Saturday, July 21, 2012

સાસુમાં

મારું સાસરું અને મારું ઘર બંને અલગ અલગ શહેરમાં છે એટલે સાસરે જવાનું ઓછુ થાય પણ પ્રસંગોપાત કે વેકેશનમાં અમે જરૂર ત્યાં જઈએ. ત્યાં પહોંચતા ચા-ઠંડુ તુરંત   હાજર હોયતુરંત આરામ કરવાનું કહે. હું ત્યાં પહોંચું તે પેહલા મારા સાસુએ મને ગમતી અને ભાવતી વસ્તુનું લીસ્ટ બનાવી પ્લાન્નીંગ કરી રાખ્યું હોય કે ક્યારે શું કરવું, શું બનાવવું. ઉપરાંત મારા સંતાનો પણ મારા સાસુના લાડલા. તેમની સાથે સાસુ પણ નાના બાળકની જેમ રમવા લાગે, ત્યાં જાય એટલે સંતાનોની ચિંતા બિલકુલ દુર. તેની પાછળ અમારે ભાગ-દોડ કરવામાંથી મુક્તિ અને સાસુના ચહેરા પર એક અલગની ચમક અને આનંદઘરમાં રસોઈ કરવા માટે નોકરો હતા પણ હું જાવ ત્યારે અમુક વાનગી પોતાના હાથે બનાવતા, અને ખુબ પ્રેમથી જમાડતા. સવારે વહેલા ઉઠવાની પણ ના પાડે, અને ઉઠતાની સાથે ગરમ નાસ્તો તૈયાર હોયફરવાના પ્લાન પણ તૈયાર હોય. ત્યાં જઈ એટલે દિવસો ક્યાં પસાર થઇ જાય ખ્યાલ જ ન આવે.

એટલું જ નહિ 2-3 દિવસ ત્યાં રોકાયા પછી અમારે ઘરે જાય ત્યારે પણ નાં પાડવા છતાં પણ કેટલુંય ભાતું ભરી આપે. કોઈવાર અમને ઓછુ ન આવે તેની ખાસ કાળજી રાખે, મેં કેટલીવાર તેમને કહેલું છે કે તમે મારી આટલી બધી પરવા ન કરો પણ કહે જમાય ને તો રાખવા જ જોઈ ને? 

(ઉપરોક્ત શબ્દો વાંચી ઘણી સ્ત્રીને થશે કે અરે વાહ આવું નસીબદાર કોણ છે? જેના સાસુ  આટલી બધી કાળજી રાખે છે, માંન  આપે છે અને કદર પણ કરે છે અને પોતાના મનમાં કેટલાય વિચાર કરવા લાગશે પણ અંતનું વાક્ય વાંચી કેહ્શે બધા જમાયના સાસુ તો આવા જ હોય, વહુના સાસુમાં ભાગ્યે જ આવા  જોવા મળે.)

1 comment: