Saturday, August 20, 2011

શિક્ષકની પરીક્ષા જરૂરી


ભણતર આજે ભાર બની ગયું છે, બાળક ૨.૫ વર્ષનું થાય ત્યાં જ મા-બાપ તેને Nursery બેસાડી દે છે અને હજુ બાળકને ઘરના બધા સભ્યો મામા-માસી,દાદા-દાદીને ઓળખતા ન આવડતું હોય ત્યાં તેને ટ્વિન્કલ-ટ્વિન્કલ વગેરે શીખવવામાં આવે છે. તેની પરીક્ષા પણ લેવામાં આવે છે અને મા-બાપ રાજી થાય કે તેને તો પરીક્ષામાં આ બધું આવડી ગયું. ખરેખર અત્યારે મા-બાપ તેના બાળક કઈ શીખે તેના કરતા ૨ કલાક ત્યાં સચવાય એટલા માટે મુકે છે અને ઘરે કઈ શીખવતા નથી. બાળકો આ જે કઈ શીખે છે તે જ્ઞાન વગરનું ભણતર હોય છે, માત્ર ગોખણપટી શીખવે છે. બાળકો ગોખાનીયા જ્ઞાનથી માહિર થઇ ગયા હોય ઊંઘમાં પણ તેને કઈ પૂછવામાં આવે તો બોલી જાય છે. Nursery થી લઇ ૧૨ કે પછી કોલેજ પૂરી કરે ત્યાં સુધી આ જ રીતે ટેવાય ગયો હોય છે અને સારા માર્ક્સ પણ મેળવે છે. વ્યવહારુ કઈ જ્ઞાન હોતું નથી. ભણતી વખતે તેમને અર્થ્શાસ્ત્રમાં આંકડાકીય માહિતી હોય છે જેમ કે, ૧૯૮૯મા ગરીબી આંક કેટલો હતો, ઉપરાંત વસ્તી માહિતીને બધું આવે છે પણ ખરેખર તેમને વર્તમાન વસ્તી, ગરીબીની માહિતી પણ મેળવતા શીખવવું જોઈ. તેમને શીખવવામાં આવે કે ૧૯૯૭માં આપના વડાપ્રધાન કોણ હતા? મુખ્યમંત્રી ૧૯૭૮મ કોણ હતા? વગેરે વગેરે. તે શીખવવું હોય પણ સાથે વર્તમાનના મંત્રી, રેલવેમંત્રી કોણ છે તે પણ શીખવું જોય. આપને ત્યાં ઇતીહાસની માહિતીને અભ્યાસમાં વધારે મહત્વ આપવામાં આવે છે, પરંતુ તેમને વર્તમાન સમયમાં જે થતું હોય તેની માહિતી આપવી જોઈ, તેમને રોજના અખબાર-ટી.વી. સમાચાર વાચતા-જોતા શીખવવા જોય. અને શાળામાં પ્રાર્થનાખંડમાં કે વર્ગ ચાલુ થાય તે પેહલા રોજીંદા સમાચારની વાતચીત-ચર્ચાનો સમય આપવો જોઈ. શાળામાં જે કઈ પ્રોજેક્ટ આપવામાં આવે છે તે માટે વિદ્યાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, ઇન્ટરનેટના ફાયદા ઘણા છે પણ લગભગ વિદ્યાર્થી તેનો દુરુપયોગ કરે છે. પ્રોજેક્ટની માહિતી મેળવે ન મેળવે ફેસબુક/ઓરકુટ ખોલીને બેસી જાય છે(ઘરમાં જો મમ્મી બહાર ઓટલા પર બેસી, કે બહાર આવતા-જતા કોઈની સાથે વાત કરે તો ગુસ્સે થાય કે પંચાત  કરવી જ ગમે છે કોઈના ઘરમાં જે થાય તે આપને શું પણ પોતે ફેસબુક/ઓરકુટ પર પંચાત જ કરે છે ‘ઈ-પંચાત/ઈ-ઓટલો’ તેની જાણ નથી હોતી અને મા-બાપને ખબર ન પડતી હોય તેનો ફાયદો  ઉઠાવે છે),પણ તેમને કોઈ સારી સાઇટ જે નોલેજ વધારે તે સર્ચ કરતા પણ આવડતું નથી.
