Sunday, May 8, 2011

માળા

 

પહેલાના જમાનામાં વડીલો ઘરના કામમાંથી નવરાશ મળતા ભગવાનનું નામ લેવા બેસી જતા. માટે ભગવાનની માળા કરતા. જેમાં ૧૦૮ પર હોય છે.ઘરમાં સવાર-સાંજ ભગવાનની પૂજા કરવામાં આવતી. અને અમુક પરિવારમાં નાના-મોટા બધા સવારે સૌ પ્રથમ ભગવાનની સેવા કરવાનું  કામ કરતા. પરંતુ આજે આપને જોઈ છે કે દરેક ક્ષેત્રે આધુનિકતાની સાથે જીવનશૈલીમા પણ જાણે-અજાણે પરિવર્તન આવ્યું છે. આજે પણ યુવા વર્ગ માળા કરે છે પણ શેની? હા, ટી.વી.----ના રીમોટની.
 
કોઈને ત્યાં કેબલ કનેક્શન છે તો કોઈને ત્યાં ડીશ ટી.વી., પણ દરેક ઘરમાં/દુકાનમાં/દવાખાનામાં ટી. વી. તો હશે . આજે ૧૦૦થી પણ વધારે ચેનલ આવે છે, જેમાં ધાર્મિક, ગીતની, કાટુર્ન , રમત-ગમતની એમ અનેક ચેનલ છે અને દરેક જોનાર પોતાના શોખ પ્રમાણે ચેનલ ફેરવ્યા રાખે છે. ચેનલ પર પ્રોગ્રામ કરતા જાહેરાત વધારે આવતી હોય છે એટલે જેવો બ્રેક પડે એટલે ચેનલ ફરી જાય, વાળી બીજી ચેનલ પર પણ બ્રેક હોય તો ત્રીજી અને રીતે ,, ...ચાલતી હોય છે. સવારે ભગવાનનું નામ આપમેળે લેવાને બદલે કોઈ ચેનલ પર સવારના આવતા ભજન ચાલુ કરે અથવા પોતે વસાવેલી ભજનની સી.ડી. ચાલુ કરે. કોઈને ભાગ્યે  હનુમાન ચાલીસા કે યમુનાસટ્ટક કંઠસ્થ હશે. ઘણા ઘરમાં મે જોયુ છે કે ઘરના સભ્યો એક-બીજા સાથે વાતો કરવાને બદલે વધારે પડતો સમય ટી.વી. જોવામાં વિતાવે છે. સવારનો ચા નાસ્તો પણ ટી.વી. સામે, રાતનું જમવાનું પણ ટી.વી. સામે. અરે.કોઈ વાર કોઈને ત્યાં મેહમાન આવ્યા હોય અને જો અનુકુળ આવે તો બધા સાથે ટી.વી. શો જોવે છે, તો કોઈ અફસોસ કરે છે કે કાલે તો જોવાનું રહી ગયું, હવે રીપીટ ક્યારે થશે. ઘણાને સંભાળ્યા છે કે અરે યાર કાલેતો ફાઈનલ મિસ થઇ ગયું, જાણે કોઈ ઘરની વ્યક્તિને મળવાનું મિસ કરતા હોય તેટલું દૂખ થતું હોય છે.અને કોઈ પોતાના બહાર આવવા-જવાનો કાર્યક્રમ પોતાને ગમતો કાર્યક્રમ આવવાનો હોય ત્યારે કરે છે. ઘણાના રસોડામાંથી ટી.વી. જોય શકાય તે રીતે ગોઠવણી કરવામાં આવે છે અને રસોઈ બનાવનાર એક હાથે મસાલો કરે છે અને બીજે હાથે માળા(રીમોટની), અને તેમ છતાં પણ રસોઈ બરાબર થાય પણ જો કોઈ વાર ટી.વી. બગડી ગયું હોય કે અન્ય કારણસર કામ કરતા ટી.વી. ન જોઈ શકાય તો રસોઈ અને મગજ બંને બગડે.ઘરમાં પુરુષ તેના કામમા વ્યસ્ત હોય છે, અને સ્ત્રી પોતાના કામમાં ત્યારે બાળકોના હાથમાં ટી.વી.નું રીમોટ પકડાવી ડે છે અને નાનપણથી બાળકને રીતે માળા કરવાની ટેવ પડે છે.  અને ઘણા તો બે હાથે માળા કરે છે.એક ટી.વી. નું રિમોટ અને એક ડીવીડીનું રિમોટ.



એક ટી.વી હોય અને ઘરના બધાને અલગ કાર્યક્રમ જોવા હોય ત્યારે જગડા થાય તે માટે દરેક રૂમમાં ટી.વી.ની વ્યવસ્થા કરવામાં આવે છે.ઘરમાં બાળક સહીત બધાના બેડરૂમમા અલગ એક ટી.વી. હોય છે એટલે ઘરમાં સાથે બેસી વાતો કરવાની આદત પડતી નથી. બાળકો પોતાના રૂમમાં શું જોવે છે તે મા-બાપને ખબર હોતી નથી, રીતે બાળકો પરનો કંટ્રોલ ગુમાવે છે. એવું  નથી કે બાળકો રીતે માળા કરે છે હવેના જમાનામા જોયું છે કે ટી.વી. પર આવતા કાર્યક્રમોએ વડીલનું પણ દિલ જીતી લીધું છે પછી સાસુ-વહુની સિરીયલ હોય કે કથા, તે પણ આખો દિવસ ટી.વી. ની માળા કરતા થાકતા નથી. પણ ચોક્ક્સ સમયે ટી.વી.ની સામે બેસી જાય છે, અને ઝી, સોંની, ચેનલાય નમઃ સાથે માળા કરવાની ચાલુ કરે છે અને રાત સુધીમા ચોક્કસ / વાર તો માળા(૧૦૮ પારાને બદલે ૧૦૮ વાર ચેનલ ફેરવવી) થઇ જાય. મોટા દવાખાનું હોય કે નાની ક્લીનીક, ટી.વી. હોય. બહાર કાઉનટર પર બેસનાર વ્યક્તિને માટે ટી. વી. હોય, દર્દીના રૂમમાં પણ તે માળા કરી શકે એટલી સારી સગવડ આજે આપના દેશમાં જોવા મળે છે. 

આજે સમય એવો છે કે ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય પણ ટી.વી. ચાલુ કરવાનું અને તેની માળા કરવાનું કોઈ દિવસ ભુલાય, કામ/અભ્યાસમાં વ્યસ્ત હોય કે આરામમા હોય માળા તો કરવાની .  ‘શ્રી ટી.વી. ચેનલાય નમઃ





 



No comments:

Post a Comment