Tuesday, August 7, 2012

નારી તું નાં હારી


આજના યુગમાં પણ સ્ત્રી-પુરુષના મત ભેદ જોવા મળે છે. અલબત સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે જંપલાવ્યું છે અને પ્રગતિ કરી છે જેમ કે, સરકારી કંપની, પ્રાઈવેટ કંપની, બીઝનેસ, પ્રોફેસનલ પ્રેકટીસ, અવકાશ સફર, રાજકારણ, ખેલજગત   વગેરે..જયારે જયારે સ્ત્રી-પુરુષ સમોવડી/સમક્ક્ષની વાતો આવે ત્યારે આપને હમેશા ઉપરોક્ત સ્ત્રીની સરખામણી કરીએ છીએ. ભણેલ સ્ત્રી બધા કર્યો કરી શકે છે, પોતાની બુદ્ધિ અને નસીબના સથવારે જગતમાં નામના મેળવે છે. પરંતુ આપને અશિક્ષિત મહિલા જે શારીરિક પરિશ્રમ કરે છે, પોતાની આજીવિકા માટે બોજ ઉઠાવી કામ કરે છે તેને આપને ભૂલી જઈએ છીએ. અમુક વર્ગ અને અમુક વિસ્તારની મહિલા આર્થિક ભીસ કે સ્ત્રીને ભણવા જવાય વગેરે કારણોસર ભણી શક્તિ નથી પરંતુ તેમ છતાં પોતાના ઘરને (પતિ/પિતા) મદદરૂપ થવા માટે તેમના કામમાં હાથ બાંટે છે.
આર્થિક રીતે સદ્ધર મહિલા પોતે નોકરી કરતી હોય, સારો બીઝનેસ હોય તો પોતે કમાવા બહાર જશે ત્યારે ઘરમાં એક આયા કે કામવાળી હોય છે છે બધા કામ કરી દે છે, બાળકોને પણ સાચવે છે. કામ ધંધેથી ઘરે આવ્યાબાદ મહિલા માત્ર ટી.વી અને .સી.ના રીમોટ લઇ બેસી શકે છે.(અપવાદ હોય છે) પોતાના બાળકોની દરેક ભોતિકજરૂરિયાત પૂરી કરે શકે છે, જીદ પૂરી કરે છે, જમવાનું પણ થાકી ગયા હોય તો બહારથી મંગાવી શકે છે, ઘરે રસોઈ કરવા માટે માણસ રાખે છે, કામ ધંધે જવા માટે વાહન છે.પરંતુ પછાત વર્ગની મહિલા જેની પાસે રેહવા માટે કાચું મકાન છે, છત પણ પતરાની છે તે મજુરી કરી ગુજરાન ચલાવે છે. માટે તે કોઈ મકાન/ઈમારત બનતી હોય તેમાં માલસામાનની હેરફેર કરવામાં મદદ કરે છે. પોતાના શિર પર ઈંટના ઢગલા લઇ ઉપર-નીચે માલ લઇ જાય છે, રેતી ભરેલા મોટા તગારા પણ ઉપાડી રેતીના ઢગલામાં ચાલી માલસામગ્રી પહોંચાડે છે.તડકો-વરસાદ હોય તે પોતાનું કામ કરે જાય છે, અને દૈનિક આવક માટે સવારથી સાંજ મેહનત કરે છે સૂર્યનારાયણ દેવ પણ ગગનમાંથી પ્રકાશની સાથે તાપવર્ષા કરે જાય છે ત્યારે લોઢાની વસ્તુને હાથ પણ લગાવો એટલે આગમાં હાથ નાખવા બરોબર હોય ત્યારે આવી સ્ત્રી કામ કરે જાય છે અને તે પણ ભારતીય પરંપરા/રીતરીવાજ પ્રમાણે સાડી પેહરીને . તેમના બાળકો જે સ્થળ પર કામ ચાલતું હોય ત્યાં રેતીના ઢગલામાં બેસી રમે છે, જમે છે અને સુવે છે. છતાં તેઓ હસતા હોય છે, કોઈ વાર રડે તો તેની માં બે ઘડી તેને રમાડી પાછી તેના કામમાં લાગી જાય છે સવારે ટીફીન લઇને  જાય અને સાંજે પણ ચુલા પર રસોઈ બનાવે છે.

કામ ચાલતું હોય તે જગ્યાએ કોઈ વાર જમીને વિસામો લે છે, શાયદ તે બોલતા હોય..'રેહને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો હૈ રખવાલા......'આપને જાણીએ છીએ કે શારીરિક શ્રમનો દુખાવો કોઈવાર અસહ્ય હોય છે તો પણ હિમત હાર્યા વગર કામ કરે જાય છે.ઉપરાંત કોઈવાર જોઈએ છીએ કે શાકભાજીનો વેપાર કરતી સ્ત્રી સવારે રેકડી લઇ પોતાનો ધંધો કરવા નીકળી જાય છે ત્યારે તેના  બાળકનું ઘોડિયું પણ રેકડીમાં નીચે બનાવી લે છે, રમાડતી જાય, ખવડાવતી જાય અને કમાતી જાય. બાળક ઘોડીયામાંથી ડોકા તાણે અને માં ને હેરાન કરતા હોય તો પણ પોતાના પતિને મોબાઈલ કરી કેહતી નથી કે બાળક હેરાન કરે છે, કામ કરવા નથી દેતા વગેરે, શિક્ષિત સ્ત્રી જે નોકરી-ધંધો કરે છે તેને માનસિક પરીશ્રમ હોય તો પણ તે થાકી જાય છે અને તે કોઈવાર તેનો થાક ગુસ્સા દ્વારા રજુ કરે છે. પરંતુ આવી મજુર સ્ત્રી તેની પાસે કોઈ વિકલ્પ પણ નથી કે કોઈની પાસે કામ કરાવે. રીતે મજુર સ્ત્રીવર્ગ પણ પુરુષની જેમ મહેનત કરે છે અને સ્ત્રી-પુરુષના ભેદભાવ રાખવા જોઈ તેના ઉદાહરણ છે. શિક્ષિત મહિલા પોતાની ઓળખ મેળવવા, પ્રગતિ કરવા,પુરુષ-સ્ત્રીના વર્ષોથી ચાલ્યા આવતા ભેદભાવને સમતોલ કરવા/નાબુદ કરવા જે પ્રયત્ન કરે છે, મેહનત કરે છે તે રીતે અશિક્ષિત મહિલા પણ કુચકદમ કરી પોતાની આગવી ઓળખ મેળવવા, સ્ત્રી-પુરુષના ભેદભાવ દુર કરવા પ્રયત્ન કરે છે. આપને આવી સ્ત્રીને કોઈવાર ભૂલી જઈએ છીએ પણ તે ભૂલવું વાજબી નથી, તે પુરુષ સમોવડી નહિ પરંતુ ચડિયાતી છે તેમ કહી શકાય.

No comments:

Post a Comment