વિદ્યાર્થીની ૧૦-૧૨મા ધોરણનું પરિણામ આવે ત્યારે સવાર-સાંજના અખબારમાં કઈ શાળાના કયા વિદ્યાર્થીએ કેટલા માર્ક્સ મેળવ્યા તેના જ સમાચાર હોય છે. જાહેર રસ્તા પર પણ મોટા હોલ્ડીંગ્સ લગાવી શાળાનું માર્કેટિંગ કરતા હોય છે.(જાહેરાતમાં વિદ્યાર્થીના ફોટા હોય તે પણ મોડેલિંગ પોઝ!, શાળા ને વિદ્યાર્થી બને સારા લાગવા જોઇએ) ઘણીવાર જાહેરાત હોય છે બોર્ડનું પરિણામ ૮૦%, જીલ્લાનું ૮૫% પણ અમારી શાળાનું ૧૦૦%. અરે!!! ૧૦૦%!!! હા, આવે જ.શહેરમાંથી અને આજુ-બાજુના શહેરમાંથી હોશિયાર વિદ્યાર્થીની માહિતી મેળવી, તેમના ઘરના સરનામાં અને ફોન નંબર લઇ તેમને મળવા જાય અને પોતાની શાળામાં પ્રવેશવા પ્રોત્સાહિત કર છે. અલબત તેમની ફી પણ માફ કરી દે, રેહવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપે પણ પોતાની શાળાનું પરિણામ ઊંચું આવવું જોઈ. કોઈ ગરીબ વિદ્યાર્થીને ફી માફી કરી પોતાની શાળામાં ભણાવી નથી શકતા, ત્યારે તે લોકોને નિયમો નળે છે પણ હોશિયાર વિદ્યાર્થીને પોતાની શાળામાં એડમિશન માટે ચોરની જેમ એક શાળા-ટ્યુશાનમાંથી બીજા શાળા-ટ્યુશન વર્ગના વિદ્યાર્થીના ડેટાની પણ ચોરી કરે છે. શ્રેષ્ઠ શાળા એ કેહવાય જેમાં નબળા-હોશિયાર બધાને એડમિશન આપવામાં આવતું હોય અને તેનું પરિણામ સારું આવે. હવે જે શાળા પોતાની શાળામાં ૭૦-૭૫% મેળવનારને જ એડમિશન આપે છે તેનું પરિણામ ૧૦૦% આવવાનું જ તેમાં કોઈ નવાઈ લાગે તેવું નથી. વિદ્યાર્થીને ૯૯.૨%,૯૮.૯૯% વગેરે માર્ક્સ જોઈને વિચાર આવે કે શું વિદ્યાર્થી આટલા બધા હોશિયાર છે? શું ગુજરાતી,હિન્દી જેવા વિષયમાં પણ તેને માત્ર .૮૦(૯૯.૨% માર્ક્સ આવે ત્યારે) જેટલા માર્ક્સ કપાયા? ખરેખર જો આટલા બધા હોશિયાર હોય તો આપના દેશમાં સારામાં સારા સાહિત્યકાર,ડોક્ટર,વકીલ,સી.એ.,હોવા જોઈ. વિદ્યાર્થી એટલા બધા હોશિયાર કે પછી પેપર ચેક કરનાર ઓછા હોશિયાર? જો વિદ્યાર્થી આટલા હોશિયાર હોય તો તેમના શિક્ષકને તો ૧૦૦% માર્ક્સ આવે જ ને? (મા બાપે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સમજી યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ આપતી શાળામાં સંતાન ને બેસાડવા જોઇએ નહિ કે ભવ્ય ઈમારત જોઈને. અમુક ભવ્ય શાળામાં એક મુલાકાત દ્વારા જોયેલું છે કે શિક્ષકો જાણે ફેશન કરવા આવતા હોય તે રીતે આવતા હોય છે અને વિદ્યાર્થી મા-બાપને કેહતા હોય છે કે આજે મારા ટીચર ખુબ સુંદર લગતા હતા, મા તું પણ તેવી તૈયાર થઇ ને અમને મુકવા આવ ને! શાળામાં વિદ્યાર્થી સાથે મા-બાપને પણ કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અમુક ક્લર, ડીઝાઈનના કપડા પેહ્રવાના હોય છે, તેમને પણ સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય છે, વિદ્યાર્થીના વાર પ્રમાણે જુદાજુદા સ્કૂલડ્રેસ હોય છે જે ખરેખર બીનવાજબી ખર્ચા છે છતાં મા-બાપ કરે છે, ક્યારેય વિરોધ કરતા નથી અને આવા વાતાવરણથી સંતાનો બહાર જવા માટે પણ જુદા-જુદા કપડા, બુટની માંગણી કરવાના(મેચિંગ જ જોય, જેટલા કપડા તેટલા બુટ અને અન્ય એસેસરીસ). પ્રત્યેક્ષ્ અને પરોક્ષ્ બને ખર્ચા, કેળવણી, વગેરે વિચારી મા-બાપે શાળા પસંદ કરવી જોઇએ.)

