક કુતરાને રાતે રોટલી આપી અને પણ ઘી ચોપડ્યા વગરની, કુતરાએ ખાધી, ઘી ચોપડીને પણ આપી લીધી, પણ બ્રાન્ડેડ બિસ્કીટ આપ્યું તરત લઇ લીધું. અને એક કુતરાનું નિરીક્ષણ નથી, ઘણા કુતરાને રીતે જોયા

ઘણા માણસો જમ્યાબાદ વધુ-ઘટ્યું ગાયને એથવાડ તરીકે આપે છે અને બોલતા હોય છે કે ગાયને તો આપવું જોઈ ને. શું આપવું જોઈ....એથવાડ?  આપવાથી પુણ્ય મળે? જો આપવું હોય તો જમતા પેહલા તેના માટે રસોઈ અલગ રાખી અને આપવી જોઈ. તો પોતાની વધઘટનો ભોગ બીજાને બનાવવું અને ઉપરથી હાથ રાખવો કે અમે તો રોજ ગાયને જમવાનું આપીએ છીએ. જમાના પ્રમાણે પુશુના વિચારમાં પણ ફેરફાર થયા છે, કેહવત છે ને 'દીકરીને ગાય દોરે ત્યાં જાય' તેને બદલે હવે 'ફાવે ત્યાં જાય' અને 'કરવું હોય તે કરે'. ગાય પણ એથવાડનો બદલો લેતી હોય છે. ભૂખ લાગી હોય ત્યારે ગમેતે આરોગી લે પણ પછી રોડ પર ગમે ત્યાં બેસી જાય, રસ્તા પણ બગાડે, ઘરના આંગનાં પાસે સ્વજનને પગ ધોવા પડે તેવી કેક બનાવી સ્વજનનું સ્વાગત કરે છે, અને વાહનચાલકો ગમે તેટલા હોર્ન મારે પણ તે ઉભી થાય એટલે થાય. અનેક પ્રયાસો માણસ કરે ત્યારે ધીમે ધીમે રસ્તો કરી આપે(મનમાં તે પણ હસતી હશે અને બોલતી હશે જોઇને મને એથવાડ આપવાની મજા). જેમ માણસમાં પણ બદલો લેવાની ભાવના ઊચ્તમ ડીગ્રીએ હોય છે તેમ હવે જાનવરમાં પણ ભાવના આવી ગઈ છે.

આપને ત્યાં અનેક પવિત્ર નદી છે, અને નદીને આપને આપના પગ ધોઈ ને અપવિત્ર બનાવી દીધી છે. અમુક ધર્મના લોકો એવું માને છે કે જીવનમાં એક વાર તો ગંગા સ્નાન કરવું જોઈ, પાપ ધોવાય જાય. અરે ત્યાં જાય તો  પાણીમાં હાથ નાખવો પણ ગમે, ગંદુ પાણી, જેમાં કાગળ-પ્લાસ્ટીકના કચરા, કપડા ધોએલું સાબુનું પાણી. માત્ર પાણી પ્રદુષણ છે. ઘણા લોકો પવિત્ર સ્થળે જઈ ચુનરી મનોરથ, ધજા ચડાવવી જેવા ધર્મિક કર્યો કરે છે. જેમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ તેને બદલે એટલી ચુનરી/સાડી ગરીબમાં વેહંચી હોય તો આશીર્વાદ મળત અને પુણ્ય પણ મળત. પણ બધું કોણ કોને સમજાવે. આજે માણસને દાન કરવું છે પણ પુણ્ય મેળવવાની આશાથી. દાન કરવા માટે બધા સમય સારા હોય છે. સારા કામમાં કોઈ ચોઘડિયું હોતું નથી, પણ આપને ત્યાં લોકો માને કે અમુક દિવસે અમુક વસ્તુનું દાન કરવું જોઈ. જેમ કે, મકર સંક્રાતિ પર ગૌ દાન માટે અનેક સ્થળ પર ફાળો એકત્ર કરવામાં આવે છે, કહે છે દિવસે ગૌ દાન શ્રેષ્ઠદાન છે. દાન અને તેમાં પણ શ્રેષ્ઠદાન, કદાચ તેના માટે ચોઘડિયા જોવાતા હશે. ઉપરાંત તે દિવસે રાશી પ્રમાણે જે-તે કલર, અન્નનંદાન શ્રેષ્ઠ ગણાય અને તે માટે છાપામાં પણ અગાઉથી આવી જાય કે રીતે દાન કરવું લાભદાયક નીવડશે. અરે ભાઈ દાન કરવું છે અને તેમાં પણ સ્વાર્થ રાખવાનો કે ભાઈ મારું ભલું કરજે. (દાન પણ બિનશરતી)

લોકોને એટલે બોલતા સાંભળ્યા છે.....'હે ભગવાન સૌનું ભલું કરજે, અને શરૂઆત મારાથી કરજે'.

No comments:

Post a Comment