Tuesday, January 12, 2016

વિચારબિંદુ-૧૬

માં, મેરી માં તુજે સબ હૈ પતા, મેરી માં...
માં જેને કઈ કહો તે પેહલા પોતાના સંતાનની મનની વ્યથા સમજી જાય, માંન્ગ્યા વગર પણ જે પીરસે તે માં. ‘માં તે માં અને બાકી બધા વગડાના વા,’ સંતાન જયારે માં બોલતા શીખે ત્યારે તેની માં થી વધારે કોઈ ખુશ નથી થતું. બાળક ભણવામાં કે અન્ય કોઈ જગ્યાએ ભૂલ કરે તો પણ પ્રેમથી સમજાવે અને શિખવે તે માં, બાળક નો કોઈ જગ્યાએ નંબર આવે તો પણ સૌથી વધારે ખુશ થાય તે માં, સંતાનના સુખ –દુખ સાથે હમેશા પડછાયો બનીને ઉભી રહે તે માં પણ જયારે આ માં વહુની સાસુમાં બને છે ત્યારે માં ક્યાં ખોવાઈ જાય છે?
વહુ ઘરમાં આવીને કઈ નવું કરે તો ન ગમે, કોઈ જગ્યાએ તેની પ્રસંશા થાય ત્યારે તેનો ઈગો હર્ટ થાય, દીકરો વહુની કોઈ પણ વાત સાથે સહમત થાય તો ઈગો હર્ટ, નાનપણમાં કે જુવાનીમાં  દીકરો મિત્રની વાત સાથે સહમત થતો ત્યારે કેમ ઈગો હર્ટ ન થતો? શું પોતાની કુખે જન્મ આપે તેની જ માં બની શકે? મિત્રો, ભાણીયા, ભત્રીજા, વગેરેની ઉમર, સમય પ્રમાણે અનુકુળ થતી માં વહુ આવતા શા માટે સાસુ બને છે? શા માટે માં બનીને નથી રેહતી? જીભા જોડી તો માં-દીકરી/દીકરા, ભાઈ-બહેન ને  પણ થાય છે તો સાસુ વહુની જીભ જોડીને શા માટે ચાવેલી ચિગમ બનાવવામાં આવે છે? વહુ તો પોતાની સાસુને માં-મમ્મી કહી ને જ બોલાવે છે, માં સમાન જ દરર્રોજો આપે છે તો સાસુ પણ વહુ ને દીકરી સમાન ગણી શા માટે તેને ન બોલાવી શકે? અને ઝગડાનું કારણ શું હોય છે? સામાન્ય રીતે ઘર કામ જ ને? કોઈ કામ વહુ થી કે સાસુ ન કરે તો તમે કામ ને લીધે તમારા સબંધો બગડો છો, મતલબ તમારા માટે કામ મહત્વના છે સબંધ નહિ!! અને કોઈ કામ સરખું ન થાય, રહી ગયું તેનાથી તમને વધારે તકલીફ પડે છે કોઈ નું દિલ દુખવાથી નહિ તો તમે કઈ ભૂલ કરતા હોય એવું બને. ઝગડાનું બીજું કારણ હોય શકે આ વાત સાસુ/વહુ એ કહી અને ન કહી. પણ શું દીકરો/પતિ પણ તમામ વાત કરે છે?શું તે વાત સમયસર કરે છે? ભૂલી જાય છે ને? તો શા માટે સાસુ/વહુ માં ખેચ-તાણ થાય?દીકરી તો વહુ બને છે ત્યારે નવું રૂપ ધારણ કરે છે, પોતાના માં-બાપનું ઘર છોડી ઘણી યાદો લઈને આવે છે,ઘણું છોડીને આવે છે,ત્યાના રિવાજો અને સસરાના રિવાજોમાં તફાવત છે, તે માત્ર દીકરી કે માસી કે ફૈબા હતી પણ હવે તે વહુ બની છે. તેનું સંપૂર્ણ જવાબદારીમાં પરિવર્તન આવવાનો છે, તો સમય લાગે, પરંતુ સાસુ તો માં માંથી માત્ર પ્રોમોશન મેળવી સાસુ માં બને છે તો પણ કેમ વાણી-વ્યવહારમાં પરીવર્તન? તે તો માં જ છે ને??અને પોતે પણ આ સમય/સમસ્યામાંથી બહાર આવેલ છે તો પણ કેમ સાસુ માત્ર વહુંની માં બનીને ન રહે? તુલસીની પૂજા કરવામાં આવે છે, પ્રસાદમાં પણ તુલસીપાન અર્પિત કરવામાં આવે છે અને કેહવામાં આવે છે કે તે પવિત્ર બનાવે છે.  વહુ પણ ઘરની તુલસી છે તેની પૂજા ન કરવાની હોય પરંતુ તેને પણ દરેક સારા ખરાબ કર્યોમાં આગળ કરો, તેનું મહત્વ સમજો, તેને સમજો તો તે પણ દાળમાં ચોખા ભળતા ખીચડી જેવી મુલાયમ બનશે,અને દરેક બીમારીમાં જેમ ખીચડી જ શ્રેષ્ઠ ગણાય તેમ તે પણ બની જશે.
જયારે મુસીબત આવે છે ત્યારે સમજવું કે જે આપણા હતા તે તુલસી ની જેમ કાયમ રહ્યા પારકા તો ક્રિસમસ ટ્રીની જેમ જ રહ્યા.

No comments:

Post a Comment