 મા-બાપ ફરિયાદ કરતા હોય છે કે અમારા દીકરા-દીકરીને આટલા માર્ક્સ મળ્યા પણ નોકરી નથી મળતી પણ તમારા સંતાન પાસે માત્ર ગોખણીયું જ્ઞાન જ છે, વાસ્તવિક જ્ઞાન નથી, મોલીકતા નથી, તો ક્યાંથી નોકરી મળે. એવું બને કે જે વિદ્યાર્થીને ભણતી વખતે ૬૦-૬૫% કે તેથી ઓછા માર્ક્સ મહામેહનતથી મળતા હોય તેની પાસે સારી નોકરી હોય પણ તેનું કારણ તેની પાસે માત્ર ગોખણીયું જ્ઞાન સિવાય પણ બીજું જ્ઞાન છે. શિક્ષક પણ નવું શીખવવાને બદલે વર્ષોથી એક જ  પદ્ધતિથી ભણાવતા રહે છે, ગણિતના શિક્ષક દાખલો ગણાવતા તેની રકમ પણ ન બદલાવે, નવું વિચારી શકતા નથી, બદલાવ ઈચ્છતા નથી. અને તે પણ વિદ્યાર્થીને આ પ્રશ્ન IMP છે તેમ કહીને જે-તે પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું કહે અને પોતે પણ તેટલું જ ભણાવે. તેને પણ નવું શીખવાનું મન નથી થતું તો વિદ્યાર્થીને શું શીખવવાના? બાળકો વધારે સારી રીતે ગોખી શકે તે માટે બા-બાપ તેને ટયુશનમા મોકલે. જ્યાં સુધી મા-બાપ નહિ જાગે ત્યાં સુધી આપનું ભણતર સુધારવાનું નથી. જેમ વિદ્યાર્થીની વર્ષમાં ૨-૩ વાર પરીક્ષા લેવામાં આવે છે તેમ તેમના શિક્ષકની પણ વર્ષમાં પરીક્ષા લેવી જોય તો જ તે નવું વાચશે, નવું શીખશે, અને નવું શીખવશે. અમુક શાળામાં જોયું છે કે આજે અમુક શાળામાં કોલેજ પૂરી કરેલ છોકરી-છોકરાને ખુબ ઓછા વેતન દરે નોકરી પર રાખવામાં આવે છે, ઓછુ વેતન મળતું હોય તેમને કામ કરવામાં પણ રસ ઓછો હોય છે પણ અમુક લોકો ટાઈમપાસ માટે નોકરી કરે છે તો કોઈ જરીરિયાત હોય એટલે પણ તેઓ નવા પુસ્તકો વાંચી જ્ઞાન વધારી નથી શકતા. તેઓ પણ બીજી શાખાનું જ્ઞાન નથી ધરાવતા તો વિદ્યાર્થી ને શું આપવાના? માત્ર પુસ્તકયું જ્ઞાન કારકિર્દી બનાવવામાં મદદ નથી આવતું તે વિદ્યાર્થી અને શિક્ષકે ધ્યાન રાખવું જોઇએ.

1 comment:

  1. Very nice.
    This is the most important issue for reforming education system towards building a Good Education system...!
    After getting a job in school or college Most of Teachers or Professors are avoid to refresh their knowledge...
    your direction is on a right way and should be noticed by who is involve directly or indirectly in education / academic sector.

    ReplyDelete